________________
૨૪૧
પ્રતિમાશતક] શ્લોક: ૧૬. અર્થમાં અણ પ્રત્યય લાગવાથી ચાતુવર્ણરૂપ બન્યું. તે સંઘના ચાતુર્વર્ણરૂપ સંઘના, અવર્ણવાદને બોલતો (દુર્લભબોધિપણારૂપ કર્મને બાંધે છે.) જેમ - આ સંઘ કોણ ? અર્થાત્ સંઘ નથી. જે સમુદાયના બળથી પશુસંઘની જેમ અમાર્ગને માર્ગ કરે છે.
આ અવર્ણવાદનું નિરાકરણ કરતાં કહે છે – આ અવર્ણવાદ સાધુ-સુંદર, નથી.
તેનું-ચતુર્વિધ સંઘનું, જ્ઞાનાદિ ગુણસમુદાયપણું હોવાથી અને તેના વડે ચતુર્વિધ સંઘ વડે, માર્ગને જ માર્ગરૂપ કરવાથી આ=અવર્ણવાદ સાધુસાચો, નથી.
‘ત્તિ’ શબ્દ દુર્લભબોધિનું ચોથું સ્થાન શ્રમણસંઘના અવર્ણવાદના નિરાકરણની સમાપ્તિસૂચક છે. તથા ..... ત્યાર . (૫) અવર્ણવાદનું પાંચમું સ્થાન બતાવે છે -
વિપક્વન્સપરિતિષ્ઠાને પામેલ=પ્રકર્ષપર્યંતને પામેલ, એ પ્રમાણે અર્થ જાણવો. (જે સાધુએ પૂર્વભવમાં સારું ચારિત્ર પાળેલ છે, તેમનું મનુષ્યભવમાં તપ અને બ્રહ્મચર્ય પ્રકર્ષને પામેલ છે, તે બતાવીને હવે સમાસ ખોલે છે -)
તથા વિપક્વ તપ અને બ્રહ્મચર્ય ભવાંતરમાં=પૂર્વભવમાં, જેઓને છે - તે વિપક્વ તપ-બ્રહ્મચર્યવાળા કહેવાય અથવા વિપક્વ એટલે ઉદયમાં આવેલ તપ અને બ્રહ્મચર્ય એટલે તપ અને બ્રહ્મચર્યહેતુક દેવાયુષ્ક કર્મ જેઓને છે - તે વિપક્વ તપ-બ્રહ્મચર્યવાળા કહેવાય. વિશેષાર્થ:
પૂર્વભવમાં લેવાયેલ તપ-બ્રહ્મચર્યહેતુક દેવાયુષ્ક કર્મ જેઓને ઉદયમાં આવેલ છે, તેઓ વિપક્વ તપબ્રહ્મચર્યવાળા કહેવાય. આ પ્રકારના બીજા વિકલ્પમાં તપ-બ્રહ્મચર્યના કાર્યભૂત દેવાયુષ્કકર્મમાં કારણનો ઉપચાર કરીને તપ-બ્રહ્મચર્ય શબ્દથી કહેલ છે. ટીકાર્ય :
તેઓના=વિપક્વ તપ-બ્રહ્મચર્યવાળા દેવોના, અવર્ણવાદને બોલતો કહે છે – (૧) દેવો નથી, કેમકે ક્યારે પણ ઉપલબ્ધ થતા નથી = દેખાતા નથી. (૨) અથવા વિટના જેવા કામાસક્ત મનવાળા એવા તેઓ વડે શું ? (૩) તથા અવિરતિવાળા તેઓ વડે શું ? (૪) વિનિમેષ (નિમેષ વગરના) તેઓ વડે શું ? (૫) અચેષ્ટાવાળા તેઓ વડે શું ? (૬) મરતાના જેવા પ્રવચનકાર્યમાં અનુપયોગી એવા તેઓ વડે શું ?
અહીં ઉત્તર -
(૧) દેવકૃત અનુગ્રહ અને ઉપઘાતાદિનું દર્શન હોવાથી દેવો છે, અને (૨) કામાસક્તતા મોહનીય અને શાતાદનીય કર્મના ઉદયથી છે ઈત્યાદિ ઉત્તર છે.