________________
૨૧૫
પ્રતિમાશતક, શ્લોક : ૧૫
(૨) અવિવિક્ત નવતત્ત્વનું શ્રદ્ધાન:- તે જ રીતે અવિવિક્ત નવ તત્ત્વનું શ્રદ્ધાન તે છે કે, જે જીવ નવ તત્ત્વના સ્વરૂપને સમજ્યો ન હોય, કે સમજ્યો હોય તો પણ શબ્દમાત્રથી જ જાણતો હોય. પરંતુ
સ્યાદ્વાદથી જીવાદિ નવ તત્ત્વોનું સ્વરૂપ વિશદ્ રીતે જાણીને તે વ્યક્તિ નવેય તત્ત્વોના ભાવોમાં સ્થાનના વિનિયોગને કરી શકે છે તેમને જ ભાવસભ્યત્વ હોય છે. અને જેમને આવો વિશદ બોધ નથી, પરંતુ આ નવેય તત્ત્વો ભગવાને કહ્યાં છે, તેથી જેમ ભગવાને કહ્યાં છે, તે તેમ જ છે, એવી ઓઘથી રુચિ હોય છે, તેમને દ્રવ્યસમ્યક્ત હોય છે. અને
(૩) અવિવિક્ત ગુરુપરતંત્ર :- તે જ રીતે અવિવિક્ત ગુરુપરતંત્ર્ય એ છે કે, જે સાધુ ગીતાર્થ નથી, છતાં ઓઘથી ગુણવાન એવા ગુરુને ગુરુ તરીકે સ્વીકારે છે; અને તે સાધુનું ગુણવાન એવા ગુરુને પાતંત્ર્ય એ છે કે, આ ગુરુ કલ્યાણના અર્થી છે અને ક્યારેય પણ ભગવાનના વચનની વિરુદ્ધ નહિ બોલે, તે પ્રકારનો નિર્ણય કરીને તેમને ગુરુ તરીકે સ્વીકારે છે, તે અગીતાર્થનું ગુણવાન ગુરુનું પાતંત્ર્ય છે તે અવિવિક્ત ગુરુપારતંત્ર છેજ્યારે ગીતાર્થને શાસ્ત્રમાં બતાવેલ ગુણવાન ગુરુનું સ્વરૂપ અવબુદ્ધ હોય છે, અને તેવા ગુણોથી કલિત ગુરુનો નિર્ણય કરીને તેમનું પાતંત્ર્ય સ્વીકારે છે, જે વિવિક્ત ગુરુપરતંત્રરૂપ છે. ટીકાર્ય -
લારોપvપૂર્વ ... માન્ચે જેના આરોપણપૂર્વક–પૂર્વમાં કહ્યું કે અવિક્તિ દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાની આદિ દ્વારા દ્રવ્યસમ્યક્ત છે, તેના આરોપણપૂર્વક ચારિત્ર પણ સફળતાને પામે છે.
“યવહુ' થી તેમાં સાક્ષી આપતાં કહે છે –
વિgિ? જે કારણથી કહ્યું છે - ગુરુપરતંત્ર જ્ઞાન છે ઈત્યાદિ. વિશેષાર્થ -
જે જીવમાં અવિવિક્ત દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન કે અવિવિક્ત નવ તત્ત્વનું પરિજ્ઞાન કે અવિવિક્ત ગુરુપરતંત્યાદિ છે, તે જીવમાં વ્રતોચ્ચારણકાળમાં દ્રવ્યસમ્યક્તનો આરોપ કરવામાં આવે છે, અને દ્રવ્યસમ્યક્તના આરોપપૂર્વક તેમનું ચારિત્રનું આરોપણ પણ સફળતાને પામે છે. કેમ કે જ્ઞાન વગર, ચારિત્ર સંભવે નહિ અને તેવા જીવમાં જે ગુરુપરતંત્ર છે, તે જ તેમનું જ્ઞાન છે. કેમ કે જ્ઞાની એવા ગુરુનું જ્ઞાન, પારતંત્રને કારણે તેમની પ્રવૃત્તિમાં ઉપયોગી બને છે, તેથી તે જ્ઞાનપૂર્વકનું ચારિત્ર હોવાથી સફળતાને પામે છે. ટીકાર્ચ -
તશનિ ... વિરોધાત્ ! અને શુભાત્મપરિણામવિશેષથી અનુગત એવાં આવા પ્રકારનાં દ્રવ્યસમ્યક્તો ભાવસખ્યત્ત્વનો પણ વ્યભિચાર પામતાં નથી. કેમ કે અર્પિત વડે અર્પિતાની સિદ્ધિ હોવાથી ઉભયસ્વરૂપનો અવિરોધ છે.
K-૧૭