________________
૨૯
પ્રતિમાશતક/ શ્લોકઃ ૨૦ કરીને જ “હું સૂર્યાભ, દેવાનુપ્રિયને વંદન કરું છું” ઈત્યાદિ વચનમાં આ પુરાણું છે, એ પ્રમાણે ભગવાન વડે કહેવાયું. અને આ=જે ભગવાન વડે કહેવાયું છે, નાટ્યકરણાદિ પર્થપાસનાનો પણ ઉપદેશ છે. તેમાં હેતુ કહે છે - એવું ન સ્વીકારીએ તો, “નાવ અનુવાસમ’ એ પ્રમાણેના ઉત્તરનો અભાવ હોવાથી ન્યૂનતાની આપત્તિ છે. વિશેષાર્થ:
દેવતાઓના વંદનાદિને ધોરાળમેવું એ પ્રકારના દેવોના આચરણને આશ્રયીને ભગવાન સ્પષ્ટ કર્તવ્ય કહે છે. આથી કરીને જ હું સૂર્યાભ, દેવાનુપ્રિયને વંદન કરું છું ઈત્યાદિ ઉક્તિમાં, આ પુરાણું છે, એ પ્રમાણે ભગવાન વડે કહેવાયું.
‘કત વ... ડૉ મજાવતા' ત્યાં સુધીના પદાર્થમાં આદિ પદથી કહેલ પદાર્થ આ પ્રમાણે છે -
“હું સૂર્યાભ, દેવાનુપ્રિયને વંદન કરું છું, અને વંદન કરીને નમસ્કાર કરીને યાવતું પર્ફપાસના કરું છું” એ પ્રમાણે સૂર્યાભદેવ વડે કહેવાય છતે, ભગવાન વડે “આ પુરાણું છે' ઈત્યાદિ કહેવાયું, અર્થાત્ આ પૂર્વના દેવોએ પૂર્વના ભગવંતો પ્રત્યે આચરેલ છે, અને તે કારણથી અરિહંત ભગવાનને વંદન કરીને, નમસ્કાર કરીને સ્વ-સ્વનામગોત્ર સંભળાવે છે એ પ્રમાણે ભગવાન વડે કહેવાયું. અને એટલું જ ભગવાન વડે કહેવાયું, તે અર્થથી નાટ્યકરણાદિ પર્યાપાસનાનો પણ ઉપદેશ છે.
યદ્યપિ ભગવાને સ્વ-સ્વનામ ગોત્ર સંભળાવે છે ત્યાં સુધી જ કથન કર્યું છે, પરંતુ સૂર્યાભના પ્રશ્નના જવાબમાં યાવતુ પર્યાપાસના કરે છે, ત્યાં સુધી કથન કર્યું નથી; તો પણ આ પૂર્વના દેવોએ આચરેલું છે એ કથન,યાવતું પક્પાસના સુધીના સૂર્યાભના પ્રશ્નના જવાબરૂપે છે. તેથી સૂર્યાબે વંદન કરું છું ત્યાંથી માંડીને યાવતુ પર્યાપાસના કરું છું એમ જે કહ્યું, તે નાટ્યકરણાદિરૂપ પર્યાપાસનાની પૃચ્છા હતી. અને તેનો પણ જવાબ ભગવાને પોરામે થી આપેલ છે, તેથી ત્યાં સ્પષ્ટ કર્તવ્યનું વિધાન છે. અન્યથા નાટ્યકરણાદિ પર્યાપાસનાની સંમતિ સ્વીકારવામાં ન આવે, અને કહેવામાં આવે કે, ભગવાને એટલું જ કહ્યું છે કે, પૂર્વના દેવો વંદન કરીને, નમસ્કાર કરીને સ્વ-સ્વનામગોત્ર સંભળાવે છે, તેથી વંદન-નમસ્કારમાં જ ભગવાનની સ્પષ્ટ અનુજ્ઞા છે, પરંતુ નાટ્યકરણાદિ પર્યાપાસનામાં નહિ, તો; “નાવ પન્નુવાનિ' એ કથનના ઉત્તરનો અભાવ હોવાને કારણે ન્યૂનતાની આપત્તિ આવે. અર્થાત્ સૂર્યાભે કહ્યું કે હું સૂર્યાભદેવ વંદન કરું છું, નમસ્કાર કરું છું, યાવત્ પર્યાપાસના કરું છું; તેના જવાબમાં ભગવાને કેવલ વંદનવિષયમાં જ આ પુરાણા દેવોએ આચરેલું છે એમ કહ્યું, અને પપાસનામાં કાંઈ જવાબ ન આપ્યો, તેથી ભગવાનના તે પ્રત્યુત્તરમાં ન્યૂનતાની આપત્તિ આવે. કેમ કે પૂછનાર પોતાના પ્રશ્નોના પૂર્ણ જવાબથી જ સંતોષ પામે છે, અને ભગવાન અપૂર્ણ ઉત્તર આપે નહિ, એથી પુરાણા દેવોએ આચરેલું છે એ કથનથી, નાટ્યકરણાદિ પર્યાપાસનાની પણ ભગવાનની અનુજ્ઞા છે.
અહીં વિશેષ એ છે કે, શ્લોક-૧૯ની ટીકામાં કહ્યું કે, નૃત્યદર્શનની વિધિમાં ભગવાન, ગૌતમસ્વામી આદિ મુનિઓના સ્વાધ્યાયનો ભંગ અને સૂર્યાભની ભવનો ધ્વંસ કરનારી ભક્તિના લાભને સામે રાખીને બંને તુલ્ય આય-વ્યય જોવાથી મૌન રહેલ. તેથી એ પ્રાપ્ત થાય કે નૃત્યપ્રદર્શનમાં ભગવાને મૌનથી જ સંમતિ આપી