SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ પ્રતિમાશતક/ શ્લોક : ૧૪ છે એ પ્રમાણે સ્વીકારવામાં ન આવે તો, લંપાક વડે પણ દેવોનું જિનવંદનાદિ ધર્માધર્મ છે એ પ્રમાણે કહી શકાશે, પણ ધર્મ જ છે એ પ્રમાણે કહી શકાશે નહિ. કેમ કે દેવોને અવિરતિનો ઉદય છે, એ અપેક્ષાએ સંયમનો અધ્યવસાય કહી શકાય નહિ. પરંતુ જિનવંદનાદિ સંયમને અનુકૂળ એવી ક્રિયા છે એ અપેક્ષાએ જિનવંદનાદિનો દેશસંયમમાં અંતર્ભાવ કરી શકાય, છતાં ધર્મમાં અંતર્ભાવ થઈ શકે નહિ; તેથી જિનવંદનાદિ ક્રિયા ધર્મ છે, એ પ્રમાણે પ્રસિદ્ધ વ્યવહારના લોપનો પ્રસંગ પ્રાપ્ત થાય. અને જો દેવોનાં જિનચંદનાદિ તમને=લુંપાકને, ધર્મરૂપે માન્ય હોય તો તે જ રીતે જિનપૂજાદિ ધર્મરૂપે માન્ય કરવાં જોઈએ. ટીકા : सर्वविरत्यादियोगक्षेमप्रयोजकान्, व्यापारानेव धर्मादिशब्दवाच्यान् स्वीकुर्म इति चेत् ? नयभेदेन परिभाषतां, अनुगतो धर्मव्यवहारस्तु पुष्टिशुद्धिमच्चित्तानुगतक्रियैव । तुर्यगुणस्थानक्रियानुरोधाद् दर्शनाचाररूपत्वाद् दर्शनव्यवसायात्मकं जिनार्चादि सिद्धं देवानाम् । तदुक्तम् स्थानांगे (૩૩ સૂ૦ ૨૮૧) - સામા વવાણ તિવિદે ૫૦ તેં - () નાનવવસાણ (૨) હંસળવવસાહ () चरित्तववसाए त्ति । ટીકાર્ય : સર્વવિત્તિ ... અનુમદિવ | અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, સર્વવિરતિ આદિને યોગક્ષેમપ્રયોજક એવા વ્યાપારોને જ ધમદિ શબ્દથી વાચ્ય અને સ્વીકારીએ છીએ. તેથી જિતવંદનાદિ ધર્મશબ્દથી વાચ્ય બનશે, પરંતુ જિનપૂજાદિ ધર્મશબ્દથી વાચ્ય નહિ બને.) તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, નયભેદથી એ પ્રકારે પરિભાષા કરો, પરંતુ (સર્વક્રિયામાં) અનુગત એવો ધર્મવ્યવહાર પુષ્ટિશુદ્ધિમત્ ચિતઅનુગત ક્રિયા જ છે. વિશેષાર્થ : સર્વવિરતિ આદિના પરિણામના યોગનું કારણ જિનવંદન બની શકે છે અને ક્ષેમનું કારણ પણ જિનવંદન બની શકે છે. આથી જ વંદનક્રિયા કરતાં કોઈને સર્વવિરતિનો પરિણામ પ્રાપ્ત ન થયો હોય તો થઈ શકે, અને સર્વવિરતિના પરિણામવાળી વ્યક્તિ વંદનક્રિયા કરે તો તેનાથી સર્વવિરતિના પરિણામનું રક્ષણ થાય છે, તેથી તે ધાર્મિક વ્યવસાય છે. જ્યારે જિનપૂજાદિ તેવા નથી, કેમ કે જિનપૂજાદિ કરનાર . જીવ જિનપૂજાદિના બળથી સર્વવિરતિના પરિણામને પામે ત્યારે સર્વવિરતિનો યોગ થઈ શકે છે, પરંતુ સર્વવિરતિના પરિણામવાળો જિનપૂજા કરે તો સર્વવિરતિનું રક્ષણ થાય નહિ; તેથી સર્વવિરતિના યોગક્ષેમનો પ્રયોજક વ્યાપાર વંદનાદિમાં છે, પરંતુ જિનપૂજાદિમાં નથી; માટે જિનપૂજાદિમાં ધાર્મિક વ્યવસાયનો વ્યવહાર થઈ શકે નહિ, પરંતુ ધાર્મિકઅધાર્મિક વ્યવસાયનો વ્યવહાર થઈ શકશે. આ રીતે પૂર્વપક્ષીએ સિદ્ધ કર્યું કે, જિનપૂજાદિ ધર્મ નહિ કહેવાય અને જિનવંદનાદિ ધર્મ કહી શકાશે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે -
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy