________________
૨૮૧
પ્રતિમાશતક, શ્લોક : ૨૧ હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ, બ્રાહ્મણ અવસ્થામાં હતા ત્યારે, તેઓ જૈન સાધુ પ્રત્યે વિનયાન્વિત ન હતા તે વખતે, કોઈ જૈન સાધુ તેમને તેમનું દર્શન ખોટું છે તે સમજાવવા પ્રયત્ન કરે તો, તે વખતે તેમને તે વાત બેસે. નહિ. પરંતુ જ્યારે વિશેષ નિમિત્તને પામીને યાકિનમહત્તરા પ્રત્યે વિનયાવિત થયા અને યાકિનમહત્તરાએ ગુરુ પાસે મોકલ્યા, ત્યારે વિનયપૂર્વક ગુરુને તે ગાથાનો અર્થ પૂછે છે, અને ગુરુ કહે છે તે અર્થના તત્ત્વને શિષ્યભાવથી સ્વીકારે છે. તે જ રીતે જે જીવ પ્રજ્ઞાપનીય હોય અને ઉપદેશક પ્રત્યે વિનયાન્વિત હોય, તે જીવના દુષ્કૃત્યનો સમર્થ વ્યક્તિએ નિષેધ કરવો જોઈએ, એ પ્રકારની વ્યાપ્તિ છે.
વળી કોઈ જીવ ગુરુ પ્રત્યે વિનયાન્વિત હોય, તેથી ગુરુને વિનયપૂર્વક પૃચ્છા આદિ કરતો પણ હોય, અને ઉચિત વિનય આદિ કરતો પણ હોય, આમ છતાં પોતાને કોઈ વસ્તુમાં અસદ્ગહ થઈ ગયો હોય અને તે વસ્તુમાં અપ્રજ્ઞાપનીય હોય, તો તે વખતે, વિનયાન્વિત પણ અપ્રજ્ઞાપનમાં તેના દુષ્કૃત્યનો નિષેધ થાય નહિ.
જમાલિએ જ્યારે ભગવાન પાસે પૃથગુ વિહારની અનુજ્ઞા માંગી ત્યારે તેઓ અવિનયાન્વિત હતા, અને ઉસૂત્રભાષણ કર્યા પછી અપ્રજ્ઞાપનીય બન્યા. ટીકાર્ચ -
તેન .... સત્ય વ ા તેથી કરીને પ્રજ્ઞાપનીય અને વિજયાન્વિત પુરુષમાં દોષવાન વસ્તુનો નિષેધ ઉચિત છે, તેથી કરીને, જમાલિ વડે પૃથ વિહારની કર્તવ્યતાને પુછાયેલા ભગવાન, તેની દુષ્ટતાને જમાલિની પૃથર્ વિહારની દુષ્ટતાને, જાણતાં પણ નિષેધ ન કર્યો પરંતુ મૌન રહ્યા, ત્યાં દોષ નથી. જે કારણથી અવિનીતમાં સત્ય વચનનો પ્રયોગ પણ ફળથી અસત્ય જ છે.
તવાદ' - તે=અવિનીતમાં સત્યવચનનો પ્રયોગ પણ ફળથી અસત્ય છે તે, કહે છે -
વિળીય .... પત્તિની || અવિનીતને આજ્ઞા કરતો ક્લેશ કરે છે અને મૃષા જ બોલે છે. ઘંટાલાહને જાણીને કટકરણમાં=કડુ બનાવવામાં, કોણ પ્રવૃત્તિ કરે ?
ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
જમાલિને ભગવાને પૃથગુ વિહારનો નિષેધ કર્યો હોત, તો તે વખતે, ભગવાનની આજ્ઞાને માન્ય કરે નહિ, તેવી ભૂમિકામાં જમાલિ હોવાથી, અવિનીત એવા તેમનામાં નિષેધરૂપ સત્યવચનનો પ્રયોગ પણ ફળથી અસત્ય જ બને. કેમ કે નિષેધ કરવા છતાં તેઓ પ્રવૃત્તિ કરે, તો ભગવાનની આજ્ઞાના ઉલ્લંઘનરૂપ વિશેષ પ્રકારનું અહિત તેમને પ્રાપ્ત થાય.
અને તે કથનમાં સાક્ષી આપતાં તવાદ થી કહ્યું, તેનો ભાવ એ છે કે, બરઠ લોઢાને જાણીને, તેમાંથી કટરૂપ કાર્યવિશેષ થઈ શકે તેવું નથી તેમ જાણીને, કોઈપણ વિચારક વ્યક્તિ તેમાંથી કડુ બનાવવાનો પ્રયત્ન ન કરે; તેમ બરઠ લોઢા સમાન અવિનીત પુરુષને વિચારક વ્યક્તિ આજ્ઞા કરે નહિ.