________________
૧૯૭
પ્રતિમાશતક, શ્લોક : ૧૫ સાથે અભેદ કરીને તેમની પૂજા કરે છે. તેથી દેવોની જિનપ્રતિમાદિ પૂજાદિમાં લોકોત્તર મિથ્યાત્વના લેશનો પણ અયોગ છે.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, જેમ ચક્રવર્તી દેશ સાધવા માટે પૌષધ કરે છે, તેમ દેવતાઓ પણ જિનપ્રતિમાપૂજન-વંદનાદિ કોઈક ઐહિક ફલ અર્થે કરે છે. તેથી સૂર્યાભદેવની જિનપ્રતિમાની પૂજાના બળથી કલ્યાણના અર્થીએ જિનપ્રતિમા પૂજવી જોઈએ એમ કહી શકાય નહિ. તેના નિરાકરણરૂપે કહે છે - ટીકાર્ય :
વળિાં ....... શ્રવણના ચક્રવર્તીના દેશ સાધવા આદિ માટે પૌષધની જેમ અહિક ફલનું પણ અશ્રવણ છે.
અહીં ટીકામાં “દિનચરિ કહેલ છે. ત્યાં આજ થી એ સમુચ્ચય કરવો છે કે લોકોત્તર મિથ્યાત્વલેશનો તો અયોગ છે, પરંતુ ઐહિક ફળનું પણ અશ્રવણ છે. વિશેષાર્થ :
જેમ ચક્રવર્તી દેશ સાધવા આદિ માટે પૌષધ કરે છે, ત્યાં ઐહિક ફલનું શ્રવણ છે. તેમ દેવો જિનપ્રતિમાની પૂજા કરે છે, તેમાં ઐહિક ફળનું અશ્રવણ છે. તેથી દેવો ઐહિક ફળ અર્થે પૂજા કરતા નથી, પરંતુ કલ્યાણના અર્થે પૂજા કરે છે. તેથી દેવોના દૃષ્ટાંતથી આપણા માટે પણ કલ્યાણના અર્થે જિનપ્રતિમા પૂજનીય છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, દેવતાઓ વિનના ઉપશમ અર્થે જિનપ્રતિમાને પૂજે છે પણ કલ્યાણના અર્થે પૂજતા નથી. તેથી કહે છે – ટીકાર્ચ -
વિદ્ધવિનાયે ... વિ . વિદ્ધવિનાયકાદિ ઉપશમનું વિધ્વના સમૂહ આદિના ઉપશમનું, તેઓને–દેવોને, સ્વતઃસિદ્ધપણું છે. અત્યંથા=જો સ્વતઃસિદ્ધપણું ન માનો તો, મિથ્યાદષ્ટિ દેવોની આગળ વિધ્વની ઉપશાંતિ માટે ગૃહસ્થો જેમ યાગભાગાદિ વર્ધન કરે છે, તેની જેમ દેવોને અષ્ટાહ્નિકાદિ કરતી વખતે વિધ્વની ઉપશાંતિ માટે મિથ્યાદષ્ટિ દેવોની આગળ પાગભાગાદિ વર્ધનનો પ્રસંગ આવે, એ પ્રમાણે દિશાસૂચન છે.
છે “વિવિનાયારિ’ કહ્યું ત્યાં મારિ પદથી એ કહેવું છે કે, દેવોને વિખના સમૂહનો ઉપશમ જેમ સ્વતઃસિદ્ધ છે, તેમ રોગાદિનો ઉપશમ પણ સ્વતઃસિદ્ધ છે. તેથી વિપ્નના સમૂહના ઉપશમ માટે તેઓ જિનપૂજાદિ કરતા નથી, તેમ રોગાદિના ઉપશમ માટે પણ તેઓ જિનપૂજા કરતા નથી.