________________
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
૧૫
શ્લોક-૨૩માં અરિહંતચેઈઆણં કાયોત્સર્ગ સૂત્રથી સાધુને દ્રવ્યસ્તવની અનુમોદના પ્રાપ્ત થાય છે, તે વાત યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી, દ્રવ્યસ્તવમાં શ્રાવક સાક્ષાત્ પૂજા-સત્કાર કરે છે, આમ છતાં, કાયોત્સર્ગ દ્વારા તેના ફળની પ્રાર્થના કેમ કરે છે ? અને સાધુ છકાયના સંયમવાળા છે, છતાં કાયોત્સર્ગ દ્વારા ભગવાનના પૂજાસત્કારરૂપ દ્રવ્યસ્તવના ફળની પ્રાર્થના કેમ કરે છે ? એ પ્રકારની શંકાનું યુક્તિથી સમાધાન કરેલ છે. વળી કાયોત્સર્ગ શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાપૂર્વક કરવાનો છે અને તેના વગર કરાતા કાયોત્સર્ગથી ઈષ્ટની સિદ્ધિ થાય નહિ, તે વાતનું યુક્તિથી સમર્થન કરેલ છે.
શ્લોક-૨૪માં દ્રવ્યસ્તવ, ભક્તિ અને હિંસા ઉભયથી મિશ્ર હોવાને કારણે દ્રવ્યસ્તવની અનુમોદનાથી સાધુને હિંસાની અનુમોદના પ્રાપ્ત થશે, એ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું યુક્તિથી નિરાકરણ કરેલ છે. વળી જેમ સરાગસંયમની અનુમોદનામાં રાગાંશની અનુમોદના નથી, તેમ દ્રવ્યસ્તવની અનુમોદનામાં હિંસા અંશ પણ અનુમોઘ નથી, આથી જ ગજસુકુમા૨ને શ્મશાને જવાની ભગવાને અનુજ્ઞા આપી. તેમાં ગજસુકુમારના મસ્તક ઉપર જે અંગારાનું જ્વલન થયું, તેમાં ભગવાનની અનુમોદના નથી.
વળી, ‘પ્રમાદયોગથી પ્રાણનું વ્યપરોપણ=પ્રાણનો નાશ, હિંસા’ અને ‘અપ્રમાદ યોગથી પ્રાણનું વ્યપરોપણ=પ્રાણનો નાશ, અહિંસા,' એ વ્યવહારનયનું લક્ષણ છે, અને નિશ્ચયનયથી ‘પ્રમાદ એ હિંસા’ અને ‘અપ્રમાદ એ અહિંસા' છે, તેનું તાત્પર્ય યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૨૫માં દ્રવ્યસ્તવ મિશ્ર હોવાને કારણે સાધુને અનુપદેશ્ય સ્વીકા૨વામાં આવે તો શ્રાવક ધર્મ પણ મિશ્ર હોવાથી સાધુ તેનો ઉપદેશ આપી શકે નહિ, તેથી જેમ શ્રાવકધર્મ મિશ્ર હોવા છતાં સાધુ તેનો ઉપદેશ આપે છે, તેમ દ્રવ્યસ્તવનો પણ સાધુ ઉપદેશ આપી શકે છે, તે વાત યુક્તિથી સ્થાપન કરેલ
છે.
વળી, શ્રાવકને શ્રમણલિંગ ગ્રહણ કરીને ભીક્ષાગ્રહણ ઉચિત નથી, આથી જ આનંદાદિ શ્રાવકોએ ભિક્ષાવૃત્તિ સ્વીકારી નથી. આમ છતાં, અંબડ શ્રાવક પરિવ્રાજકલિંગમાં હોવાને કા૨ણે તેમને ભિક્ષાવૃત્તિ અનુચિત નથી, તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી, સાધુધર્મને છોડીને શ્રાવકધર્મનો પ્રથમ ઉપદેશ આપવામાં આવે ત્યારે, ક્યારે ક્રમનું ઉલ્લંઘન પ્રાપ્ત થાય છે અને ક્યારે પ્રથમ શ્રાવક ધર્મનો ઉપદેશ આપવા છતાં ક્રમનું ઉલ્લંઘન થતું નથી, તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
શ્લોક-૨૭માં - (૧) આશંસાનુમતિ (૨) સંવાસાનુમતિ અને (૩) અનિષેધાનુમતિ, આ રીતે ત્રણ પ્રકારની હિંસાની અનુમતિ પ્રાપ્ત થાય છે. એ ત્રણે પ્રકારની અનુમતિ દ્રવ્યસ્તવમાં કેમ નથી ? તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.