________________
૧૭૪
પ્રતિમાશતક, શ્લોક : ૧૪ ક્ષયોપશમ છે નિમિત્ત જેને એવા સદ્ધર્મવ્યવસાયનું ભાવપણું છે, અને ભાવાનુગત સમ્યગ્દષ્ટિની ક્રિયાનું ક્રિયાંતરની જેમ ધર્મપણું છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, વ્યવસાયસભાથી ક્ષયોપશમ કેવી રીતે થાય ? કેમ કે ક્ષયોપશમ પ્રત્યે તો જીવનો અંતરંગ યત્ન જ કારણ છે. તેથી કહે છે -
ટીકાર્ય :
વ્યવસાય ... નસદ્ધ ક્ષેત્રાદિનું પણ કર્મના ક્ષયોપશમાદિમાં હેતુપણું હોવાથી જિનશાસનમાં વ્યવસાયસભાનું શુભ અધ્યવસાયનું નિમિત્તપણું અસિદ્ધ નથી.
તલુન્ - તે કહેવાયેલું છે - ૩ય .... વિવૃત્તમાર્ત . કારણથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્રયીને કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ કહેવાયેલા છે. “ત્તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે, અને જીવાભિગમની વૃત્તિમાં વિજયદેવના અધિકારમાં પ્રકૃતિસ્થળમાં=પ્રતિમાઅર્ચન સ્થળમાં, (કર્મના ઉદયાદિ દ્રવ્યાદિને આશ્રયીને કઈ રીતે થાય છે તે) વિવરણ કરાયેલ છે. ઉત્થાન -
પૂર્વમાં ઉદ્ધરણમાં બતાવ્યું કે, કર્મનો ક્ષયોપશમ દ્રવ્ય-ક્ષેત્રાદિને આશ્રયીને થાય છે, એ વાત, જીવાભિગમની વૃત્તિમાં વિજયદેવના અધિકારમાં પ્રતિમાના અર્ચનના સ્થળમાં વર્ણન કરાયેલ છે. તેથી પ્રશ્ન થાય કે, એ પાઠ પણ જિનપ્રતિમાની પૂજાનું સ્થાપન કરનાર છે, તે અહીં કેમ આપ્યો નથી? તેથી કહે છે - ટીકાર્ય :
તારાપરા ..... ૧ પૃથન્જિવિતા I તેનો આલાપક=વિજયદેવતા અધિકારનો આલાપક, પ્રકૃત આલાપકથી અવિશિષ્ટ સમાન, છે એથી કરીને પૃથ લખ્યો નથી. વિશેષાર્થ :
જિનપ્રતિમાનું અર્ચન સદ્ધર્મવ્યવસાયપૂર્વક છે, જ્યારે વાવડી આદિનું પૂજન એ આનુષંગિક છે, પરંતુ સદ્ધર્મવ્યવસાયપૂર્વક નથી, તેથી તે બંનેમાં ભેદ છે.
અહીં પ્રશ્ન થાય કે સદ્ધર્મવ્યવસાય હોવાને કારણે જિનપ્રતિમાનું પૂજન મોક્ષહેતુક છે એમ કઈ રીતે નક્કી થાય ? તેથી કહે છે કે, વ્યવસાયસભામાં થનારો જે ક્ષયોપશમ તે છે નિમિત્ત જેને એવો જે સદ્ધર્મનો વ્યવસાય, તે ભાવરૂપ છે; અને ભાવપૂર્વકની જિનપ્રતિમાની પૂજા એ મોક્ષાર્થક હોવાથી ધર્મરૂપ બને છે.
તકુથી તેમાં સાક્ષી આપી તેનો ભાવ એ છે કે, જીવાભિગમની વૃત્તિમાં વિજયદેવના અધિકારસ્થળમાં કર્મનો ઉદય, કર્મનો ક્ષય, કર્મનો ક્ષયોપશમ અને કર્મનો ઉપશમ થાય છે તે કથનમાં, ક્ષેત્રનું પણ ગ્રહણ