________________
પ્રતિમાશતક/ શ્લોક: ૫ वन्दिताम् । हेतुगर्भ चेदं विशेषणम् । देवादिवन्दितत्वेन शिष्टाचारात् तत्समुपासनं जन्मपावित्र्याय इति भावः । देवैर्यथा वन्दिता तथाऽनन्तरं स्फुटीकरिष्यामः । ટીકાર્ય :
.... તનમનોપપઃ | જેઓ વડે ભગવાનની મૂર્તિ તમાઈ નથી, તેઓનું સ્વાંત=હદય, ધ્વાંતમય= અંધકારમય છે. કેમ કે હૃદયમાં નમન-પ્રયોજક-આલોકનો અભાવ હોવાથી જ=બોધવો અભાવ હોવાથી જ તેના અનમનની=ભગવદ્ મૂર્તિના અનમનની, ઉપપત્તિ છે. વિશેષાર્થ :
લંપાકો ભગવાનની મૂર્તિને માનતા નથી, તેથી નમનક્રિયા કરવાની ઈચ્છા પેદા કરે તેવો બોધ તેઓને નથી, આથી જ તેઓ મૂર્તિને નમસ્કાર કરતા નથી. આમ છતાં, તેઓમાં જેઓ ફક્ત કલ્યાણના અર્થી છે, પરંતુ તેવા સંયોગોમાં તેમને એવી બુદ્ધિ થયેલ છે કે, ભગવાનની મૂર્તિ નમસ્કાર કરવા યોગ્ય નથી, તેથી ભગવાનની મૂર્તિને નમન કરતા નથી; છતાં તેઓના હૈયામાં તત્ત્વનો પક્ષપાત હોવાને કારણે સંયોગવિશેષ પ્રાપ્ત થાય તો તેઓ ભગવાનની મૂર્તિને સ્વીકારે, તેવી પ્રજ્ઞાપનીય વૃત્તિને ધારણ કરતા હોવાથી, તે વખતે નમનપ્રયોજક આલોકનો=બોધનો, અભાવ હોવા છતાં, આલોકની પ્રાપ્તિની યોગ્યતા હોવાને કારણે અત્યંત અનર્થકારી તે બુદ્ધિ થતી નથી. વળી અહીં પણ જેઓ મૂર્તિને માનનારા છે, તેનું કારણ પોતે મૂર્તિપૂજક કુળમાં જન્મેલા છે, તેના કારણે નમનનો પરિણામ છે; આમ છતાં અત્યંત કલ્યાણની અર્થિતા નહિ હોવાથી ભગવાનના સ્વરૂપને જાણવા માટે કોઈ જિજ્ઞાસા નથી, ફક્ત કુલાચારથી ભગવાનને નમસ્કારાદિ કરે છે, અને પોતાના સુખના ઉપાયરૂપે ભગવાનની મૂર્તિ પૂજ્ય છે તેવી બુદ્ધિથી ભગવાનને નમસ્કાર કરે છે; તેવા જીવોને સ્થૂલ વ્યવહારથી નમનપ્રયોજક આલોક=બોધ, હોવા છતાં પરમાર્થથી આલોક=બોધ, નથી. પરંતુ વીતરાગને વીતરાગરૂપે સમજીને તે વીતરાગ પરમાત્માની જ આ મૂર્તિ છે, તેવી બુદ્ધિ થવાને કારણે વીતરાગની મુદ્રા પ્રત્યે જેમનું ચિત્ત અત્યંત આવર્જિત છે, અને તેના કારણે જ જેમના ચિત્તમાં વીતરાગની મુદ્રા જોઈ વીતરાગભાવ પ્રત્યે બહુમાન ઉલ્લસિત થઈ રહ્યું છે, તે જ જીવનો પરમાર્થથી નમનપ્રયોજક આલોક=બોધ, છે. ટીકાર્ય :
: ...... વિપસન્દ વપપઃ જેઓ વડે ભગવાનની મૂર્તિ સ્તવાઈ નથી, તેઓનું મુખ વિષમય છે. કેમ કે સ્તુતિવાચક સુંદર વચનોરૂપ અમૃતના અભાવની ત્યાં=મુખમાં, વિષસત્ત્વ હોતે છતે જ ઉપપત્તિ છે. વિશેષાર્થ :
યદ્યપિ અમૃત ન હોય ત્યાં વિષ જ હોય એવી વ્યાપ્તિ નથી, તો પણ ગુણસંપન્ન એવી ભગવાનની