________________
૩૨૨
પ્રતિમાશતક શ્લોક : ૨૫ ટીકાર્ય :
થર .. બિધાનાન્ ! જો મિશ્રપણું હોવાને કારણે દ્રવ્યસ્તવની અનુપદેશ્યતા=સાધુઓને ઉપદેશની અવિષયતા, તારા વડે પ્રતિજ્ઞા કરાય છે તો શ્રાદ્ધનો સર્વધર્મ તે પ્રકારે અનુપદેશ્ય થાય. કેમ કે તેની=દેશવિરતિની, મિશ્રતાનું સૂત્રકૃતાંગમાં કંઠરવથી સાક્ષાત્ શબ્દથી, અભિધાન છે.
રૂપત્તિત્ર...... મિયાના, અહીં પૂર્વપક્ષી ઈષ્ટાપતિ કહે છે અર્થાત્ શ્રાદ્ધનો સર્વધર્મ અનુપદેશ્ય થાય તે પૂર્વપક્ષીને ઈષ્ટ છે, તેમાં હેતુ કહે છે - સર્વવિરતિરૂપ જઘર્ષનું શાસ્ત્રમાં અભિધાન છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે સર્વવિરતિરૂપ ધર્મનું જ શાસ્ત્રમાં અભિધાન હોય તો દેશવિરતિરૂપ ધર્મની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? તેથી પૂર્વપક્ષી કહે છે – ટીકાર્થ:
શે.... રૂપવંત, શિવિરતિથી) અંશમાં સ્વકૃતિઅસાધ્યતાનું પ્રતિસંધાન થયે છતે દેશવિરતિરૂપ) અંશમાં જ તેનું ઉપદેશનું અર્થસિદ્ધ દેશવિરતિરૂપપણું છે સર્વવિરતિનો ઉપદેશ જ અર્થથી દેશવિરતિરૂપે પ્રાપ્ત થાય છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે શાસ્ત્રના ઉપદેશ વગર દેશવિરતિ ધર્મમાં પ્રવૃત્તિ કઈ રીતે સંભવે ? તેથી કહે છે - ટીકાર્ચ -
નં સર્ ..... ડનુપપ, જે શક્ય હોય તે કરવું જોઈએ, એ પ્રકારની વ્યુત્પત્તિવાળાઓની ત્યાં= અર્થસિદ્ધ દેશવિરતિપણામાં, પ્રવૃત્તિનો સંભવ છે, આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું, કેમ કે વિશેષ વિધિ વગર બારવ્રતાદિ વિભાગની અનુપપત્તિ અસંગતિ, છે. વિશેષાર્થ :
અંશમાં જ ઉપદેશનું અર્થસિદ્ધ દેશવિરતિરૂપપણું છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, શાસ્ત્રમાં પાંચ મહાવ્રતોરૂપ સર્વવિરતિનું જ અભિધાન છે, પરંતુ ઉપદેશ સાંભળનારને અહિંસાદિ મહાવ્રતના વિષયમાં જે છએ કાયના રક્ષણાદિનું વર્ણન છે, તેમાં સ્થાવર આદિનું રક્ષણ પોતાની કૃતિથી અસાધ્ય છે, એ પ્રકારનું પ્રતિસંધાન થયે છતે, અન્ય અંશમાં પોતાને જે કૃતિથી સાધ્ય લાગે છે તેની જ વિરતિ કરવાની તે ઈચ્છા કરે છે; કેમ કે “જે શક્ય હોય તે કરવું જોઈએ,’ એ પ્રકારના શાસ્ત્રવચનના પ્રતિસંધાનથી શક્યમાં તે વ્યક્તિ પ્રવૃત્તિ કરે છે. પરંતુ તેનું વર્ણન શાસ્ત્રમાં ઉપલબ્ધ નહિ હોવાને કારણે અર્થથી સિદ્ધ તે દેશવિરતિરૂપ બને છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. અને તેનો ભાવ એ છે કે, કોઈને દેશવિરતિનો ઉપદેશ આપવામાં આવે તો, તત્સહવર્તી જે દેશથી અવિરતિ છે તેની અનુમોદનાનો પ્રસંગ આવે. તેથી ઉપદેશ હંમેશાં સર્વવિરતિનો જ આપવો જોઈએ.