________________
પ્રતિમાશતક | શ્લોક : ૨૧
प्रकृतं સાહ - પ્રકૃતનું નિગમન કરતાં કહે છે
(૮) i ..... પ્રીયસ્તે ।।૮।। ‘i’=આ પ્રમાણે પરમાર્થથી તો આનાથી=મહાદાનથી, આમનો=તીર્થંકરનો, કોઈ અપૂર્વ અર્થ=પુરુષાર્થ, સિદ્ધ થતો નથી, પરંતુ =તીર્થંકરપણાનું કારણ, પૂર્વ=પૂર્વભવ ઉપાર્જિત, ર્મ=તીર્થંકરનામકર્મ, ક્ષય પામે છે.
છે ‘તપૂર્વમેવ’ અહીં ‘F’ કાર અભિનવ શુભબંધનો વ્યવચ્છેદ કરે છે.
અહીં અપૂર્વ અર્થ સિદ્ધ થતો નથી, તેમ કહ્યું ત્યાં ‘અપૂર્વ' શબ્દનો અર્થ કરતાં કહે છે -
अपूर्वो ઊનનાત્, અપૂર્વ=નવા શુભકર્મના બંધનું કારણ એવો કોઈ અર્થ સિદ્ધ થતો નથી. (એ પ્રમાણે અર્થ જાણવો.) કેમ કે જ્ઞાનીકૃત કર્મનું=ક્રિયાનું, બંધ-અજનકપણું છે.
૨૫
વિશેષાર્થ :
મહાજ્ઞાની ભગવાનની દાનાદિ ક્રિયા અભિનવ શુભ કર્મબંધનું કારણ બનતી નથી; પરંતુ તે દાનાદિ ક્રિયાથી તીર્થંક૨૫ણામાં કારણીભૂત પૂર્વભવમાં બાંધેલું તીર્થંકરનામકર્મ જ ક્ષીણ થાય છે.
ટીકા ઃ
अवश्यं चोक्तसूत्रविहितमौनस्य विशेषविषयत्वं सूत्रमात्रप्रणयिनापि मृग्यम्, कथमन्यथा भगवत्यामाधाकर्मिकदानप्रतिषेधः, सूत्रकृते च ब्राह्मणभोजनदानप्रतिषेधः सङ्गतिमञ्चति ? कथं च साधुगुणयुक्तस्याल्पतरपापबहुतरनिर्जराहेतुत्वेनाप्रासुकदानविधिरपि ? इति स्याद्वादेन वस्तुस्थापनाऽशक्तस्यैव च मौनं तच्छक्तेन तेन च देशकालाद्यौचित्येनान्यतरोपदेश एव विधेय इत्ययमेव मौनीन्द्रः सम्प्रदायः । तदुक्तमाधाकर्मिकमाश्रित्यानाचारश्रुताध्ययने सूत्रकृते -
'अहागडाई भुंजंति, अन्नमन्ने सकम्मुणा ।
उवलित्ते त्ति जाणिज्जा अणुवलित्ते त्ति वा पुणो ।। १ ।।
46
एतेहिं दोहिं ठाणेहिं ववहारो न विज्जइ ।
एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए" ।। २ ।। ' त्ति (द्वि श्रु० अ० ५ गा० ८-९ )
ટીકાર્ય :
અવશ્ય ..... સસ્ત્રવાયઃ । અને અવશ્ય ઉક્ત સૂત્ર=ને ઞ વાળ પસંસતિ' એ સૂત્રવિહિત મૌનનું વિશેષ વિષયપણું સૂત્રમાત્ર સ્વીકારનારા વડે પણ માનવું જોઈએ. અન્યથા, ભગવતીસૂત્રમાં આધાકર્મિક દાનનો પ્રતિષેધ, અને સૂત્રકૃતાંગમાં બ્રાહ્મણને ભોજનના દાનનો પ્રતિષેધ કેવી રીતે સંગત થાય ? અને સાધુગુણયુક્તને અલ્પતર પાપ અને બહુનિર્જરાના હેતુપણા વડે કરીને અપ્રાસુકદાનનો વિધિ પણ કેવી રીતે સંગત થાય ? અર્થાત્ સંગત થાય તહિ. એથી કરીને સ્યાદ્વાદ વડે કરીને વસ્તુના સ્થાપનમાં અશક્તને જ મૌન છે, અને તેમાં સમર્થ=સ્યાદ્વાદના સ્થાપનમાં સમર્થ, એવા તેના વડે દેશકાલાદિના
K-૨૨