________________
૧૬
પ્રતિમાશતક, શ્લોક : ૧૫ ધર્મબુદ્ધિ થાય છે, અને તેવી સમ્યગુ ધર્મબુદ્ધિ મિથ્યાદૃષ્ટિ દેવોને નિયમથી થાય નહિ. ક્વચિત્ મિથ્યાત્વની મંદતા થયેલી હોય તો થઈ શકે, પરંતુ નિયમથી સમ્યગુ ધર્મબુદ્ધિ મિથ્યાદૃષ્ટિ દેવોને થાય નહિ, જ્યારે સમ્યગ્દષ્ટિ દેવોને નિયમથી સમ્યગુ ધર્મબુદ્ધિ થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે નિયમથી સમ્યગુ ધર્મબુદ્ધિ દ્વારા જિનપ્રતિમાને પૂજા-વંદનાદિનું મિથ્યાષ્ટિના - આચારનું બહિબૂતપણું છે, ત્યાં પૂર્વપક્ષી કહે છે કે, શાસ્ત્રમાં લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારનાં મિથ્યાત્વ છે, તેથી નિયમથી સમ્યગુ ધર્મબુદ્ધિથી જિનપ્રતિમાને પૂજા-વંદનાદિ લોકોત્તર મિથ્યાત્વરૂપ હોવાને કારણે, મિથ્યાષ્ટિના આચારની બહિર્ભત નથી, પરંતુ મિથ્યાદૃષ્ટિનો આચાર છે.
કહેવાનો આશય એ છે કે, જેમ શ્વેતાંબરો દિગંબરને માન્ય એવી જિનપ્રતિમાને પૂજે તો લોકોત્તર મિથ્યાત્વની પ્રાપ્તિ થાય, અથવા અન્ય દર્શનકારો વડે ગૃહીત એવી આપણી પ્રતિમાને પૂજે તો પણ લોકોત્તર મિથ્યાત્વ પ્રાપ્ત થાય. કેમ કે લોકોત્તર એવી પણ જિનપ્રતિમા શાસ્ત્રને અસંમત હોય તેને પૂજવી તે મિથ્યાચારરૂપ છે, તેથી તે લોકોત્તર મિથ્યાત્વ છે. એ રીતે પૂર્વપક્ષી લુંપાકનું એ કહેવું છે કે, શાસ્ત્રને અસંમત એવી જિનપ્રતિમાને પૂજા-વંદનાદિ કરવાં એ લોકોત્તર મિથ્યાત્વ છે, તેથી એ મિથ્યાદૃષ્ટિનો જ આચાર છે પણ સમ્યગ્દષ્ટિનો નહિ. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે - ટીકાર્ય :
માતૃસ્થાના િ..... કયોર્ ા અને માતૃસ્થાનાદિક વિના લોકોત્તર મિથ્યાત્વના લેશનો પણ અયોગ છે.
૦માયાને વશ થઈને શાસ્ત્રવચનનો પોતાની રુચિ પ્રમાણે અર્થ કરીને દિગંબર આદિની મૂર્તિને જે પૂજે, તે માતૃસ્થાનથી લોકોત્તર મિથ્યાત્વ છે. વિશેષાર્થ :
અહીં માતૃસ્થાનાદિમાં “આદિ' પદથી અન્ય કષાય ગ્રહણ કરવાના છે. આથી કોઈ વ્યક્તિ કષાયને વશ થઈને ભગવાનના સિદ્ધાંતને અમાન્ય એવી પણ જિનપ્રતિમાને પૂજે છે, ત્યારે તત્ત્વ અને અતત્ત્વને સરખાં ગણવાના પરિણામરૂપ કાષાયિક ભાવ તેને વર્તે છે, તેથી ત્યાં લોકોત્તર મિથ્યાત્વ પ્રાપ્ત થાય છે. પરંતુ જે વ્યક્તિને શાસ્ત્ર વચનનો જ તીવ્ર પક્ષપાત છે, તેથી તત્ત્વ અને અતત્ત્વના વિભાગમાં કાષાયિકભાવને વચમાં લાવ્યા વગર શાસ્ત્રવચનબળથી જિનપ્રતિમાને વંદનીય, પૂજનીય માને છે, ત્યારે લોકોત્તર મિથ્યાત્વના લેશનો પણ અયોગ છે. કેમ કે લોકોત્તર એવા ધર્મના પક્ષપાતથી જ લોકોત્તર ધર્મના પ્રરૂપક શાસ્ત્રવચનનો તેને પક્ષપાત છે; અને શાસ્ત્રવચનનો તીવ્ર પક્ષપાત એ કાષાયિક ભાવ નથી, પરંતુ અનંતાનુબંધીના ક્ષયોપશમજન્ય આત્માનો નિર્મળ પરિણામ છે. અને પ્રસ્તુતમાં દેવો જિનપ્રતિમાની પૂજા કરે છે, તે કાષાયિકભાવને પરવશ થઈને કરતા નથી, પરંતુ શાસ્ત્રને સંમત એવી જિનપ્રતિમાનો જિનની