________________
૨૮૫
પ્રતિમા શતક | શ્લોક : ૨૧ થયેલા ૩૬૩ પાખંડીઓને સમ્યમ્ ઉત્તર આપવો, અથવા વાગૂ વિષયની ગુપ્તિ રાખવી. આ પ્રમાણે હું કહું છું. (સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે) એ પ્રકારે ફલિતાર્થ છે. ટીકા :- .
___ तथा प्रज्ञाप्ये प्रज्ञापनीये, विनयान्विते पुरुषे इत्यपि विशेषनीयम्, कुतः ? निषेधस्य विफलतायाः श्रोतुर्वृषोदयस्य चासंभवात्, तेन जमालिना पृथग्विहारकर्त्तव्यतां पृष्टो भगवांस्तदुष्टतां जानानोऽपि यन्न निषिद्धवान् किन्तु मौनमास्थितवांस्तत्र न दोषः, अविनीते हि सत्यवचः प्रयोगोऽपि फलतोऽसत्य પર્વ તલાદ -
"अविणीयमाणवंतो, किलेस्सइ भासई मुसं चेव ।
घण्टालोहं णाउं को कडकरणे पवत्तिज्ज" (१५०) ।। त्ति (श्रीविंशतिविंशतिका प्रक० ७/५)
तत्प्रज्ञाप्ये विनीते सूर्याभे नाट्यकर्त्तव्यतां पृष्टवति भगवतो मौनमनुमतिमेव व्यञ्जयतीति स्थितम् । ટીકાર્ય :
તથા પ્રજ્ઞાણે ...... અસંમતિ, તથા પૂર્વોક્ત વ્યાપ્તિમાં પ્રજ્ઞાપનીય અને વિજયાવિત પુરુષમાં, એ પ્રકારે પણ વિશેષણ આપવું જોઈએ. કેમ ? તેમાં હેતુ કહે છે - નિષેધની વિફલતાનો અને શ્રોતાને
ષના ઉદયનો અસંભવ છે. વિશેષાર્થ -
મૂળ શ્લોકમાં કહ્યું કે, અનભિમત ત્યાગના અનુપસ્થાપનથી અન્યત્ર પ્રતિબંધ હોવાથી દુષ્ટમાં નિષેધની સ્થિતિ છે. તેનાથી વ્યાપ્તિ એ પ્રાપ્ત થાય છે, અનભિમત ત્યાગના અનુપસ્થાપનથી અન્યત્ર દુષ્ટ કાર્યમાં નિષેધ કરવો જોઈએ, ત્યાં પ્રજ્ઞાપનીય અને વિનયાન્વિત પુરુષવિષયક એ પ્રમાણે વિશેષણ આપવું જોઈએ. કેમ કે નિષેધની વિફલતા અને શ્રોતાને દ્વેષના ઉદયનો અસંભવ છે.
કહેવાનો આશય એ છે કે, પ્રજ્ઞાપનીય અને વિનયાન્વિત પુરુષ ન હોય તો, દોષવાન વસ્તુનો નિષેધ કરવામાં આવે તો; અપ્રજ્ઞાપનીયતાને કારણે તે ઉપદેશ વિફલ થાય; અને અવિનીત હોવાને કારણે શ્રોતાને દ્વેષનો ઉદય થાય, પરંતુ નિષેધનું પ્રયોજન સિદ્ધ થાય નહિ.
અહીં પ્રજ્ઞાપ્ય અને વિનયાન્વિત એ બે વિશેષણો આપ્યાં છે, તેનો આશય એ છે કે, કોઈ જીવ તત્ત્વનો અર્થી હોય અને અનાભોગાદિથી ભૂલ કરતો હોય ત્યારે, યોગ્ય વ્યક્તિ તેને સમજાવે તો તે સમજે તેવો હોય ત્યારે તે પ્રજ્ઞાપનીય કહેવાય. અને આવો પ્રજ્ઞાપનીય જીવ જો ઉપદેશક પ્રત્યે વિનયાન્વિત ન હોય, તો તે ઉપદેશક તે જીવને સમજાવવા પ્રયત્ન કરે તો પણ તેને તે વાત સમજાય નહિ. જેમ પ્રજ્ઞાપ્ય પણ પૂજ્ય