________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૫ વિશેષાર્થ :
૧૯૯
પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, જ્યારે વિમાનાધિપતિપણા વડે મિથ્યાદષ્ટિ જ દેવરૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે આત્મીય બુદ્ધિથી=પોતાના વિમાનમાં જિનપ્રતિમા હોવાને કારણે આ મારી જિનપ્રતિમા છે એ પ્રકારની આત્મીય બુદ્ધિથી, જિનપ્રતિમાને પૂજે છે; અને દેવસ્થિતિથી શક્રસ્તવ બોલે છે, અને આશાતનાનો ત્યાગ કરાવે છે, તેની જેમ સૂર્યાભદેવના પ્રસંગમાં પણ થશે. તેનું તાત્પર્ય એ છે કે, લુંપાકના મત પ્રમાણે જિનપ્રતિમાની પૂજા કરવી એ સમકિતદૃષ્ટિ દેવ માટે સંભવિત નથી. જેમ સ્વમત પ્રમાણે દિગંબરની મૂર્તિ સમકિતદૃષ્ટિ પૂજે નહિ, અને જે વ્યક્તિ દિગંબરની મૂર્તિની પૂજા કરે છે તે જેમ સ્વમત પ્રમાણે મિથ્યાત્વી છે, તેમ લુંપાકના મત પ્રમાણે જિનપ્રતિમા મિથ્યાદ્દષ્ટિ જ પૂજે. તેથી શંકા કરતાં મિથ્યાદૃષ્ટિ જ, એમ ‘જ’ કાર કરીને કહે છે કે, વિમાનાધિપતિપણા વડે મિથ્યાદષ્ટિ જ જ્યારે દેવપણા વડે ઉત્પન્ન થાય છે, ત્યારે આત્મીય બુદ્ધિથી જિનપ્રતિમાને પૂજે છે; પણ સમકિતદૃષ્ટિ પૂજે નહિ. જેમ વાવડી આદિને આત્મીય બુદ્ધિથી પૂજે છે, તેમ જિનપ્રતિમાને પૂજે છે, તેટલામાત્રથી જિનપ્રતિમા પૂજનીય સિદ્ધ થાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે, આત્મીયત્વ બુદ્ધિથી વાવડી આદિની જેમ જો જિનપ્રતિમાની પૂજા દેવો કરતા હોય, તો જિનપ્રતિમાની આગળ શક્રસ્તવ કરે છે અને આશાતનાનો પરિહાર કરાવે છે, અને વાવડી આદિની આગળ તે પ્રમાણે કરતા નથી, તે કેમ સંભવે ? તેથી કહે છે -
જિનપ્રતિમા આગળ શક્રસ્તવ ભણે છે અને આશાતનાનો ત્યાગ કરાવે છે, અર્થાત્ દેવભવની સ્થિતિ જ એવી છે કે, જિનપ્રતિમા આગળ શક્રસ્તવ કરે અને પોતાના સેવકો પાસે આશાતનાનો ત્યાગ કરાવે; તેની જેમ સૂર્યાભદેવ પણ ઉત્પન્ન થયેલ ત્યારે, મિથ્યાદ્દષ્ટિ હોવાને કારણે જિનપ્રતિમાને પૂજે છે અને દેવસ્થિતિથી શક્રસ્તવ બોલે છે અને આશાતનાનો પરિહાર કરાવે છે. અને શાસ્ત્રમાં તેને જે સમ્યગ્દષ્ટિ આદિ કહેલ છે, તે દેવભવની પાછળની અવસ્થાની અપેક્ષાએ છે, અને ત્યારે સમ્યગ્દષ્ટિ હોવાને કારણે તે જિનપ્રતિમાની પૂજા કરે જ નહિ, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
ન
પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, એ પ્રમાણે ન કહેવું. કેમ કે મિથ્યાદ્ગષ્ટિ દેવો વિમાનાધિપતિ થતા નથી. કેમ કે શાસ્ત્રમાં વિમાનાધિપતિરૂપે મિથ્યાદૃષ્ટિને કહેનારું વચન મળતું નથી. અને જ્યોતિષ્કમાં સૂર્ય-ચંદ્રો અસંખ્યાતા છે, તે પણ બધા સમ્યગ્દષ્ટિ છે; તેથી વિમાનાધિપતિ સમ્યગ્દષ્ટિ હોવાને કારણે જિનપ્રતિમાની પૂજા કરે છે. માટે તેઓની જિનપૂજાના દૃષ્ટાંતથી જિનપ્રતિમાની પૂજા ધર્મરૂપ જ છે, તેમ સ્વીકારવું જોઈએ.
ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે વિમાનાધિપતિ સમ્યગ્દષ્ટિ હોય છે, તેનું નિરાકરણ કરતા ભગવતીસૂત્રના પાઠના બળથી પૂર્વપક્ષી વિમાનાધિપતિને મિથ્યાદૃષ્ટિરૂપે સ્વીકારની યુક્તિ બતાવતાં કહે છે -
K-૧૬