________________
પ્રતિમાશતક, શ્લોક : ૧૯
૨૬૩ ટીકાર્થ:
સ્વચ્છ સ્થિતમ્ વીતરાગ હોવાથી સ્વની=ભગવાનની, નૃત્યદર્શનવિધિમાં ઈચ્છા નથી; વળી સાધુઓનેકગીતમાદિને, નૃત્યદર્શનમાં સ્વાધ્યાયનો ભંગ છે, અને તે તેઓનેeગીતમાદિને, અનિષ્ટ છે; અને સૂર્યાભદેવની ભક્તિ ભવધ્વંસિની=સંસારનો ઉચ્છેદ કરનારી અને અતિશયવાળી–ઉત્કર્ષવાળી, છે અને તે=ભક્તિ, તેનું સૂર્યાભનું, બલવાન ઈષ્ટસાધન છે. આ પ્રકારે નૃત્યપ્રદર્શનમાં ગીતમાદિની અને સૂર્યાભના સમુદાયની અપેક્ષાએ તુલ્ય આય-વ્યયને જાણતા સમાનહાનિ-વૃદ્ધિને પ્રતીત કરતા=કેવલજ્ઞાનના પ્રકાશથી જોતા, એવા સ્વામી વડે=વર્ધમાનસ્વામી વડે, મૌન રહેવાયું, અર્થાત્ સ્વામી મૌન રહ્યા. વિશેષાર્થ:
ભગવાનને નૃત્યદર્શનની વિધિમાં ઈચ્છા નથી, કેમ કે વીતરાગ છે. અને ગૌતમાદિ સાધુઓને વળી નૃત્યદર્શનમાં સ્વાધ્યાયનો ભંગ છે, જે તેઓને અનિષ્ટરૂપ છે. અર્થાત્ ભગવાનની દેશનાથી ચૌદપૂર્વી એવા પણ ગૌતમાદિ મુનિઓને મોક્ષને અનુકૂળ અંતરંગ વીર્યના પ્રવર્તનરૂપ અપ્રમાદભાવ જેનાથી દઢ રીતે ઉલ્લસિત બને છે, તે રૂ૫ સ્વાધ્યાયનો ભંગ સૂર્યાભના નૃત્યદર્શનને કારણે થાય છે, અને તે સ્વાધ્યાયનો ભંગ તે મુનિઓને માટે ઈષ્ટ નથી. અને સૂર્યાભદેવને સંસારનો ઉચ્છેદકનાશ, કરનારી, ઉત્કર્ષવાળી વ્યક્તિ જે નૃત્ય કરવાથી અતિશયવાળી બને છે, તે ભક્તિ સૂર્યાભને બળવાન ઈષ્ટનું સાધન છે. અર્થાત્ નૃત્યભક્તિ પોતાને ભવનો ધ્વસ કરવો ઈષ્ટ છે તેનું સાધન છે, અને તે નૃત્યમાં જે પ્રમાદિ છે તેના કરતાં સંસારના ઉચ્છેદની પ્રાપ્તિરૂપ ઈષ્ટ બલવાન છે. તેથી બલવાન એવા ઈષ્ટનું સાધન તે ભક્તિ હોવાથી સૂર્યાભની તેમાં પ્રવૃત્તિ છે. જેમ સંસારી જીવને ધન ઈષ્ટ હોવા છતાં, ધનની પ્રાપ્તિનો ઉપાય જે વેપારાદિ છે તેમાં, ઘણો શ્રમ કરવાથી અલ્પ ધન પ્રાપ્ત થતું હોય ત્યારે, ઈષ્ટ એવા ધનનું સાધન વેપાર હોવા છતાં તે બલવાન ઈષ્ટનું સાધન ન બનવાથી વેપારમાં પ્રવૃત્તિ થતી નથી, પરંતુ પોતાના શ્રમ કરતાં બલવાન ઈષ્ટની પ્રાપ્તિ જેમાં દેખાય ત્યાં યત્ન થાય છે; તેમ પ્રસ્તુતમાં સૂર્યાભને જે સંસારનો ધ્વંસ ઈષ્ટ છે, તે નૃત્ય કરવાના શ્રમની અપેક્ષાએ બલવાન હોવાથી અને તેનું સાધન નૃત્ય હોવાથી તેમાં તેની ઈચ્છા વર્તે છે. આ પ્રકારે નૃત્યપ્રદર્શનમાં ગૌતમાદિ મુનિઓ અને સૂર્યાભના સમુદાયની અપેક્ષાએ તુલ્ય આય-વ્યયને જાણતા એવા સ્વામી વડે મૌન રહેવાયું. જોકે ગૌતમાદિ મુનિઓ અને સૂર્યાભદેવ ઉભયરૂપ સમુદાયની અપેક્ષાએ, ગૌતમાદિને સ્વાધ્યાયકૃત વિશિષ્ટ અપ્રમાદભાવની પ્રાપ્તિમાં નૃત્ય પ્રદર્શન અંતરાયરૂપ છે, આમ છતાં તે નૃત્યદર્શનથી ભગવાનની ભક્તિ જોઈને તેની અનુમોદનાનો પરિણામ ગૌતમાદિ મુનિઓને થાય તેવું છે. તે રૂપ શુભભાવ હોવા છતાં સ્વાધ્યાયકૃત વિશિષ્ટ ભાવની હાનિ થાય છે, અને સૂર્યાભને સંસારના ઉચ્છેદને અનુકૂળ ભક્તિના અતિશયનો અનુકૂળ લાભ થાય છે; એ પ્રમાણે તુલ્ય આય-વ્યયને જોઈને ભગવાને મૌન ગ્રહણ કર્યું. આનાથી એ પ્રાપ્ત થાય છે, જ્યાં કોઈને નુકસાનીનો સંભવ ન હોય પરંતુ લાભ જ હોય તે સ્થાનમાં વ્યક્ત અનુમતિ હોય છે, જેમ વંદનક્રિયામાં વ્યક્ત અનુમતિ છે. અને યોગ્ય પણ કોઈ જીવને વિશિષ્ટ લાભમાં અંતરાય થતો હોય અને કોઈકને લાભ થતો હોય તો વ્યક્ત સંમતિ અપાતી નથી, પરંતુ મૌનરૂપે જ સંમતિ હોય છે.
K-૨૦