________________
પ્રતિમાશતક| શ્લોક : ૬
૯૩ જે, પ્રતિમાનતિ પ્રતિમાનમસ્કાર, કહેવાયો, તે વ્યક્ત જ છે; પરંતુ ચૈત્યવંદનનિમિત્ત આલોચનાના અભાવમાં અનારાધકપણું કહેવાયું છે, જેથી કરીને ચારણ શ્રમણોની ચૈત્યવતિ સ્વારસિકી અમે સ્વીકારતા નથી. એ પ્રમાણે લુપાકની આશંકામાં તેષા .... થી મૂળ શ્લોકમાં કહે છે.
તેષાં = .....નિમિત્તાન વળી તેઓની=જંઘાચારણ-વિદ્યાચારણોની જે અનારાધના કહેવાઈ, તે લબ્ધિઉપજીવનવિષયક વિકટતાના અભાવને કારણે=આલોચનાના અભાવને કારણે, કહેવાઈ છે. કેમકે તેનું=લબ્ધિઉપજીવનનું, પ્રમાદરૂપપણું છે. “આલોચના એ વિકટના અર્થમાં છે' એ પ્રમાણે નિર્યુક્તિનું વચન હોવાથી “વિકટતા' શબ્દનો આલોચના અર્થ છે. તેઓની અનારાધના આલોચનાના અભાવકૃત છે, પરંતુ અન્ય નિમિત્તથી નથી=ચૈત્યગતિ ચેત્યવંદન, કર્યું. તે રૂપ અવ્ય નિમિત્તથી
નથી.
તહિં - તે કહે છે=જંઘાચારણ અને વિદ્યાચારણની અનારાધના લબ્ધિતા ઉપજીવન નિમિત્તક છે, પરંતુ ચૈત્યવંદન નિમિત્તક નથી, તે કહે છે -
સા અનારાધના . વાવ: Tદ તે અનારાધના પ્રમાદની આલોચનારૂપ કૃત્યના અકરણથી છે. (કેમ કે) ચૈત્યવંદન દ્વારા મિથ્યાત્વકરણરૂપ અત્યકરણથી=ચૈત્યવંદનરૂપ મિથ્યાત્વકરણને આગળ કરીને અનારાધના કહેવાય છતે, વળી ભગ્નવ્રતપણું થાય. કેમ કે, મિથ્યાત્વસહચરિત અનંતાનુબંધીના ઉદયથી ચારિત્રનો મૂલથી ઉચ્છેદ થાય. કેમ કે બાર કષાયના ઉદયથી ચારિત્રનો મૂલથી ઉચ્છેદ થાય છે. એ પ્રમાણે વિશેષાવશ્યક ભાષ્યનું વચન છે. અને તે અકૃત્યના કરણથી ભગ્નવ્રતપણું થાય, તે આલોચનામાત્રથી શુદ્ધિ કરવા માટે અશક્ય છે. એ પ્રમાણે આ ભાર આલોચનામાત્રથી, શુદ્ધિ કરવા માટે શક્ય નથી આ ભાર, મિથ્યાકલ્પકના=લુંપાકના મસ્તક ઉપર થાય. આ પ્રકારે આ મૂળ
શ્લોકમાં=‘તેષાં... મ’ સુધી અને ટીકામાં “તેવાં.....માતા” સુધી કહેલી સમીચીન દષ્ટિ ગ્રંથને સમ્યફ રીતે યોજન કરવાની દૃષ્ટિ પ્રસ્તુતમાં ભગવતીસૂત્રવિષયક જંઘાચારણ, વિદ્યાચારણોને આલોચનાના અભાવને કારણે અનારાધના કરી છે તેને સમ્યફ રીતે યોજન કરવાની દૃષ્ટિ, તે જ અમૃત છે.
અમૃત કેમ છે ? તો કહે છે કે - મિથ્યાકલ્પનારૂપી વિષના વિકારને નિરાસ કરનાર હોવાથી=દૂર કરનાર હોવાથી, અમૃત છે, (અને) તેના વડે અમૃત વડે, સારવાળી પ્રધાન એવી બુધોની=સિદ્ધાંતના પારને જોનારાઓની, વાણી વિલાસ પામે છે. Img. વિશેષાર્થ :
શ્લોક-૬ ની ટીકામાં કહ્યું કે – “તેષાં ચૈત્યર્નતિ” ત્યાં “સ્વારસિકી'નો અર્થ એ છે કે - સાધુને સાધ્વાચારનું પાલન એ સ્વારસિક પરિણામ કહેવાય. પરંતુ અનાભોગ કે પ્રમાદથી પોતાના આચારમાં જે અલના થાય તે સ્વારસિક પરિણામ નથી, પરંતુ કર્મકૃત પરિણામ છે. તેવી રીતે ચારણોની જે પ્રતિમાનતિ