________________
૩૦૬
પ્રતિમાશતક, બ્લોકઃ ૨૩ અહીં પ્રતિમાશતક મુદ્રિત પુસ્તકમાં જાય છે, ત્યાં પંચાશકમાં “યથા” પાઠ છે.
૦ તથા” શબ્દ વાક્યના ઉપક્ષેપમાં છે, માટે વાક્યની આદિમાં મુકાય છે, અર્થાત્ વજઋષિના કથન પછી વાચકગ્રંથના કથનનો પ્રારંભ કરવા માટે વાક્યની આદિમાં ‘તથા’ શબ્દ મુકાયેલ છે, પરંતુ ‘તથા' શબ્દનો કોઈ અર્થ કરવાનો નથી.
‘વ’ શબ્દ બે કથનના સમુચ્ચયમાં છે. આ અર્થ પંચાશકની વૃત્તિ પ્રમાણે કરેલ છે. ટીકાર્ય :
શ્રાવેવસ્ય ....... નૈરર્થવચમ્ | વળી આ બંનેને પૂજા અને સત્કારને, સંપાદન કરતા પણ શ્રાવકને ભક્તિના અતિશયથી અધિકપણાના સંપાદન માટે પ્રાર્થના કરતા એવા શ્રાવકના પૂજા અને સત્કારનું નિરર્થકપણું નથી. વિશેષાર્થ:
જેમ કોઈ વ્યક્તિ એક ભગવાનની સારામાં સારી ભક્તિ કરે તો પણ, અન્ય ભગવાનની ભક્તિની આકાંક્ષા રાખે છે, તેથી જ તે ભક્તિમાં અતિશયતા આવે છે; તે રીતે જે શ્રાવક સાક્ષાત્ પૂજા અને સત્કાર કરે છે, અને સમ્યગુ પરિણત શ્રાવક હોય તો પોતાની શક્તિને અનુરૂપ સર્વોત્તમ સામગ્રીથી, અને ભગવાનના યથાર્થ સ્વરૂપને જાણતો હોવાને કારણે બહુમાનના અતિશયથી, તે પૂજા-સત્કાર કરતો હોય તો પણ, તે પૂજાસત્કારનું ફળ કાયોત્સર્ગથી પણ પોતાને પ્રાપ્ત થાઓ, એ પ્રકારના અધ્યવસાયરૂપ ભક્તિના અતિશયથી અધિકતા સંપાદન કરવા માટે પ્રાર્થના કરે. તે શ્રાવક સાક્ષાત્ પોતે પૂજા-સત્કાર કરે છે, પરંતુ કાયોત્સર્ગ દ્વારા પણ પૂજા-સત્કારનું ફળ મને પ્રાપ્ત થાઓ, એ જ અધિકતા સંપાદનરૂપ છે; અને તે કરવાથી તે વખતે ભક્તિનો અતિશય પ્રગટે છે. કેમ કે જેમને પૂજા-સત્કારનું મહત્ત્વ હોય તે વ્યક્તિ પૂજા-સત્કારના ફળને કાયોત્સર્ગ દ્વારા પણ પ્રાપ્ત કરવા માટે ઈચ્છે છે ત્યારે, પૂજા-સત્કારકાળમાં વર્તતી ભક્તિ કાયોત્સર્ગકાળમાં અધિક વૃદ્ધિ પામે છે. ઉત્થાન :
પૂર્વમાં શ્રાવકને વંદન, પૂજન અર્થે કાઉસ્સગ્ન કરવો નિરર્થક નથી, તેનું સ્થાપન કર્યું. હવે તે જ વાતને દશાર્ણભદ્રના દૃષ્ટાંતથી વધારે સ્પષ્ટ કરતાં કહે છે - ટીકાર્ય :
વિશ્વ વૃદન્તઃ વળી આ ભગવાન અતિ આદરથી વંદાતા, પૂજાતા પણ અનંતગુણપણું હોવાથી વંદિત, પૂજિત ન થાય. અહીંયાં દશાર્ણભદ્રનું દાંત છે.