________________
પ્રતિમાશતક શ્લોક : ૧૪
૧૭૭ સામાયિકનો અધ્યવસાય પણ ધાર્મિક અધ્યવસાય નથી, એ પ્રમાણે સ્થાપન કરવા તું ઉધત થયો છે ? દેવોનો પણ જિતવંદનનો અધ્યવસાય પણ તેવા પ્રકારનો=ધાર્મિક વ્યવસાય નથી, એ પ્રકારે કહેવા માટે તું અધ્યવસિત થયો છે?=પ્રયત્નવાળો થયો છે?
ટેરાસંઘતાનાં સામયિષ્યવસાયોડરિ અહીં ‘રિ’ થી એ સમુચ્ચય થાય છે કે દેશસંયતનો, પૂજાનો અધ્યવસાય ધાર્મિક અધ્યવસાય નથી એમ તું કહે છે. પણ દેશસંયતનો સામાયિકનો અધ્યવસાય પણ ધાર્મિક નહિ થાય, એમ તું સ્થાપન કરવા ઉઘત થયો છે ?
નિનવંતનાધ્યવસાયોડપિ અહીં “ર” થી એ સમુચ્ચય થાય છે કે, દેવોનો પણ જિનપ્રતિમાના વંદનનો અધ્યવસાય તો ધાર્મિક વ્યવસાય નથી, એમ પૂર્વપક્ષી કહે છે; પરંતુ દેવોનો જિનવંદનનો અધ્યવસાય પણ ધાર્મિક વ્યવસાય નથી, એ પ્રકારે પૂર્વપક્ષી એવો લુપાક કહેવા માટે તત્પર થયો છે. વિશેષાર્થ :
સ્થાનાંગના પાઠથી દેવોને ધાર્મિક વ્યવસાયનો અભાવ સ્થાપન કરવાથી લુપાકને એ પ્રાપ્ત થાય છે કે, દેશવિરતિધર જ્યારે સામાયિક કરે છે, ત્યારે તેમનો ભાવથી સામાયિકનો જે અધ્યવસાય છે, તે પણ ધાર્મિક અધ્યવસાય નથી; અને દેવોનો પણ જે ભાવતીર્થકરને વંદનનો અધ્યવસાય છે, તે પણ ધાર્મિક વ્યવસાય નથી; કેમ કે સ્થાનાંગસૂત્રના વચન પ્રમાણે સર્વવિરતિધરને જ ધર્મનો વ્યવસાય સંભવી
ઉત્થાન :
પૂર્વમાં સ્થાનાંગસૂત્રના પાઠના બળથી ધાર્મિક વ્યવસાય સંયતને, અધાર્મિક વ્યવસાય અસંયતને અને ધાર્મિક-અધાર્મિક વ્યવસાય દેશસંયતને છે, એમ બતાવીને દેવોને સંયમ કે દેશસંયમ નથી, તેથી ધાર્મિક વ્યવસાય સંભવે નહિ, એ પ્રકારે પૂર્વપક્ષીએ કહ્યું. તેની સામે સિદ્ધાંતકારે કહ્યું કે, એ પ્રમાણે દેશસંયતનો સામાયિકનો અધ્યવસાય પણ, અને દેવોનો જિનવંદનનો અધ્યવસાય પણ ધાર્મિક વ્યવસાય માની શકાશે નહિ; પરંતુ તે ધાર્મિક વ્યવસાય તરીકે પ્રસિદ્ધ છે, તેથી તેનો નિષેધ પૂર્વપક્ષી પણ કરી શકતો નથી. તેથી પૂર્વપક્ષી કહે છે – ટીકાર્ય :
તર્દિ ... રિ ઘે? તો પછી વિષયના ભેદથી વૈવિધ્યનું વ્યાખ્યાન કરીશું. અને તેની જ પુષ્ટિ કરતાં પૂર્વપક્ષી કહે છે કે, આથી કરીને જ સ્થાનાંગની વૃત્તિમાં “અથવા સંયમ, અસંયમ અને દેશસંયમલક્ષણ વિષયના ભેદથી' એ પ્રકારે પક્ષાંતરથી વ્યાખ્યાન કર્યું છે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, સ્થાનાંગસૂત્રનું કથન સંયત, અસંયત કે સંયતાસંતરૂપ ત્રણ વ્યક્તિને