________________
૨૮૧
પ્રતિમાશતક, શ્લોક : ૨૧ ધર્મની પ્રાપ્તિ કરાવવા માટે યત્ન પણ કરે. જેમ - શોભનમુનિ માટે પોતાના ભાઈ ધનપાલકવિ અનુકૂળ પ્રત્યેનીક હતા. કેમ કે ધનપાલકવિને જૈન દર્શન પ્રત્યે દ્વેષ હતો, પરંતુ પોતાના ભાઈ પ્રત્યે લાગણી હતી, તેથી ધનપાલકવિ તેમના માટે અનુકૂળ પ્રત્યેનીક હતા. અને શોભનમુનિની વ્યાખ્યાનશક્તિ હતી, તેથી ધનપાલકવિ દ્વારા અપાયેલ અશુદ્ધ આહારદાનનો નિષેધ કર્યો. અર્થાત્ કહ્યું કે, આ દહીં અમારા માટે અકથ્ય છે, અને વ્યાખ્યાનશક્તિ હોવાને કારણે અશુદ્ધ તરીકે સ્થાપન પણ કરી શક્યા. પરંતુ પોતાની વ્યાખ્યાનશક્તિ ન હોય તો આ આહાર અશુદ્ધ છે, એમ કહીને તેનો નિષેધ કરી શકે નહિ; અને જો નિષેધ કરે તો તે પ્રત્યેનીક હોવાને કારણે ધર્મનું લાઘવ કરે. તેથી કરીને દોષવાળામાં નિષેધ કરવો જોઈએ, એ પ્રકારની વ્યાપ્તિમાં વ્યભિચાર છે, તે આ રીતે -
અશુદ્ધ આહાર દોષવાળો હોવા છતાં વ્યાખ્યાનશક્તિ ન હોય તો અનુકૂળ પ્રત્યનીકમાં નિષેધ કરાતો નથી, તેથી ત્યાં મૌન લેવાય છે. માટે દોષવાળી વસ્તુમાં નિષેધ જ કરવો જોઈએ અને નિષેધ ન કરવામાં આવે તો તેમાં સંમતિ છે, તેમ કહી શકાય નહિ. ઉત્થાન :
ઉપરોક્ત વ્યભિચારના વારણ અર્થે‘પ્રતિવંધતા' હેતુનો પરિષ્કાર કરતાં ત્રાટ' - થી ગ્રંથકાર કહે છે - ટીકાર્ચ -
તત્રીદ.....તત ત્યાં=વ્યાપ્તિમાં, કહે છે કે અભિમત જે ત્યાગ તેની ઉપસ્થાપના અનુકૂળ શક્તિના અભાવથી અન્યત્ર એના વિના, વ્યાપ્તિ છે. વિશેષાર્થ :
જે દાન આપનાર અશુદ્ધ દાન આપી રહ્યો છે, તેને આ દાન અશુદ્ધ છે એ રીતે અનભિમત હોવાને કારણે, તે અશુદ્ધ આહારના દાનનો ત્યાગ દાન આપનારને અનભિમત છે. જેમ ધનપાલકવિને પોતે જે અશુદ્ધ દહીં આપે છે, તેના દાનનો ત્યાગ તેને અનભિમત છે; અને તેને અશુદ્ધરૂપે સ્થાપન કરવાને અનુકૂળ શક્તિ ન હોય તો ત્યાં નિષેધ કરાય નહિ. તેથી તેના સ્થાનને છોડીને અવશ્ય નિષેધ કરવો જોઈએ, એ પ્રકારની વ્યાપ્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ભક્તિકર્મમાં ભગવાનનું મૌન લેવું ઉચિત પ્રાપ્ત ન થાય. કેમ કે, ભગવાનને સૂર્યાભનું ભક્તિકૃત્ય દોષરૂપ દેખાય તો તેનો અવશ્ય નિષેધ કરે, કેમ કે સૂર્યાભ અનુકૂળ પ્રત્યેનીક નથી. અને જો કોઈ અનુકૂળ પ્રત્યેનીક હોય તો ભગવાનની વ્યાખ્યાનશક્તિ છે, તેથી તે ભક્તિકૃત્યને દોષવાનરૂપે સ્થાપન કરી શકે. પરંતુ ભગવાનને તે ભક્તિકૃત્ય દોષરૂપે જણાતું ન હતું, આથી જ ભગવાને ત્યાં મૌનથી સંમતિ આપી છે. પરંતુ પૂર્વપક્ષી માને છે તેમ તે ભક્તિકૃત્યને દોષરૂપે સ્વીકારીએ તો ભગવાને ત્યાં નિષેધ જ કરવો જોઈએ, જ્યારે ભગવાન ત્યાં મૌન રહ્યા. તેથી નક્કી થાય છે કે, ભક્તિકર્મ નિષેધ કરવા યોગ્ય નથી.