________________
પ્રતિમાશતક શુદ્ધિપત્રક
અર્થે ૩૫૩ ૫ કેમ કરતા નથી? તે બતાવવા કરતા નથી. વળી, તેને જ દઢ કરવા ૩૫ ૧૦ “શાસ્ત્રીય મર્યાદા છે' પછી નીચેનું લખાણ વાંચવું.
આશય એ છે કે, ભાવનિક્ષેપો આરાધ્ય એટલે જે પરમાત્માના વીતરાગંતાદિ ભાવો છે, તેનું અવલંબન લઈને આત્માને તે ભાવોથી ભાવિત કરવો અને જે રીતે ભાવનિપાની આરાધના કરવાથી આત્મામાં તે ભાવો પ્રગટ થાય છે, તે રીતે તે ભાવવાળી વ્યક્તિ સાથે સંબંધિત નામનિક્ષેપો પણ નામનામવાનનો અભેદ કરીને આરાધ્ય થાય છે, તેથી ભાવનિક્ષેપા સંબંધી આ નામ છે, એવી બુદ્ધિથી તેનું સ્મરણ કરવાથી પણ આત્મામાં તે ભાવો પ્રત્યે જ બહુમાન વર્તે છે. તેથી તે ભાવો પોતાનામાં પણ તે નામનિક્ષેપાની આરાધનાથી પ્રગટે છે. તે જ રીતે સ્થાપના નિક્ષેપાની પણ સ્થાપના-સ્થાપનવાનનો અભેદ કરીને આરાધકના કરવાથી સ્થાપનાવાન એવા ભગવાનના જ ગુણોની આરાધના થાય છે અને ભાવિમાં થનાર તીર્થકર આદિના જીવોને જોઈને તેમના ભાવિ તીર્થંકરપણાના ભાવ સાથે દ્રવ્યનો અભેદ કરીને તે તીર્થકરના દ્રવ્યની પણ ભક્તિ કરવાથી તીર્થંકર પ્રત્યે પૂજ્યભાવ વધે છે. તેથી નામાદિ ચારે નિપાની આરાધના કરવાથી ગુણો પ્રગટે છે અને આથી જ નિપાને અપ્રસ્તુત અર્થનું અપાકરણ અને પ્રસ્તુત અર્થનું વ્યાકરણ કરનાર કહેલ છે.
જેમ – મહાવીર એ પ્રકારના નામ શબ્દથી અપ્રસ્તુત એવા અન્ય મહાવીરનું અપાકરણ કરીને પ્રસ્તુત એવા વર્ધમાનસ્વામી સાથે મહાવીર એ પ્રકારના નામનું વ્યાકરણ કરે છે, જેથી મહાવીર શબ્દ બોલતા જ વર્ધમાનસ્વામીની જ ઉપસ્થિતિ થાય છે. તેથી તે નામ પ્રત્યેનું બહુમાન પરમાર્થથી વર્ધમાનસ્વામીના જ બહુમાનમાં વિશ્રાંત થાય છે.
પાના નં. ૯૧, ૯૨, ૯૩ ઉપર શ્લોકનો શ્લોકાર્થ, ટીકા અને ટીકાર્ય અશુદ્ધ છે. તેથી તેના બદલે નીચેનું લખાણ વાંચવું. શ્લોક -
प्रज्ञप्तौ प्रतिमानतिर्न विदिता किं चारणैर्निर्मिता, तेषां लब्ध्युपजीवनाद् विकटनाभावात्त्वनाराधना । सा कृत्याकरणादकृत्यकरणाद् भग्नव्रतत्वं भवे
दित्येता विलसन्ति सन्नयसुधासारा बुधानां गिरः ।।६।। શ્લોકાર્ય :
ભગવતી સૂત્રમાં ચારણો વડે પ્રતિમાને નમસ્કાર કરાયો, એ પ્રમાણે વિદિત પ્રસિદ્ધ નથી શું ? અર્થાત્ પ્રસિદ્ધ છે. તેઓની=ચારણોની, લબ્ધિના ઉપજીવનને કારણે લબ્ધિનો