SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પ્રતિમાશતક | શ્લોકઃ ૮ कालं करेइ कहिं उववज्जति ? गो० ! अन्नयरेसु आभियोगेसु देवलोगेसु देवत्ताए उववज्जइ । अमाई णं तस्स ठाणस्स आलोइयपडिक्कंते कालं करेइ कहिं उववज्जति ? गो० ! अन्नयरेसु अणाभिओगेसु देवलोगेसु देवत्ताए उववज्जइ, सेवं भंते त्ति । (तृ० श० ५ उ० सू० १६१) । ટીકાર્ય : તથા ઇ . સેવં મંતે ત્તિ ! અને તે પ્રમાણે ભગવતીનો પાઠ છે. (તે આ પ્રમાણે) - હે ભગવંત ! ભાવિતાત્મા અણગાર, બહારનાં પુદગલોને ગ્રહણ કર્યા સિવાય એક મોટા સ્ત્રીરૂપને યાવત્ પાલખીરૂપને વિદુર્વવા સમર્થ છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવંત ! ભાવિતાત્મા અણગાર, બહારનાં પુદ્ગલોને ગ્રહણ કરીને એક મોટા સ્ત્રીરૂપને યાવત્ પાલખીરૂપને વિદુર્વવા સમર્થ છે? હે ગૌતમ ! હા, (તે તેમ કરવા સમર્થ છે.) હે ભગવંત ! ભાવિતાત્મા અણગાર, કેટલાં સ્ત્રીરૂપોને વિતુર્વવા સમર્થ છે ? હે ગૌતમ, જેમ કોઈ યથાનામવાળો યુવાન યુવતીનો હાથ વડે હાથ ગ્રહણ કરે, અથવા ચક્રની નાભિના આરાઓ વ્યાપ્ત હોય, એ પ્રમાણે જ ભાવિતાત્મા અણગાર વૈક્રિય સમુદ્દઘાત વડે આત્મપ્રદેશોને બહાર કાઢે છે. (અર્થાત્ વૈક્રિય સમુદ્દઘાત કરે છે.) યાવત્ હે ગૌતમ ! ભાવિતાત્મા અણગાર, આખા જંબુદ્વીપ નામના દ્વીપને બહુ સ્ત્રીરૂપો વડે આકીર્ણ-વ્યાકીર્ણ યાવત્ (કરી શકે છે). હે ગૌતમ ! આ=વૈક્રિય લબ્ધિધારી ભાવિતાત્મા અણગારનો આ આવા પ્રકારનો વિષય-વૈક્રિયલબ્ધિની શક્તિનો વિષય, વિષયમાત્ર કહેવાયો છે, પણ આ પ્રકારે લબ્ધિની પ્રાપ્તિમાત્રથી જ વિદુર્વણ થયું નથી, થતું નથી અને થશે નહિ. (સંઘના કાર્ય માટે થાય છે.) એ પ્રમાણે પરિપાટીથી=ક્રમપૂર્વક, યાવત્ પાલખીના રૂપ સંબંધી સમજવું. હે ભગવંત ! તે યથાનામવાળો કોઈ પુરુષ અસિચર્મપાત્ર લઈને ગમન કરે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ અસિચર્મપાત્ર હાથમાં છે જેને એવા તે સંઘાદિના પ્રયોજન માટે અત:=આશ્રય કરાયેલા એવા, પોતાના વડે ઊંચે આકાશમાં ઉત્પાત કરે ? હા, ઉત્પાત કરે. હે ભગવંત ! ભાવિતાત્મા અણગાર અસિચર્મપાત્રને હાથમાં ગ્રહણ કરેલાં છે એવાં કેટલાં રૂપો વિકુર્તી શકે? હે ગૌતમ ! યથાનામવાળો કોઈ યુવાન પુરુષ યુવતીનો હાથ વડે હાથ ગ્રહણ કરે, તે પ્રમાણે જ યાવત એ પ્રકારે વિદુર્વણા થઈ નથી, થતી નથી અને થશે નહિ. તે યથાનામવાળો કોઈ પુરુષ એક બાજુ પતાકા ધજાને, કરીને ગમન કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ એક બાજુ પતાકાને (સંઘાદિના પ્રયોજને આશ્રયીને) હાથમાં ગ્રહણ કરેલા પોતાના વડે ઊર્ધ્વ આકાશમાં ઉત્પાત કરે ? હે ગૌતમ ! ઉત્પાત કરે. હે ભગવંત ! ભાવિતાત્મા અણગાર, એકબાજુ પતાકા હાથમાં ગ્રહણ કરેલાં કેટલાં રૂપો વિદુર્વી શકે ? એ પ્રમાણે જ યાવત્ વિતુર્વણા થઈ નથી, થતી નથી અને થશે નહિ. એ પ્રમાણે બે બાજુ પતાકાને ગ્રહણ કરીને પણ સમજવું. તે યથાનામવાળો કોઈ પુરુષ એક બાજુ નોઈ કરીને ગમન કરે, એ પ્રમાણે જ ભાવિતાત્મા અણગાર એક બાજુ જનોઈ કરીને (સંઘાદિના પ્રયોજન માટે) ગયેલા એવા કેટલાં રૂપો વિતુર્વી શકે ? તે પ્રમાણે જ યાવત્ વિદુર્વણા થઈ નથી, થતી નથી અને થશે નહિ. એ પ્રમાણે બે તરફ જનોઈવાળા પણ પુરુષના જેવાં રૂપો સંબંધી સમજવું. તે યથાનામવાળો કોઈ પુરુષ એકબાજુ પર્યસ્તિકા=આસનવિશેષ કરીને બેસે, એ પ્રમાણે જ ભાવિતાત્મા અણગાર આસન વિશેષ કરી (આકાશમાં ઊડી) શકે ? એ પ્રમાણે વિદુર્વણા કરી નથી અને કરતા નથી, કરશે નહિ. એ પ્રમાણે બે બાજુ પર્યસ્તિકા=આસનવિશેષ કરીને પણ સમજવું.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy