SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક/ શ્લોકઃ ૧૪ ૧૭૫ કરેલ છે. તેથી વ્યવસાયસભારૂપ ક્ષેત્ર શુભ અધ્યવસાયનું નિમિત્તકારણ છે, તે જિનશાસનમાં અસિદ્ધ નથી. આથી જ પૂર્વમાં કહ્યું કે, વ્યવસાયસભામાં થનારા ક્ષયોપશમ નિમિત્તે સૂર્યાભદેવને ભગવાનની ભક્તિ કરવાનો ભાવ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે, જેમ જીવનો પ્રયત્ન ક્ષયોપશમ પ્રત્યે કારણ છે તેમ ક્ષેત્રાદિ પણ પ્રબળ નિમિત્ત છે. આથી જ સૂર્યાભદેવ જ્યારે વ્યવસાયસભામાં જાય છે, ત્યારે સદ્ધર્મ કરવાનો તેમને અધ્યવસાય થાય છે; અને તપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે, તેથી તેની અર્ચના ધર્મરૂપ બને છે. અહીં વિશેષ એ છે કે, દેવતાની વ્યવસાયસભા એ વિશિષ્ટ પ્રકારનું ક્ષેત્ર છે, જેમાં દેવતા આવે છે ત્યારે એ ક્ષેત્રના નિમિત્તે ઉત્તમભાવને પેદા કરે તેવો કર્મનો ક્ષયોપશમ થાય છે; અને તે જ સદ્ધર્મને કરવાના અભિલાષરૂપ પરિણામને પેદા કરે છે. તેથી જ સૂર્યાભદેવ પોતાના સામાનિક દેવને પૂછે છે કે, મારું પૂર્વમાં હિત શું છે ? પાછળ હિત શું છે ? પૂર્વમાં પણ અને પાછળ પણ હિત શું છે? તેથી તે વ્યવસાયસભામાં પોતાને હિતકારી એવા ધર્મને કરવાનો અભિલાષ થાય છે, તે ભાવપદાર્થ છે; અને ભાવપૂર્વકની ક્રિયા જિનપ્રતિમાની અર્ચનક્રિયા છે, તેથી જિનપ્રતિમાનું અર્ચન=પૂજન, એ મોક્ષના હેતુભૂત એવી ધર્મક્રિયા છે. ટીકા - अत्र पापिष्ठा:(ष्ठ:)-'ननु धम्मियं ववसायं गिण्हइ' इत्यत्र धार्मिको व्यवसाय: कुलस्थितिरूपधर्मविषय एव युक्तः, अत एव पुस्तके 'धर्मार्थं शास्त्रमित्यत्रापि धर्मशब्दार्थः कुलस्थितिधर्म एव, मुख्यधर्मव्यवसायस्तु देवानामसंभव्येव, तिविहे ववसाए पत्रत्ते (१) धम्मिए ववसाए (२) अधम्मिए ववसाए (૩) ધામિણ વવસાહ I (3. રૂ ખૂ. ૨૮૫) રૂત્તિ તૃતીયસ્થાન વ્યવસાયનાં ઘર્મશાળાधार्मिकाधार्मिकाणां संयतासंयतदेशसंयतलक्षणानां संबंधित्वाद् भेदेनोच्यमानास्त्रिथा भवन्तीति व्याख्यानाच्चारित्रिणामेव धार्मिकव्यवसायसंभवादिति प्राह । ‘સત્ર પપિચ્છ' નો અન્વય “તિ પ્રાદ' સાથે છે. મુક્ય વ્યવસાયિતુ આ કથનમાં તિવિદ્દે થી સંમવા સુધીનો હેતુ છે. ટીકાર્ય : સત્ર..... પ્રાદ ! અહીં પૂર્વમાં કહ્યું કે, જિનપ્રતિમાના અર્ચતનું સદ્ધર્મવ્યવસાયપૂર્વત્વ છે, તે જ એક ભેદક છે એ કથનમાં, પાવિષ્ઠ કહે છે - ખરેખર ધાર્મિક વ્યવસાયને કરે છે - એ પ્રકારે અહીં સૂયભદેવના અધિકારમાં, ધાર્મિક વ્યવસાય કુલસ્થિતિરૂપ ધર્મવિષયવાળો જ યુક્ત છે. આથી કરીને પુસ્તકમાંડ્યદેવ જયારે વ્યવસાયસભામાં આવે છે ત્યારે જે પુસ્તક ગ્રહણ કરે છે તેમાં, ધમર્થનું શાસ્ત્ર છે, એ પ્રકારના કથનમાં પણ, ઘર્મ શબ્દનો અર્થ કુલસ્થિતિ ધર્મ જ છે, પરંતુ મુખ્ય ધર્મવ્યવસાય દેવોને અસંભવિત જ છે=સંભવતો નથી જ કેમ કે ત્રણ પ્રકારનો વ્યવસાય કહેલો છે. (૧) ધાર્મિક વ્યવસાય, (૨) અધાર્મિક વ્યવસાય અને (૩) ધાર્મિક-અધાર્મિક વ્યવસાય. એ પ્રમાણે ઠાણાંગ સૂત્રના ત્રીજા સ્થાનકમાં
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy