________________
પ્રતિમાશતક, શ્લોક : ૧૪.
૧૮૩ ઉત્થાન :
દેવોની જિનપૂજાદિ દર્શનવ્યવસાયાત્મક સિદ્ધ છે, તેની પુષ્ટિ કરવા અર્થે ‘કુt' થી સ્થાનાંગસૂત્રની સાક્ષી આપતાં કહે છે – ટીકાર્ય :
તકુન્... વસા, ત્તિ તે સ્થાનાંગસૂત્રમાં કહેવાયેલું છે – સામાયિક વ્યવસાય ત્રણ પ્રકારનો છે. (૧) જ્ઞાનવ્યવસાય, (૨) દર્શાવ્યવસાય અને (૩) ચારિત્રવ્યવસાય.
ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
(૧) સમ્યજ્ઞાનની નિષ્પત્તિને અનુકૂળ એવી અધ્યયનની ક્રિયા તે જ્ઞાનવ્યવસાયરૂપ સામાયિક વ્યવસાય છે=રાગ-દ્વેષની મંદતા કરવારૂપ સમભાવને અનુકૂળ સામાયિક વ્યવસાય છે. (૨) તત્ત્વના તીવ્ર પક્ષપાતની વૃદ્ધિ કરે તેવી ક્રિયાઓ દર્શનનો વ્યવસાય છે=દર્શનવ્યવસાયરૂપ સામાયિક વ્યવસાય છે, જે જિનપૂજા આદિ સ્વરૂપ છે, અર્થાત્ તત્ત્વની રુચિને પ્રતિબંધક એવા રાગાદિની અલ્પતા કરવારૂપ સમભાવ પરિણામ સ્વરૂપ એવું જે સામાયિક છે, તેને અનુકૂળ વ્યવસાયરૂપ છે. (૩) આત્માના ચારિત્રના પરિણામને ઉલ્લસિત કરે તેવી ચારિત્રાચારની ક્રિયા છે તે ચારિત્ર વ્યવસાય છે, અર્થાત્ ચારિત્રને અનુકૂળ એવો સામાયિક વ્યવસાય છે. ટીકા :
द्वितीयं भेदक-शक्रस्तवप्रक्रिया-प्रसिद्धप्रणिपातदंडकपाठः, न हि वाप्यादिकं पूजयता वाप्यादेः पुरतः शक्रस्तवः पठितोऽस्ति किंतु अर्हत्प्रतिमानामेव सकलसंपद्भावान्वितः (सकलसंपद्भावान्वितानां) स्थितिमात्रत्वे त्वन्यत्रापि अपठिष्यत् । न च तीर्णस्त्वं तारकस्त्वमित्यादयो भावा जिनप्रतिमातोऽन्यत्राभिनेतुं शक्यन्ते । न चाभिनयादिव्यापारं विना शांतरसास्वाद इति। यत्र यदुचितं तत्रैव तत्प्रयोज्यं सहृदयैः ।
છે અહીં ગ્રંથમાં સત્તસંપાવન્વિતઃ એવો પાઠ છે, ત્યાં સાસંપર્મન્વિતાનાં આ પ્રમાણે ષષ્ઠી બહુવચન હોવું જોઈએ, એ પ્રમાણે ભાસે છે. અને તે અહપ્રતિમાઓનું વિશેષણ હોવું જોઈએ, અને તે હેતુઅર્થક વિશેષણ છે. ટીકાર્ય :
દ્વિતીયં ..... કટિબદ્ બીજું ભેદક પ્રસિદ્ધ પ્રણિપાતદંડકપાઠરૂપ શકસ્તવ પ્રક્રિયા છે, જે કારણથી વાવડી આદિના પૂજન કરતા સૂર્યાભદેવ વડે વાવડી આદિની આગળ શક્રસ્તવ ભણેલ તથી, પરંતુ સકલ સંપદાના ભાવોથી અદ્વિતયુક્ત, એવી જિનપ્રતિમાઓની આગળ ભણેલ છે.
K-૧૫