SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલન-સંપાદનની વેળાએ પ્રાકથન કહેવા માંગે છે, તે સ્પષ્ટ કરેલ છે. વિશેષાર્થમાં પણ ઘણી જગ્યાએ વચ્ચે ઉત્થાનરૂપ લખાણ આવે છે, પણ તે પદાર્થ સમજી શકાય તે માટે આપેલ છે. તેથી પુનરાવર્તન થવા છતાં ક્ષતિરૂપ નથી. પ્રતિમાશતકનું હાલ ઉપલબ્ધ શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ તરફથી પ્રકાશિત મુદ્રિત પુસ્તક, અને હાલ ઉપલબ્ધ મુદ્રિત પ્રતને સામે રાખીને, સંસ્કૃત વાંચન કરતી વખતે પાઠની સંગતિ કરતાં કોઈ કોઈ સ્થાને અશુદ્ધિ જણાઈ છે. તે અંગે અમને પ્રાપ્ત થયેલ, હાલ ગીતાર્થ ગંગા સંસ્થામાં જેની ઝેરોક્ષ નકલ વિદ્યમાન છે, તે હસ્તલિખિત પ્રતના આધારે શુદ્ધ પાઠ ઉપલબ્ધ થતા, અને તે સંગત જણાતા, તે મુજબ શુદ્ધિ કરેલ છે. ઉદ્ધરણ પાઠોમાં પણ અનેક જગ્યાએ પાઠની અશુદ્ધિઓ જણાઈ છે, તે માટે તે તે ગ્રંથોની અન્ય પ્રત-પુસ્તક વગેરે જે ગીતાર્થ ગંગામાં ઉપલબ્ધ છે, તે મંગાવી તેના આધારે પાઠશુદ્ધિ કરેલ છે, અને જ્યાં પાઠ સંગત જણાતો ન હોય અને હસ્તલિખિત પ્રતમાં પણ સંગત પાઠ મળેલ નથી, ત્યાં અહીં આવો પાઠ ભાસે છે, એમ તે તે ટીકાની નીચે નિશાની મૂકી નોંધ આપેલ છે, અને મૂળ ટીકામાં પણ તે પાઠની બાજુમાં () કસમાં સંગત જણાતો પાઠ મૂકેલ છે. જેમ - પ્રતિમાશતક શ્લોક-૨માં રૂત્યાદિના નાતમૈવ પાઠ મુ. પુ. છે, ત્યાં હસ્તપ્રતમાં ત્યવિના ડડ તમેવ પાઠ ઉપલબ્ધ છે, અને તે પાઠ શુદ્ધ જણાય છે, તેથી તે પાઠ ગ્રહણ કરેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૪૨). શ્લોક-૩માં ઘૂં ......... વુદુસં યારો મહાનિશીથ સૂત્રના તૃતીય અધ્યયનનો પાઠ છે. તેમાં રૂમો વડ્યું, તે વાને તેનું સમvi પાઠ છે, તે પાઠ અશુદ્ધ જણાય છે. ત્યાં અમને પ્રાપ્ત થયેલી મહાનિશીથ સૂત્રની પ્રતમાં રૂક્યો વચ્ચેvi વાસમgi પાઠ મળેલ છે, તેથી તે ગ્રહણ કરેલ છે. અને ઘમ્મતિથંકરષ્ટિ પાઠ છે, એના પછી નિત્તોમાિિ પાઠ છે, તે લીધેલ છે અને તે મુજબ અર્થ કરેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૯૫) વળી શ્લોક-૩માં ઉપધાનતપની વિધિમાં મહાનિશીથ સૂત્રના આલાપકમાં પણ મહાનિશીથ સૂત્રની અમને પ્રાપ્ત થયેલી પ્રતમાંથી શુદ્ધિ કરેલ છે. જેમ – બ્રિતિળિદિયનાગુણિસિત્તમંા .... પાઠ છે, ત્યાં બ્રિતિળિદિયગાળofમત્તમા ..... શુદ્ધ પાઠ છે, તે મુજબ શુદ્ધિ કરેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૧૭) આ રીતે આગમપાઠોમાં કે અન્ય ઉદ્ધરણ પાઠોમાં જ્યાં જ્યાં અશુદ્ધ પાઠ છે, ત્યાં ત્યાં તે તે આગમગ્રંથોની કે અન્ય ગ્રંથોની પુસ્તકપ્રતમાંથી શુદ્ધિ કરેલ છે. શ્લોક-પની અવતરણિકામાં પ્રતિમવાદી પાઠ છે, તે અશુદ્ધ પાઠ છે. ત્યાં પ્રતિમાશતકની હસ્તલિખિત પ્રતમાં નિમાડરીન પાઠ મળેલ છે, તે શુદ્ધ પાઠ ગ્રહણ કરેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૮૨) શ્લોક-૧૭માં મુ. પુ. માં પ્રવૃત્તિ વિનિરિતિ ચાર પાઠ છે, તે ત્યાં હસ્તલિખિત પ્રતમાં પ્રવૃતિવત્ વિવૃતિરિતિ ચાના પાઠ શુદ્ધ છે, તે ગ્રહણ કરેલ છે. (જુઓ પ્રસ્તુત પુસ્તક પેજ નં. ૨૫૧)
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy