________________
૨૨૦
પ્રતિમાશતક) શ્લોક : ૧૫ વિશેષાર્થ :
સુદેવ, સુગુરુ અને સુધર્મના સ્વીકારરૂપ લોકોત્તર બીજના પરિગ્રહના વશથી, જિનશાસનવર્તી અપુનબંધક પણ, મિથ્યાદષ્ટિના સંસ્તવના પરિત્યાગપૂર્વક ચતુર્વિધ સંઘની અને ચૈત્યાદિની ભક્તિના કૃત્યમાં પરાયણ હોય છે, અને તેવા અપુનબંધકને કેવલ દ્રવ્યસમ્યક્ત હોય છે. કેમ કે જિનશાસનવર્તી હોવાને કારણે ગુરુ આદિ પાસે જ્યારે સમ્યક્ત ઉચ્ચરાવે છે, ત્યારે તે પ્રતિજ્ઞા કરે છે કે, આજ પછી સુદેવ, સુગુરુ અને સુધર્મને છોડીને અન્ય કોઈને હું સ્વીકારીશ નહિ. તે જ તેનું લોકોત્તર બીજનું પરિગ્રહ છે, અને તેના કારણે જ તે હંમેશાં મિથ્યાષ્ટિથી દૂર રહે છે, અને દર્શનાચારની શુદ્ધિના કારણભૂત સંઘચૈત્યાદિની ભક્તિ કરે છે. આમ છતાં, ચતુર્થાદિ ગુણસ્થાનક નહિ હોવાને કારણે તેનામાં કેવલ દ્રવ્યસમ્યક્ત છે. જ્યારે ચોથાથી છઠ્ઠા ગુણસ્થાનકવાળા જીવોમાં પરમાર્થનું અપરિજ્ઞાન હોય છે ત્યારે, ભાવથી અનુવિદ્ધ એવું દ્રવ્યસમ્યક્ત હોય છે.
અહીં જિનશાસનવર્તી અપુનબંધકને કેવલ દ્રવ્યસમ્યક્ત કહ્યું અને તેમાં જે હેતુ કહેલ છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે –
ભગવાનની આજ્ઞા બે પ્રકારની છે – (૧) દ્રવ્યાજ્ઞા અને (૨) ભાવાજ્ઞા.
ભાવાણા ચતુર્થાદિ ગુણસ્થાનકવર્તી સમ્યગ્દષ્ટિ આદિને હોય છે, જ્યારે દ્રવ્યાજ્ઞા અપુનબંધક અને સફબંધકાદિ જીવોને હોય છે, અને તે દ્રવ્યાજ્ઞાપદની પ્રવૃત્તિ અપ્રાધાન્ય અર્થમાં અને યોગ્યત્વ અર્થમાં થાય છે. તેમાં અપુનબંધકને યોગ્યત્વ અર્થમાં દ્રવ્યાજ્ઞા હોય છે, અને અપુનબંધકની બહારના જીવો જે કાંઈ જિનપૂજાદિ કૃત્યો કરે છે, ત્યાં અપ્રાધાન્ય અર્થમાં દ્રવ્યાજ્ઞા છે, અને તે કથન ઉપદેશપદમાં ગ્રંથિકસત્ત્વ અને અપુનબંધકમાં યથાક્રમે કરેલ છે. અર્થાત્ ગ્રંથિકસત્ત્વને અપ્રાધાન્ય અર્થમાં દ્રવ્યાજ્ઞા કહેલ છે અને અપુનબંધકને યોગ્યત્વ અર્થમાં દ્રવ્યાજ્ઞા કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ગ્રંથિદેશમાં રહેલા અપુનબંધકથી અન્ય જીવો જે કાંઈ ચૈત્યાદિ ભક્તિ કરે છે, તે અપ્રાધાન્ય અર્થમાં દ્રવ્યાજ્ઞાના પાલનરૂપે છે. ત્યાં સ્થૂલ વ્યવહારનયથી સમ્યગ્દર્શન હોવા છતાં પણ ભાવના કારણભૂત એવું દ્રવ્યસમ્યગ્દર્શન નથી. જ્યારે અપુનબંધક જે દર્શનાચાર સેવે છે, તે ભાવના કારણભૂત દ્રવ્યસમ્યજ્વરૂપ છે. આમ છતાં, ચતુર્થાદિ ગુણસ્થાનક નહિ હોવાને કારણે ત્યાં દ્રવ્યાજ્ઞારૂપ જ દર્શનાચારનું સેવન છે, અને તે જ કારણે ત્યાં કેવલ દ્રવ્યસમ્યક્ત છે. ટીકાર્ય :
તવાદ - તે કહેવું છે - ટિા સુત્તળી II વળી ગ્રંથિકસત્વ એવા અપુનબંધકાદિને દ્રવ્યથી આજ્ઞા છે. કેવલ અહીંયાં=ગ્રંથિકસત્ત્વ એવા અપુનબંધકાદિને દ્રવ્યથી આજ્ઞા છે એમ કહ્યું ત્યાં, દ્રવ્યશબ્દ સૂત્રની નીતિથી ભજના કરવા યોગ્ય છે.
તે ભજના બતાવતાં કહે છે - mો ..... ડબલ્લો | ત્તિ અહીંયાં આ બે દ્રવ્યશબ્દની મધ્યમાં, કેવલ જ અપ્રાધાન્યમાં એક વર્તે છે એક