________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૪
અવતરણિકા :
अथ द्रव्यस्तवस्य भक्तिहिंसोभयमिश्रत्वादेकानुमोदनेन कथं नान्यानुमोदनमित्याशङ्कां निरस्यन् कविः स्वस्य प्रेक्षावत्तामाह -
અવતરણિકાર્ય :
દ્રવ્યસ્તવનું ભક્તિ-હિંસા ઉભયમિશ્રપણું હોવાને કારણે એકના અનુમોદનથી=ભક્તિના અનુમોદનથી, કઈ રીતે અન્યનું=હિંસાનું, અનુમોદન નહિ થાય ? એ પ્રકારની પૂર્વપક્ષીની આશંકાનું નિવારણ કરતાં કવિ પોતાના પ્રેક્ષાવાનપણાને કહે છે; અર્થાત્ પોતે જે દ્રવ્યસ્તવની અનુમોદના કરે છે તેનાથી હિંસાની અનુમતિ નથી, પરંતુ ભાવસ્તવના કારણભૂત દ્રવ્યસ્તવની જમાત્ર અનુમોદના છે, એ બતાવવા દ્વારા પોતે વિચારક છે, તેથી જદ્રવ્યસ્તવની અનુમોદના કરે છે, તે બતાવે છે
શ્લોક ઃ
किं हिंसानुमतिर्न संयमवतां द्रव्यस्तवश्लाघयेत्येतल्लुम्पकलुब्धकस्य वचनं मुग्धे मृगे वागुरा । हृद्याधाय सरागसंयम इव त्यक्ताश्रवांशाः स्थिता भावाङ्गांशमदूषणा इति पुनस्तच्छेदशस्त्रं वचः ।।२४।।
૩૧૩
શ્લોકાર્થ ઃ
સંયમવાળાઓની દ્રવ્યસ્તવની શ્લાઘાથી હિંસાની અનુમતિ શું નહિ થાય? એ પ્રકારનું લુંપાકરૂપી શિકારીનું આ વચન મુગ્ધ એવા મૃગલામાં (=સ્થાનકવાસી સંપ્રદાયવાળાઓમાં) વાગુરા=બંધપાશ, છે; વળી સરાગસંયમની જેમ (દ્રવ્યસ્તવમાં) ભાવાંગરૂપી અંશને હૃદયમાં ધારણ કરીને ત્યક્તઆશ્રવાંશવાળા અને અદૂષણવાળા અમે છીએ, એ પ્રકારનું અમારા સાંપ્રદાયિકોનું વચન તેના=બંધપાશના, છેદનું શસ્ત્ર છે. ।।૨૪।
ટીકાઃ
‘િિમતિ’ :- સંયમવતાં-ચારિત્રિનાં, દ્રવ્યસ્તવનાથવા ટ્રવ્યાર્વાનુમોલનયા, જિં હિંસાનુમતિર્ન, भवति ? अपि तु भवत्येव, पश्यन्तु दयारसिकाः ! इति भावः । एतद्वचनं लुम्पकलुब्धकस्य लुम्पकमृगयोः मुग्धे = आपाततः श्रुतबाह्यधर्माचारे, मृगे वागुरा = बन्धपाश, इति व्यस्तरूपकं
-