SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રતિમાશતક) શ્લોક : ૨૧ ઓળંગીને સર્વદુ:ખના અભાવરૂપ મોક્ષનું ભાજન બને ! ઈત્યાદિરૂપ અધ્યવસાય તે આશયભેદ છે. સક્રિયતે ..... પ્રવર્તનમ્ | અધિકરણ શું છે તે બતાવતાં કહે છે - જેના વડે જીવ દુર્ગતિનો અધિકારી કરાય તે અધિકરણ અસંયતના સામર્થના પોષણને કારણે પાપારંભનું પ્રવર્તન તે અધિકરણ, છે. વિશેષાર્થ: અહીં ‘” શબ્દ પૂર્વના કથનને બતાવે છે, અને તે કથન એ છે કે, અવસ્થાઔચિત્યના યોગથી ભગવાને બ્રાહ્મણને વસ્ત્રદાન આપ્યું. તેથી શ્લોક-પમાં બતાવ્યું તે પ્રમાણે આગમનો વિરોધ આવતો નથી. કેમ કે સાધુના વસ્ત્રદાનમાં આશયભેદ છે. તાત્પર્ય એ છે કે જો બ્રાહ્મણ દુઃખી છે અને તેના દ્રવ્યદુઃખને દૂર કરવાના આશયથી ભગવાને વસ્ત્રદાન આપ્યું હોય, તો અસંયતના પોષણનું કારણ તે વસ્ત્રદાન થાય, તેથી તે અધિકરણ બને; પરંતુ ભગવાને ભાવદયાથી બ્રાહ્મણને વસ્ત્રદાન આપેલ છે. તેથી જ આશયભેદ બતાવતાં કહે છે કે, આ ગરીબ બિચારો કઈ રીતે સંસારસાગરથી તરે ! અને સંપૂર્ણ દુઃખોથી રહિત એવી મોક્ષ અવસ્થા પામે ! એ પ્રકારના અધ્યવસાયથી ભગવાને વસ્ત્રદાન આપેલ છે; એ રૂપ આશયભેદ હોવાને કારણે તે વસ્ત્રદાન અધિકરણરૂપ સંમત નથી, પરંતુ વસ્ત્ર લેનાર વ્યક્તિ જે મિથ્યાત્વાદિ ગુણસ્થાનકમાં વર્તે છે, તેનાથી અન્ય એવા ચતુર્થ અવિરતિસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકની પ્રાપ્તિનું કારણ બને છે, અને તે ચતુર્થ ગુણસ્થાનક વળી અપ્રમત્તસયત ગુણસ્થાનકનું કારણ બને છે. તેથી તે વસ્ત્ર લેનાર ક્રમે કરીને સર્વ દુઃખથી રહિત મોક્ષ અવસ્થાને પ્રાપ્ત કરનાર બને છે. અને તે અસંયતને અપાતા વસ્ત્રદાનમાં ભગવાનનો આશય પરંપરાએ તેને અપ્રમત્તસંયત ગુણસ્થાનકનું કારણ જાણીને આપવાનો હતો. તેથી તે વસ્ત્રદાન અધિકરણરૂપ બનતું નથી. ટીકાર્ય : સૂત્રએ ..... રૂાદ - વળી પૂર્વના કથન સાથે સૂત્રકૃતાંગના ‘ને આ તા’ સૂત્રનો વિશેષ વિષય હોવાથી અવિરોધ છે, તે બતાવે છે - (૭) યે તુ..... મહાત્મમ: IITજેઓ દાનને પ્રશંસે છે, ઈત્યાદિ જે સૂત્ર સંભળાયેલું છે, તે મહાત્માઓ વડે અવસ્થાભેદવિષયક જાણવું. પુષ્ટાર્તવન ..... અનુવાન - પુણાલંબનમાં અનિષેધક આ સૂત્ર છે, એ પ્રમાણે તાત્પર્યાર્થ છે અપુષ્ટ આલંબનમાં જ આ સૂત્ર દાનની પ્રશંસાનો નિષેધ કરે છે. શંખવાઘનપૂર્વક અર્થીને ભોજન આપતા એવા હરિભદ્રસૂરિની જ આ કપોલકલ્પના છે, એમ ન કહેવું. કેમ કે સંવિજ્ઞપાક્ષિક એવા તેમનું મૃતથી અનુત્તીર્ણવાદીપણું છે. અર્થાત્ સંવિજ્ઞપાક્ષિક ક્યારેય પણ આગમવિરુદ્ધ વચન બોલે જ નહિ, તે દ્વાત્રિશિકા પ્રકરણમાં અષ્ટક પ્રકરણના વૃત્તિકારના અનુવાદરૂપે અમે કહીએ છીએ. ર ર ..... સંવિનાશિ | પોતાના દાનને પોષણ કરવા આ અસુંદર કહ્યું છે તેમ ન કહેવું. જે કારણથી શ્રી હરિભદ્ર ભગવાન સંવિજ્ઞપાક્ષિક હતા. “તિ’ શબ્દ કાત્રિશિકાના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. (દાનાત્રિશિકા શ્લો. ૧૯)
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy