________________
૭૨
પ્રતિમાશતક/ બ્લોક : ૩ ઉપયોગની અંદર અત્યંત યત્ન જોઈએ. અને તેવા પ્રકારના ઉપયોગરૂપ જ સુવિશુદ્ધ, સ્થિર અને દઢ અંતઃકરણ વડે પ્રથમ અધ્યયન ગ્રહણ કરવું જોઈએ.
હવે તે પ્રથમ અધ્યયન કેવી મુદ્રાથી ગ્રહણ કરવું તે બતાવે છે -
ભૂમિતલ ઉપર જાનું સ્થાપન કરીને, મસ્તકને નમાવીને અને હાથ જોડીને ગ્રહણ કરવું. આ પ્રકારની મુદ્રાપૂર્વક ગ્રહણ કરવાથી ભક્તિનો અતિશય પ્રગટે છે.
હવે તે પ્રથમ અધ્યયન કેવા અધ્યવસાયપૂર્વક ગ્રહણ કરવું તે બતાવે છે –
ઋષભાદિ શ્રેષ્ઠતમ ધર્મતીર્થકરની પ્રતિમા ઉપર ચઢ્યું અને મનને સ્થાપિત કરવાથી એકાગ્રતા થાય છે, અને તેવી એકાગ્રતાવાળા પ્રતિસાગત અધ્યવસાય વડે ગ્રહણ કરવું.
હવે તે પ્રથમ અધ્યયન કેવા ગુરુના મુખે ગ્રહણ કરવું તે બતાવે છે -
ગુરુ શાસ્ત્રના જાણકાર જોઈએ અને દઢ ચારિત્રાદિ ગુણોની સંપદાથી યુક્ત જોઈએ. અને ગુરુ શબ્દનો અર્થ એ છે કે, “વૃતિ શાસ્ત્રાર્થ રૂતિ ?' તેથી યોગ્ય જીવોને સતું શાસ્ત્રોનો બોધ કરાવવા રૂપ જે ગુરુ શબ્દાર્થનું અનુષ્ઠાન, તેને કરવામાં એક બદ્ધલક્ષપણું હોવાને કારણે, તે અબાધિત યથાર્થ ગુરુ છે. અને તેવા ગુરુના વદનથી=મુખથી નીકળેલ પ્રથમ અધ્યયન ગ્રહણ કરવું જોઈએ.
હવે તે નમસ્કાર આપનાર ગુરુનો અને ગ્રહણ કરનારનો કેવો ભાવ હોય તે બતાવે છે -
જે જીવ પ્રથમ અધ્યયન ગ્રહણ કરવા અર્થે ગુરુનું વિનયાદિરૂપ બહુમાન કરે છે, તેનાથી ગુરુને પરિતોષ થાય છે કે, ખરેખર પંચમંગલસૂત્રને ગ્રહણ કરવા માટે આ જીવ યોગ્ય છે; તેથી તેનું કલ્યાણ કરવાની આશંસારૂપ ભાવઅનુકંપા ગુરુના હૈયામાં પેદા થાય છે. તેથી ગુરુ જ્યારે પંચ મંગલસૂત્ર આપતા હોય ત્યારે તેનું ગ્રહણ ગુરુની ભાવઅનુકંપાથી ઉપલબ્ધ પ્રાપ્ત બને છે.
અહીં ‘વિનયાદિ' કહ્યું ત્યાં “આદિથી વૈયાવચ્ચ ગ્રહણ કરવાનું છે. અને વિનય, વૈયાવચ્ચાદિના કારણે અભિવ્યક્ત થતા શિષ્યના બહુમાનને કારણે ગુરુને તે જીવની યોગ્યતા જોઈને પરિતોષ પેદા થાય છે, અને તેના કારણે જ શિષ્યને પંચમંગલસૂત્ર આપવા રૂપ ભાવઅનુકંપા ઉત્પન્ન થાય છે.
વળી તે પ્રથમ અધ્યયન કેવું છે, તે બતાવે છે -
અનેક આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી ભયંકર એવા ભવસમુદ્રમાં જહાજ સમાન એવું આ પ્રથમ અધ્યયન છે, અને તે પ્રથમ અધ્યયન પંચમંગલમહાશ્રુતસ્કંધ કેવું છે, તે ટીકાર્થમાં વર્ણન કરેલ છે. આવા પ્રકારનું પ્રથમ અધ્યયન ભણવું અને તે દિવસે આયંબિલ વડે પારણું કરવું. વળી ટીકાર્યમાં વિધિ બતાવી છે, એ વિધિના ક્રમથી ક્રમશઃ પાંચે અધ્યયન અને ત્યાર પછી ચૂલિકા ભણવી. અને આ પ્રમાણે પંચમંગલમહાશ્રુતસ્કંધ સંપૂર્ણ ભણીને એ રીતે આત્મસાત્ કરવું કે, પૂર્વાનુપૂર્વીથી, પશ્ચાનુપૂર્વીથી કે અનાનુપૂર્વીથી જીભના અગ્રભાગ ઉપર રમી શકે. અને ત્યાર પછી શુભ દિવસે, શુભ નક્ષત્રાદિનો યોગ હોય ત્યારે અઠ્ઠમ તપપૂર્વક અનુજ્ઞા લઈને ટીકાર્થમાં બતાવ્યા પ્રમાણે સૂત્રાર્થને અનેકવાર સાંભળીને