SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦. પ્રતિમાશતક| શ્લોક ૧૪ ટીકા : एकान्ताविरतादविरतसम्यग्दृष्टेविलक्षणत्वात्तद्व्यवसाय: कयाचिदपेक्षया तृतीयेऽतर्भविष्यतीति चेत् ? तर्हि एकान्ते त्रैराशिकमतप्रवेशापत्तिभिया पक्षत्रयस्य पक्षद्वय एवांतर्भावविवक्षया जिनपूजादिसम्यग्दृष्टिदेवकृत्यं धर्म एवेति वदतां का बाधा ? अन्यथा त्वया देवानां जिनवंदनाद्यपि कथं वक्तव्यं स्यात् ? ટીકાર્ય : વાન્સ ... ? એકાંતે અવિરત કરતાં અવિરતસમ્યગ્દષ્ટિનું વિલક્ષણપણું હોવાને કારણે સમ્યગ્દષ્ટિનો વ્યવસાય કોઈક અપેક્ષાએ ત્રીજામાં અંતર્ભાવ પામશે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, તો પછી એકાંત વૈરાશિકમતના પ્રવેશની આપત્તિના ભયથી પક્ષત્રયનું પક્ષદ્વયમાં જ અંતભવતી વિવેક્ષાથી જિનપૂજાદિ સમ્યગ્દષ્ટિદેવનું કૃત્ય ધર્મ જ છે, એ પ્રમાણે કહેતા એવા અમને શું બાધા છે ? અન્યથા .... ચાત્ ? અન્યથા=પક્ષત્રથી પક્ષદ્વયમાં અંતર્ભાવની વિવક્ષાથી જિનપૂજાદિ સમ્યગ્દષ્ટિ દેવનાં કૃત્યો ધર્મ જ છે, એ પ્રમાણે સ્વીકારવામાં ન આવે, તો તારા વડે દેવોનું જિનચંદનાદિ પણ કઈ રીતે વક્તવ્ય થશે ? કઈ રીતે ધર્મ છે એ પ્રમાણે વક્તવ્ય થશે. વિશેષાર્થ : મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકવર્તી જીવો એકાંતે અવિરત છે, જ્યારે અવિરતસમ્યગ્દષ્ટિ અનંતાનુબંધિરૂપ ચારિત્રમોહનીય પ્રકૃતિના ક્ષયોપશમવાળા છે તેથી એકાંતે અવિરત નથી, પરંતુ અનંતાનુબંધીના ક્ષયોપશમકૃત અંશથી વિરતિ પણ છે. છતાં અલ્પ હોવાને કારણે તેની વિવફા નહિ કરીને તેમને અવિરતસમ્યગ્દષ્ટિ કહેલ છે. તેથી અવિરતસમ્યગ્દષ્ટિનો સમ્યક્તનો અધ્યવસાય, કોઈક અપેક્ષાએ=સમ્યક્તના અધ્યવસાય સહવર્તી એવા ચારિત્રમોહનીયની પ્રકૃતિરૂપ અનંતાનુબંધીના ક્ષયોપશમની અપેક્ષાએ, તૃતીયમાં=દેશસંયમમાં, અંતર્ભાવ પામશે. તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકારે “ર્ટિ...થી વધા' સુધી જે કથન કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, જૈનશાસનમાં જેમ એક રાશિ, બે રાશિ આદિ અનેક રાશિઓનું વર્ણન છે, પરંતુ તે સર્વરાશિઓ એકાંતે સંમત નથી. એ જ રીતે ધાર્મિક, અધાર્મિક અને ધાર્મિકઅધાર્મિક એ રૂપ ત્રિરાશિ, જૈનશાસનને સંમત હોવા છતાં એકાંતે સંમત નથી. તેથી એકાંતે વૈરાશિક્યના પ્રવેશની આપત્તિના ભયથી કથંચિત્ પક્ષત્રયનો સ્વીકાર હોવા છતાં, એ પક્ષત્રયનો પક્ષદ્વયમાં જ અંતર્ભાવ કરીને, ધાર્મિક અને અધાર્મિક એ પ્રકારના બે ભેદો સ્વીકારવામાં આવે ત્યારે, જિનપૂજાદિ સમ્યગ્દષ્ટિ દેવનું જે કૃત્ય છે તે ધર્મમાં જ અંતર્ભાવ પામશે. તેથી પક્ષદ્વયની અપેક્ષાએ જિનપૂજાને ધાર્મિક અધ્યવસાય કહીએ તો શું વાંધો છે ? અર્થાત્ કોઈ વાંધો નથી. અન્યથા=પક્ષત્રયની પક્ષદ્વયમાં અંતર્ભાવની વિવક્ષાથી જિનપૂજાદિ સમ્યગ્દષ્ટિ દેવનાં કૃત્યો ધર્મ જ
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy