________________
૧૭૮
પ્રતિમાશતક| શ્લોકઃ ૧૪ આશ્રયીને ગ્રહણ ન કરતાં સંયમ, અસંયમ અને દેશસંયમરૂપ વિષયના ભેદથી ગ્રહણ કરીને અમે વ્યાખ્યાન કરીશું. તેથી દેશસંયતનો સામાયિકનો વ્યવસાય ધાર્મિક અધ્યવસાય તરીકે સ્વીકારી શકાશે, અને દેવોનો જિનવંદનનો અધ્યવસાય પણ ધાર્મિક વ્યવસાય તરીકે સ્વીકારી શકાશે. કેમ કે દેવોને અવિરતિ હોવા છતાં વંદનની ક્રિયા ભાવસંકોચરૂપ હોવાથી દેશસંયમરૂપ છે. આ રીતે સ્વીકારવાથી પૂર્વપક્ષીને દેશસંયતનો સામાયિનો અધ્યવસાય ધાર્મિક વ્યવસાય નથી અને દેવોનો જિનવંદનનો અધ્યવસાય ધાર્મિક વ્યવસાય નથી, એમ સ્વીકારવાની આપત્તિ આવશે નહિ.
સ્વકથનની પુષ્ટિ કરતાં પૂર્વપક્ષી લુંપાક કહે છે કે – આથી કરીને જ સ્થાનાંગની વૃત્તિમાં પક્ષાંતર દ્વારા સંયમ, અસંયમ અને દેશસંયમના ભેદથી ધાર્મિક વ્યવસાય, અધાર્મિક વ્યવસાય અને ધાર્મિકઅધાર્મિક વ્યવસાયનું સ્થાપન કરેલ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – ટીકાર્ચ -
તપિ .... રેવાનપ્રિયાદ ! તે પણ=અથવા વિષયના ભેદથી એ પ્રકારના પક્ષાંતરથી સ્થાનાંગ સૂત્રની વૃત્તિમાં જે વ્યાખ્યાન કર્યું તે પણ, નૈગમન-આશ્રિત પરિભાષાવિશેષથી જ ઘટે છે. અન્યથા=ર્તગમતક-આશ્રિત પરિભાષાવિશેષને ગ્રહણ કરવામાં ન આવે તો, અવિરત સમ્યગ્દષ્ટિનો સત્ત્વનો અધ્યવસાય ક્યાં અંતર્ભાવ પામે ? એ પ્રમાણે બે નેત્રોને બંધ કરી દેવાતાપ્રિયો= મૂર્ખશિરોમણીઓ, વિચાર કરે. વિશેષાર્થ :
પ્રસ્થકના દૃષ્ટાંતથી નૈગમનય દૂરવર્તી કારણને પણ કારણ માને છે, અને પૂર્વપક્ષીએ “વિષયના ભેદથી' એ પ્રકારના સ્થાનાંગની વૃત્તિમાં બતાવેલ પક્ષાંતરના આશ્રયણથી ધાર્મિક, અધાર્મિક અને ધાર્મિકઅધાર્મિક વ્યવસાયના ત્રણ ભેદોની સંગતિ કરી તે, દૂરવર્તી કારણને કારણરૂપે સ્વીકારનાર નૈગમનયને આશ્રયીને પરિભાષા કરવામાં આવે તો ઘટી શકે. તે આ રીતે – દેશવિરતિધર સામાયિકની ક્રિયા કરતો હોય તેને આશ્રયીને વિવક્ષા કરીએ તો તે સામાયિકની ક્રિયા ધર્માધર્મરૂપ થાય. કેમ કે દેશવિરતિધરના સામાયિકમાં ત્રિવિધ ત્રિવિધનું પ્રત્યાખ્યાન નથી, પરંતુ દ્વિવિધ ત્રિવિધનું પ્રત્યાખ્યાન છે. પરંતુ તે સામાયિકની ક્રિયા સર્વવિરતિનું દૂરવર્તી કારણ છે, માટે તેને ધાર્મિક વ્યવસાય કહી શકાય. અને દેવોની જિનચંદનની ક્રિયા પણ સંયમ પ્રત્યેના અહોભાવરૂપ હોવાથી દૂરવર્તી સંયમનું કારણ છે, માટે તેને ધાર્મિક વ્યવસાય કહી શકાય. અને સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધરની સંસારની ક્રિયા દૂરવર્તી પણ સંયમનું કારણ નથી, માટે તેને અધાર્મિક વ્યવસાય કહેવાય. અને કોઈ ઉત્તમ શ્રાવક સમ્યગુ રીતે શ્રાવકપણે પાળતો હોય, તેના કારણે તે શ્રાવકની દેશવિરતિ પ્રત્યે કોઈને અહોભાવ થાય. અને તે શ્રાવકની ભક્તિ કરે ત્યારે, તે ભક્તિ સંયમસંયમરૂપ દેશવિરતિનું દૂરવર્તી કારણ બને, તેથી તેને ધાર્મિકઅધાર્મિક વ્યવસાય કહી શકાય.