________________
૧૪
પ્રતિમાશતક/ બ્લોક : ૧૪ વળી (જિનપૂજાનું) સ્થિતિમાત્રપણું હોત તો અન્યત્ર પણ શક્રસ્તવ બોલ્યા હોત=વાપ્યાદિની આગળ પણ બોલ્યા હોત. વિશેષાર્થ :
સૂર્યાભદેવ વાવડી આદિનું અર્ચન કરે છે ત્યાં શક્રસ્તવ બોલ્યા નથી, પરંતુ શકસ્તવમાં રહેલા સકલ સંપદાના વાચ્ય ભાવોથી યુક્ત એવી અરિહંતની પ્રતિમાઓ છે, તેથી અરિહંતની પ્રતિમાઓ આગળ શકસ્તવ બોલ્યા છે. જ્યારે વાવડી આદિ શક્રસ્તવની સકલ સંપદાના ભાવોથી યુક્ત નથી, તેથી વાવડી આદિની આગળ શકસ્તવ બોલ્યા નથી. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, સ્થિતિમાત્રપણું હોત તો અન્યત્ર વાવડી વગેરે પાસે પણ સૂર્યાભદેવ શકસ્તવ ભણત. ત્યાં પૂર્વપક્ષી કહે કે, સર્વત્ર શસ્તવ ભણે તો શું વાંધો છે ? અર્થાતુ શાસ્ત્રમાં જિનપ્રતિમાની આગળ પૂજાદિ કરીને શક્રસ્તવ ભણે છે તેમ કહ્યું, ત્યાર પછી વાપ્યાદિનું પૂજન કરે છે એમ કહ્યું, ત્યાં પણ શકસ્તવ ભણે છે એમ અર્થથી સમજી લઈએ તો શું વાંધો છે ? તેનો જવાબ આપતાં ગ્રંથકાર કહે છે - ટીકાર્ય :
.... શવચજો ! તું તીણ છો, તું તારક છો ઈત્યાદિ ભાવો જિનપ્રતિમાથી અન્યત્ર અભિનય કરવા માટે શક્ય નથી, અર્થાત્ અભિનયપૂર્વક વ્યક્ત કરવા શક્ય નથી. વિશેષાર્થ :
જિન અને જિનપ્રતિમાનો અભેદ કરીને તું તીર્ણ છો, તું તારક છો, એમ બોલી શકાય; પરંતુ વાવડી આદિની આગળ એ પ્રકારે કહેવું એ અશોભન પ્રયોગરૂપ છે. તેથી વાવડી આદિની આગળ એ પ્રયોગો ન થઈ શકે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, તીર્ણત્વ-તારકત્વ આદિ ભાવો જિનપ્રતિમાદિને છોડીને અન્યત્ર કરી શકાય નહિ, તે જ વાતને સ્પષ્ટ બતાવવા અર્થે કહે છે - ટીકાર્ય :
૧૨ .... સઃ I અને અભિનયાદિ વ્યાપાર વગર શાંતરસાસ્વાદ થતો નથી, એથી કરીને જ્યાં જે ઉચિત છે, ત્યાં જ સહદયવાળા વડે તે=અભિનયાદિ વ્યાપાર, પ્રયોજય છે=કરવા યોગ્ય છે. વિશેષાર્થ -
પ્રતિમાની આગળ તું તીર્ણ છો, તું તારક છો, આ પ્રકારનો અભિનયાદિ વ્યાપાર કરવાથી