SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ પ્રતિમાશતક/ શ્લોક : ૨૦ છે, અને અહીં કહે છે કે, નાટ્યકરણાદિ પર્યાપાસનાનો પણ ઉપદેશ છે, તેથી એ બે કથનોનો સામાન્યથી વિરોધ દેખાય. પરંતુ જ્યારે સૂર્યાભે કહ્યું કે હું સૂર્યાભ વંદન કરું છું યાવત્ પર્યાપાસના કરું છું, ત્યારે તેનું તે કૃત્ય તેની ભૂમિકાને અનુરૂપ કર્તવ્ય છે તે બતાવવા માટે ભગવાને સ્પષ્ટ સંમતિ આપી; અને ત્યાર પછી સૂર્યાભદેવ નાટક કરવાની સન્મુખ થઈને નાટક કરવા માટે ફરી અનુજ્ઞા માંગે છે ત્યારે, ગૌતમસ્વામી આદિ મુનિઓના સ્વાધ્યાયના ભંગના કારણે ભગવાને મૌનથી જ સંમતિ આપી છે, અને પૂર્વે સદં ... વ ઈત્યાદિ રૂ૫ સૂર્યાભના પ્રશ્નમાં તેની ભૂમિકાને અનુરૂપ જે કૃત્યો કર્તવ્ય હોય તેને કર્તવ્ય બતાવવા અર્થે, “પોરામે થી સ્પષ્ટ કર્તવ્યપણે બતાવેલ છે. તેથી વિરોધ નથી. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે “પોરાળાં' ઈત્યાદિ રૂ૫ ભગવાનનું વચન નાટ્યકરણાદિરૂ૫ પર્યાપાસનાનો પણ ઉપદેશ આપે છે. ત્યાં પ્રશ્ન થાય કે ભગવાને ‘પોરાર્થિ' થી માંડીને યાવત્ સ્વ-સ્વનામગોત્ર સંભળાવે છે ત્યાં સુધી જ જવાબ આપેલ છે, પરંતુ પૂર્વના દેવો યાવતું પર્યાપાસના કરે છે ત્યાં સુધી જવાબ આપ્યો નથી. તેથી નાટ્યકરણમાં ભગવાનની સંમતિ છે તેમ માની શકાય નહિ, પરંતુ ભગવાનની નામગોત્રના શ્રવણ સુધી જ સંમતિ છે અને પર્યુપાસનામાં અસંમતિ છે, એમ સ્થૂલદષ્ટિથી લાગે છે. તેથી કહે છે - ટીકાઃ न च नामगोत्र श्रावणविधिः स्वतन्त्र एव तस्य सुखदुःखहान्यन्यतरत्वाभावेन फलविधित्वाभावानापि साधनविधिः पर्युपासनाया एव साधनत्वात्, तत्समकक्षतया नामगोत्र श्रावणस्य साधनत्वासिद्धेः, किन्तु चिकीर्षितसाधनानुकूलप्रतिज्ञाविधि शेषतया तस्योपयोगः शेषेण च शेषिण आक्षेपः सुकर एवेति व्युत्पत्रानां न कश्चिदत्र व्यामोहः । ટીકાર્ચ - ન ઘ .....સાધના, સામગોત્ર શ્રાવણવિધિ સ્વતંત્ર જતથી, તેમાં હેતુ કહે છે - કામગોત્ર શ્રાવણનું સુખહાનિ અથવા દુખહાનિ-અન્યતરત્વનો અભાવ હોવાથી ફળવિધિત્વનો અભાવ છે. રામગોત્ર શ્રાવણવિધિ, સાધનવિધિ પણ નથી. તેમાં હેતુ કહે છે - પર્થપાસનાનું જ સાધનપણું છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, પÚપાસનાની જેમ નામગોત્રશ્રાવણવિધિને પણ પર્યાપાસનાની સમકક્ષ સ્વીકારીને સાધનવિધિ કહીએ તો શું વાંધો છે? તેથી કહે છે - ટીકાર્ય : તત્સમવસતયા .... બસ, તેના સમકક્ષપણાથી=પર્થપાસનાના સમકક્ષપણાથી, રામગોત્રશ્રાવણના સાધનપણાની અસિદ્ધિ છે.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy