________________
૩૧૫
પ્રતિમાશતક | શ્લોક : ૨ કહેવું, એથી કરીને જે આ વચનને સાંભળે તે મરેલ જ છે, એ પ્રકારે વ્યંગ્ય=વ્યંજિત, થાય છે અર્થાત્ જણાય છે. કૃતિ કથનની સમાપ્તિમાં છે.
વિશેષાર્થ:
મુગ્ધપદનો અર્થ સામાન્ય રીતે અભિનિવેશ વગરનો થાય છે, અને એ અર્થ કરીએ તો, મૂર્તિપૂજક અને સ્થાનકવાસી બન્ને મતોમાં અભિનિવેશ વગરના સ્વમતાનુસાર પ્રવૃત્તિ કરનારનો સંગ્રહ થાય છે. પરંતુ મુગ્ધ મૂર્તિપૂજક શ્રુતબાહ્યધર્મ આચરનારા નથી, જ્યારે મુગ્ધ સ્થાનકવાસીઓ શ્રુતબાહ્યધર્મના આચરનારા છે. તેથી મુગ્ધ મૂર્તિપૂજકને છોડીને મુગ્ધ એવા સ્થાનકવાસીને ગ્રહણ કરવા અર્થે, મુગ્ધપદને અનભિજ્ઞ શ્રોતામાં=શાસ્ત્રના અનભિજ્ઞ=અજાણ, એવા સ્થાનકવાસી સંપ્રદાયના શ્રોતામાં, અર્થાન્તરસંક્રમિત કરીને કહે છે. એથી કરીને જે મુગ્ધ સ્થાનકવાસીઓ આ ઉપદેશક એવા લુંપાકના વચનને સાંભળે છે તે મરેલ જ છે, અર્થાત્ ભગવાનની પૂજામાં હિંસા છે, એ પ્રકારની માન્યતાને દઢ કરીને આ સંસારની વૃદ્ધિને કરે છે. આ ભાવ વ્યંગ્ય છે=અર્થથી જણાય છે .
અહીં વિશેષ એ છે કે મુગ્ધપદથી આપાતથી શ્રુતબાહ્યધર્મને આચરનારા ગ્રહણ કર્યા, તેથી એ પ્રાપ્ત થાય કે મૂર્તિપૂજક શ્રાવકો જે કુલાચારથી ભગવપૂજા કરે છે, તેઓ આપાતથી અર્થાત્ શાસ્ત્રાર્થના પર્યાલોચન વગર શ્રુતધર્મના આચારને આચરનારા છે, છતાં તેઓને મુગ્ધપદથી ગ્રહણ ક૨વા નથી; પરંતુ મૂર્તિને નહિ માનનારા એવા સ્થાનકવાસીઓ શાસ્ત્રાર્થનો વિચાર કર્યા વગર જ જે કુલાચારથી શ્રુતબાહ્ય એવા ધર્મને આચરનારા છે, તેમને જ અહીં મુગ્ધપદથી ગ્રહણ કરવાના છે.
૦ મુગ્ધપદ, સ્થાનકવાસી અને દેરાવાસી બંનેમાં રહેલા સર્વ મુગ્ધનો વાચક છે, છતાં તેનો અર્થ માત્ર સ્થાનકવાસી સંપ્રદાયના મુગ્ધમાં સંક્રમણ કરીને કહ્યું, તે અર્થાતરસંક્રમ છે.
ટીકાર્ય :
पुनस्तस्य . સામ્બવાયિાનાં, વળી તે પાશના છેદમાં અમારા સાંપ્રદાયિકોનું વચન શસ્ત્ર છે.
અહીં શ્લોકમાં પ્રથમ બે પાદમાં કહ્યું કે, આ પ્રકારના લુબ્ધકરૂપ લુંપાકનું વચન મુગ્ધરૂપી મૃગલામાં વાગુરા=બંધપાશ, છે, તેનો અન્વય શ્લોકના અંતિમ પાદના ઉત્તરાર્ધ સાથે છે. તે બતાવવા અર્થે કહે છે કે, વળી તેના પાશના છેદમાં અમારા સાંપ્રદાયિકોનું વચન શસ્ત્ર છે.
શ્લોકના અવશિષ્ટ મધ્યાંશ અર્થાત્ ત્રીજા પાદવું અને ચોથા પાદના પૂર્વાર્ધનું ઉત્થાન કરતાં
કહે છે -
ટીકા ઃ
इतीति किं, इह प्रक्रान्ते द्रव्यस्तवे द्रव्यभावोभयात्मके भाव एवाङ्गभूतो योऽंशः, तं हृदि चित्ते, આધાય=સ્થાયિત્વા, સરા સંયમ વ ત્યા=પેક્ષિત:, આશ્રવાંશ:=ઞશ્રવમાનો, યેસ્તે, તથા અનૂપળા= दोषरहिताः, वयं स्थिताः स्मः । अयं भावः - सरागसंयमेऽनुमोद्यमाने यथा रागो नाऽनुमोद्यताकुक्षौ