________________
પ્રતિમાશતક, શ્લોક : ૫ तं चेव । जंघा० णं भंते ! तिरियं केवतिए गतिविसए प० ? गो ! से णं इओ एगेणं उप्पाएणं रुयगवरे दीवे समोसरणं करेति, २ तहिं चेइयाइं वंदइ २ तओ पडिनियत्तमाणे बितिएणं उप्पाएणं नंदीसरवरदीवे समोसरणं करेति २ चा तहिं चेइयाइं वंदइ २ त्ता इहमागच्छइ २ इहं चेइयाइं वंदइ । जंघा० णं गो० । तिरियं एवतिए વિસT ૫૦ !
___जंघा० णं भंते ! उड्ढे केवतिए गतिविसए प० ? गो० ! से णं इओ एगेणं उप्पाएणं पंडगवणे समोसरणं करेति २ तहिं चेइयाइं वंदति २ तओ पडिनियत्तमाणे बितिएणं उप्पाएणं नंदणवणे समोसरणं करेति २ तहिं चेइयाइं वंदति २ इहं आगच्छइ २ इहं चेइयाइं वंदति । जंघाचारणस्स णं गोयमा ! उड्ढं एवतिए गतिविसए पं० । से णं तस्स ठाणस्स अणालोइयपडिक्कंते कालं करेइ नत्थि तस्स आराहणा, सेणं तस्स ठाणस्स आलोइयपडिक्कंते कालं करेति, अत्थि तस्स आराहणा । से वं भंते ! से वं भंते ! जाव विहरइ ।। (સૂત્ર ૬૮૧) | ટીકાર્ય :
• વારાધિકાર ..... (મવિત્યાન) – ચારણ અધિકાર સાથે જોડાયેલ આ ભગવતીસૂત્રતા ૨૦મા અધ્યયનમાં નવમો ઉદ્દેશક આ પ્રમાણે –
હે ભગવન્! ચારણો કેટલા પ્રકારે કહ્યા છે? હે ગૌતમ ! ચારણો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે - (૧) વિઘાચારણ અને (૨) જંઘાચારણ. હે ભગવન્! વિદ્યાચારણ મુનિઓ ‘વિઘાચારણ' એમ કયા અર્થથી=હેતુથી, કહેવાય છે? હે ગૌતમ ! નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપકર્મ વડે (અને) વિદ્યા વડે પૂર્વગત મૃતરૂ૫ વિઘા વડે, ઉત્તરગુણલબ્ધિને પામેલાને વિદ્યાચારણલબ્ધિ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે અર્થથી=હેતુથી, વિદ્યાચારણ મુનિઓ વિઘાચારણ કહેવાય છે. હે ભગવંત ! વિદ્યાચારણની કેવી શીધ્ર ગતિ હોય ? (અ) કેવી શીવ્ર ગતિનો વિષય કહેલો છે ? હે ગૌતમ ! આ જંબૂદ્વીપ નામનો દ્વીપ તેની પરિધિ કરતાં યાવત્ વિશેષાધિક પરિધિ છે તેને, મહાત્ ઋદ્ધિવાળો યાવત્ મહાત્ ઐશ્વર્યવાળો દેવ આને જ આશ્રયીને સંપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડવા જેટલા કાળ વડે ત્રણ વાર અણુપરિયત્તા=ફરીને=પ્રદક્ષિણા આપીને, શીધ્ર આવે. હે ગૌતમ ! તે પ્રકારે વિઘાચારણની શીઘ ગતિ તથા શીધ્ર ગતિનો વિષય કહેલો છે.
હે ભગવંત ! વિદ્યાચારણની તિર્યમ્ ગતિનો-તીરછી ગતિનો, વિષય કેટલો કહેલો છે ? હે ગૌતમ ! તે= વિદ્યાચારણ, એક ઉત્પાત વડે માનુષોત્તર પર્વતમાં આગમન કરે છે, માનુષોત્તર પર્વતમાં આગમન કરીને ત્યાં રહેલાં ચૈત્યોને વાંદે છે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદીને બીજા ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપમાં આગમન કરે છે. નંદીશ્વરદ્વીપમાં આગમન કરીને ત્યાં રહેલાં ચૈત્યોને વાંદે છે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદીને ત્યાંથી પાછા ફરે છે, ત્યાંથી પાછા ફરીને અહીં આવે છે, અહીં આવીને અહીં રહેલાં ચૈત્યોને વંદન કરે છે. હે ગૌતમ ! વિદ્યાચરણની તીરછી ગતિનો વિષય આટલો છે.
હે ભગવંત ! વિઘાચારણની ઊર્ધ્વગતિનો વિષય કેટલો કહેલો છે? હે ગૌતમ ! તે=વિદ્યાચારણ અહીંથી એક ઉત્પાત વડે નંદનવનમાં આગમન કરે, નંદનવનમાં આગમન કરીને ત્યાં રહેલાં ચૈત્યોને વાંદે, ત્યાં રહેલાં ચૈત્યોને વાંદીને બીજા ઉત્પાત વડે પંડકવનમાં આગમન કરે, પંડકવનમાં આગમન કરીને ત્યાં રહેલાં ચૈત્યોને વાંદે (અને) ત્યાં રહેલાં
K-૯