SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પ્રતિમાશતક | શ્લોક : ૫ મૂર્તિને જોઈને જેઓને તેમની સ્તુતિ કરવાનું મન થતું નથી, ત્યાં મૂર્તિ નમસ્કરણીય નથી એ પ્રકારની બુદ્ધિ હોવાને કારણે, તેઓના મુખમાં વિષ વર્તે છે; તેથી સ્તુતિવાચક સુંદર વચનોરૂપ અમૃતનો ત્યાં અભાવ વર્તે છે. અહીં સંક્ષેપથી એ કહેવું છે કે, ભગવાનની મૂર્તિને જોઈને જેમને સ્તુતિ કરવાનો ભાવ થતો નથી, તે મુખમાં વિષનો સદ્ભાવ સંભવે છે. ટીકાર્ય : ચૈ ધૂમધારાવૃતનેત્રતોષપત્તે । અથવા જેઓ વડે ભગવાનની મૂર્તિ જોવાઈ નથી, તેઓની દૃષ્ટિ ધૂમધારામયી છે. કેમકે જગતના જીવોની દૃષ્ટિને આસેચનક એવા તેના પ્રેક્ષણના અભાવની ધૂમધારાઆવૃત નેત્રથી જ ઉપપત્તિ છે. વિશેષાર્થ : ..... વીતરાગની મૂર્તિ જગતના જીવોની અંતર્દષ્ટિનું આસિંચન કરે છે=પલ્લવિત કરે છે, જે ભગવદ્ ભાવરૂપે ભગવાનની મૂર્તિનું પ્રેક્ષણ થાય ત્યારે જ થાય છે. તેથી તે પ્રેક્ષણનો=જોવાનો, અભાવ ધૂમધારાથી આવૃત નેત્ર હોતે છતે જ હોઈ શકે છે. યદ્યપિ લુંપાકો પણ ચક્ષુઈન્દ્રિયથી ભગવાનની મૂર્તિને જોતા હોય છે, પરંતુ આ ગુણસંપન્ન એવા વીતરાગની મૂર્તિ છે, તે રૂપે જોતા નથી. તેથી પરમાર્થથી તેઓ વડે વીતરાગની મૂર્તિ જોવાઈ જ નથી. ટીકાર્ય : ध्वान्त्वादिना ડવસેવા । ધ્વાન્તત્વાદિ=અંધકારત્વાદિ, વડે (કાવ્યમાં) દોષવિશેષો જણાય છે, એથી કરીને અતિશયોક્તિ અલંકાર છે. અને તે અતિશયોક્તિ ઉક્ત દિશા વડે કાવ્યલિંગથી અનુપ્રણિત જાણવી. વિશેષાર્થ : પૂર્વમાં કહ્યું કે, જેઓ વડે ભગવાનની મૂર્તિ જોવાઈ નથી તેઓનું હૃદય ધ્વાંતમય=અંધકારમય છે, જેઓ વડે ભગવાનની મૂર્તિ સ્તવાઈ નથી તેઓનું મુખ વિષમય છે, અને જેઓ વડે ભગવાનની મૂર્તિ જોવાઈ નથી તેઓની દૃષ્ટિ ધૂમધારામયી છે. આ બધા દ્વારા લુંપાકમાં મિથ્યાત્વ, અસગ્રહ કે અજ્ઞાનાદિ છે, એ પ્રમાણે જણાય છે. એથી કરીને કાવ્યમાં અતિશયોક્તિ અલંકાર છે = લુંપાકના આત્મામાં વર્તતા દોષોને ધ્વાંતમય વગેરેથી જે કહ્યા તે અતિશયોક્તિ અલંકાર છે, અને તે અતિશયોક્તિ કહેવાયેલી દિશા વડે કાવ્યલિંગ અનુપ્રણિત જાણવી. તે આ પ્રમાણે - શ્લોક-૪માં કહ્યું કે, રૂપકગર્ભ અને અસંબંધમાં સંબંધની કલ્પનારૂપ અતિશયોક્તિ છે. ત્યાં મૌનદાનની વિવક્ષામાં રૂપકગર્ભ અતિશયોક્તિ છે, અને યથાશ્રુત અર્થમાં અસંબંધમાં સંબંધની કલ્પનારૂપ અતિશયોક્તિ છે. તેમ પ્રસ્તુત શ્લોકમાં યથાશ્રુત અર્થ ગ્રહણ ન કરતાં અન્ય અર્થ ગ્રહણ કરવામાં આવે ત્યારે પૂર્વમાં જેમ રૂપકગર્ભ અતિશયોક્તિ હતી, તેમ
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy