________________
૦
પ્રતિમાશતક | શ્લોક : ૧૬ કરી બતાવેલ છે. અને ચતુર્થીથી સમાસનો વિગ્રહ કરેલ છે તેનાથી એ પ્રાપ્ત થાય કે, દુર્લભબોધિતા જીવમાં છે અને તેના માટે કર્મ બાંધે છે, અર્થાત્ દુર્લભબોધિ પેદા કરવા માટે અર્થાત્ દુર્લભબોધિરૂપ જીવના પરિણામને પેદા કરવા માટે તેને અનુકૂળ કર્મ બાંધે છે. આ ભાવ ચતુર્થીથી વિગ્રહ કરેલ છે, તેનાથી પ્રાપ્ત થાય છે. દુર્લભબોધિનાં પાંચ સ્થાનો બતાવે છે -
ટીકાર્યઃ
अर्हतामवर्णम् પ્રતિવન્ધામાવાવિતિ ।(૧) અરિહંતોની અશ્લાઘાને કરતો જેમ અરિહંતપણું નથી, જાણવા છતાં કેમ ભોગ (અર્થાત્ આહારાદિ ભોગ) ભોગવે છે ? વળી પ્રાકૃતિકાને સેવે છે (પ્રાકૃતિકા=સમવસરણાદિરૂપ વૈભવ) ઈત્યાદિ જિનેશ્વરના અવર્ણવાદને બોલતો દુર્લભબોધિપણારૂપ કર્મને બાંધે છે.
દુર્લભબોધિના કારણભૂત અશ્લાઘા સમ્યગ્ નથી, તે બતાવતાં કહે છે કે, અરિહંતપ્રણીત પ્રવચનની ઉપલબ્ધિ હોવાથી તેઓ નથી એમ નહિ, અર્થાત્ છે જ. (આનાથી અરિહંતના પ્રથમ અવર્ણવાદનું નિરાકરણ થયું.) તેનું=ભોગ-અનુભવનાદિનું, અવશ્ય વેદવા યોગ્ય શાતાવેદનીયના અને તીર્થંકરનામકર્મના નિર્જરણનું ઉપાયપણું હોવાથી ભોગ-અનુભવનાદિ દોષ નથી. (આનાથી અરિહંતના બીજા અવર્ણવાદનું નિરાકરણ થયું.) તથા વીતરાગ હોવાને કારણે સમવસરણાદિમાં પ્રતિબંધનો અભાવ હોવાથી પ્રાકૃતિકાદિ સેવે છે તે દોષરૂપ નથી. (આનાથી અરિહંતના ત્રીજા અવર્ણવાદનું નિરાકરણ થયું.)
‘રૂતિ’ શબ્દ દુર્લભબોધિનું પ્રથમ સ્થાન અરિહંતની અશ્લાઘાના નિરાકરણની સમાપ્તિસૂચક છે.
तथार्हत्प्रज्ञप्तस्य . હેતુત્વાવિતિ । (૨) હવે પાંચ અવર્ણવાદના સ્થાનમાં બીજું સ્થાન બતાવે છે - તથા અરિહંતે પ્રરૂપેલા શ્રુતચારિત્રરૂપ ધર્મના, આ=આગમ પ્રાકૃત ભાષાનિબદ્ધ છે (એ પ્રમાણે શ્રુતધર્મના અવર્ણવાદને બોલતો) તથા ચારિત્રથી શું ? દાન જ શ્રેયઃકારી છે, ઈત્યાદિ (ચારિત્રધર્મના) અવર્ણવાદને બોલતો દુર્લભબોધિપણારૂપ કર્મને બાંધે છે. અને આ કથનમાં ઉત્તર આ પ્રમાણે છે અર્થાત્ અશ્લાઘા સમ્યગ્ નથી તે બતાવનાર ઉત્તર આ પ્રમાણે છે -
બાલાદિ જીવોને સુખેથી ભણી શકાય એવું હોવાને કારણે ઉપકારીપણું હોવાથી શ્રુતનું પ્રાકૃતભાષાપણું દુષ્ટ નથી, તથા નિર્વાણનું અનંતર હેતુપણું હોવાને કારણે ચારિત્ર જ શ્રેયઃ છે.
‘રૂતિ’ શબ્દ દુર્લભબોધિનું બીજું સ્થાન અરિહંતપ્રજ્ઞપ્ત ધર્મના અવર્ણવાદના નિરાકરણની સમાપ્તિસૂચક છે. आचार्योपाध्याय • વૃદ્ધત્વામિતિ । (૩) અવર્ણવાદનું ત્રીજું સ્થાન બતાવે છે -
આચાર્ય, ઉપાધ્યાયના અવર્ણવાદને બોલતો, જેમ - આ=આચાર્ય બાળક છે ઈત્યાદિ બોલતો (દુર્લભબોધિપણારૂપ કર્મને બાંધે છે.
તે અવર્ણવાદનું નિરાકરણ કરે છે - બુદ્ધિ આદિથી વૃદ્ધપણું હોવાથી બાલત્વાદિ દોષરૂપ નથી. ‘રૂતિ’ શબ્દ દુર્લભબોધિનું ત્રીજું સ્થાન આચાર્ય અને ઉપાધ્યાયના અવર્ણવાદના નિરાકરણની સમાપ્તિસૂચક છે. . માર્નીરાવિતિ । (૪) અવર્ણવાદનું ચોથું સ્થાન બતાવે છે -
तथा
તથા શ્રમણાદિરૂપ ચાર વર્ણો છે જેમાં તે તેવું છે અર્થાત્ ચતુર્વર્ણ છે તે જ સ્વાર્થિક અણુ વિધાનથી=ચતુર્વર્ણના