________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૯ કરનાર, જ મન્ના અનુમોદના કરે નહિ, રિ મર્ર–એ પ્રકારે મતિ છે=પૂર્વપક્ષીની મતિ છે, તા–તો, તિસ્થર =તીર્થકર, રવિ કોઈના પણ, સુહનો શુભયોગની, બાપુનરિક્કી=અનુમોદના કરે નહિ, એમ માનવાની આપત્તિ આવે. l૩૯ ગાથાર્થ :
જો તેઓનો હીનગુણ=મિથ્યાદષ્ટિનો હીનગુણ, સમ્યક્ત ધારણ કરનાર અનુમોદના કરે નહિ, એ પ્રકારે મતિ છે=પૂર્વપક્ષીની મતિ છે, તો તીર્થકર કોઈના પણ શુભયોગની અનુમોદના કરે નહિ, એમ માનવાની આપત્તિ આવે. Ilal ટીકા -
जइ हीणंति । यदि 'हीनं' तेषां मिथ्यादृशां, गुण-क्षमादिकं, न मन्यते नानुमन्यते, सम्यक्त्वधर उत्कृष्टपदत्वाद् इति तव मतिः स्यात् तदा कस्यापि शुभयोगं तीर्थकरो नानुमन्येत, तीर्थकरापेक्षया सर्वेषामपि छद्मस्थानामधस्तनस्थानवर्तित्वात्, न चैतदिष्टं, तत उपरितनगुणस्थानस्थानामपि सर्वं मार्गानुसारिकृत्यमनुमोदनीयमेव, यच्च सम्यक्त्वगुणविशेषप्रदर्शनार्थं मिथ्यादृग्गुणमात्रस्य शास्त्रेऽकिञ्चित्करत्वप्रतिपादनं नैतावता सर्वथा तद्विलोप एव सिध्यति, चारित्रगुणविशेषप्रदर्शनार्थं - दसारसींहस्स य सेणियस्स पेढालपुत्तस्स सच्चइस्स । अणुत्तर दंसणसंपया सिया विणा चरित्तेण हरं गई गया ।। (आव. नि. ११६०) इत्यादिना सम्यक्त्वस्यापि तत्प्रतिपादनादिति द्रष्टव्यम् ।।३९।। ટીકાર્ચ -
દિ દીને ..... દ્રવ્યમ્ ના રીતિ' પ્રતીક છે. જો તેઓનો=મિથ્યાષ્ટિનો, હીન એવો ક્ષમાદિ ગુણ સમ્યક્તને ધારણ કરનાર પુરુષ માને નહીં=અનુમોદના કરે નહિ; કેમ કે ઉત્કૃષ્ટ પદપણું છે–તેના કરતાં સમ્યગ્દષ્ટિનું ઉત્કૃષ્ટ સ્થાનપણું છે, એ પ્રમાણે તને=પૂર્વપક્ષીને, મતિ થાય તો તીર્થંકર કોઈનો પણ શુભયોગ અનુમોદે નહિ; કેમ કે તીર્થકરોની અપેક્ષાએ સર્વ પણ છદ્મસ્થોનું નીચા સ્થાનમાં વર્તીપણું છે=નીચેના સ્થાનમાં રહેલા છે, અને આ=પોતાનાથી હીતની, અનુમોદના થાય નહિ, એ ઈષ્ટ નથી. તેથી ઉપરિતન ગુણસ્થાનકમાં રહેલાઓને પણ સર્વ માર્ગાનુસારી કૃત્ય અનુમોદનીય જ છે અને સમ્યક્ત ગુણવિશેષતા પ્રદર્શન માટે મિથ્યાષ્ટિના ગુણમાત્રનું શાસ્ત્રમાં જે અકિંચિત્કરપણું પ્રતિપાદિત કરાયું છે, એટલામાત્રથી સર્વથા તેનો વિલોપ=મિથ્યાદષ્ટિના ગુણનો વિલોપ, જ સિદ્ધ થતો નથી; કેમ કે ચારિત્રના ગુણવિશેષતા પ્રતિપાદન માટે આવશ્યકનિયુક્તિની ગાથા-૧૧૬૦ વગેરેથી સમ્યક્તને પણ તે પ્રતિપાદન છે–અકિંચિત્કર પ્રતિપાદન છે –