SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૪ પાંચ સમિતિથી સમિત અને ત્રણગુપ્તિથી ગુપ્ત એવા જ્ઞાની=જીવસ્વરૂપ અને તદ્રક્ષાની ક્રિયાને જાણનારા અને સર્વથા જીવરક્ષાના પરિણામથી પરિણત અને તદ્ પ્રયત્નવાળા=જીવરક્ષાના પ્રયત્નવાળા, એવા જ્ઞાની કોઈ પણ રીતે હિંસા કરતા અહિંસક મનાયા છે. આનાથી વિપરીત લક્ષણવાળા=સમિતિ આદિથી રહિત એવા, અહિંસક નથી, પરંતુ હિંસક જ આ છે; કેમ કે અશુભ પરિણામપણું છે. વળી બાહ્ય જીવહિંસાનું જીવના ઉપરોધથી કીટક આદિ જીવના ઉપઘાતથી સંપત્તિ પ્રાપ્તિ થાઓ અથવા ન થાઓ; કેમ કે તે સાધુના હિંસકપણામાં તેનું અનેકાંતિકપણું છે=બાહ્ય હિસાથી હિંસકપણાનું અનેકાંતિકપણું છે. ૧૭૬પા કેમ તેનું અનેકાંતિકપણું છે કેમ બાહ્યહિંસાનું અનેકાંતિકપણું છે? એથી કહે છે – “જે અશુભ પરિણામ છે તે હિંસા છે. તે=અશુભ પરિણામ, બાહ્મનિમિત્તની અપેક્ષા રાખે છે. અથવા કોઈક અશુભપરિણામ અપેક્ષા રાખતું નથી=બાહ્યનિમિત્તની અપેક્ષા રાખતું નથી. જે કારણથી બાહ્યનિમિત્ત અનૈકાંતિક છે.” ૧૭૬૬ જે કારણથી અહીં=હિંસાના વિષયમાં, નિશ્ચયનયથી જે અશુભ પરિણામ છે તે જ હિંસા તે પ્રમાણે કહેવાય છે. અને તે અશુભ પરિણામ, કોઈપણ બાહ્ય સત્ત્વ અતિપાતની ક્રિયારૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે. કોઈક વળી તેના નિરપેક્ષ પણ હોય છે=બાહ્ય જીવાદિના અતિપાતની ક્રિયાના નિમિત્ત નિરપેક્ષ પણ હોય છે, જે પ્રમાણે તંદુલમસ્યાદિ જીવોને, જે કારણથી અનેકાંતિક જ બાહ્યનિમિત્ત છે; કેમ કે તેના સદ્ભાવમાં પણ=બાઘહિંસાના સદ્ભાવમાં પણ, અહિંસકપણું છે અને તેના અભાવમાં પણ બાહહિંસાના અભાવમાં પણ, હિંસકપણું છે. ૧૭૬૬. આ રીતે તો બાહ્ય જીવઘાત શું સર્વથા જ હિંસા નથી ? તેનો ઉત્તર આપે છે – કોઈક થાય છે, કોઈક થતી નથી. કેવી રીતે કોઈક બાહ્યજીવઘાત હિંસા થતો નથી ? એથી કહે છે – “તે કારણથી અશુભ પરિણામ હેતુ જીવઆબાધા છે એ હિંસા મનાઈ છે. હોવા છતાં પણ=જીવ આબાધા હોવા છતાં પણ જેને વળી તે અશુભ પરિણામ, નિમિત્ત નથી. તેને તે સાધુને, તે હિંસા નથી. ll૧૭૬૭ના તે કારણથી જે જીવઆબાધા અશુભ પરિણામનો હેતુ છે અથવા અશુભ પરિણામ હેતુ છે=કારણ છે જેને એવો અશુભ પરિણામ હતુ, જીવઆબાધા=જીવઘાત, તે જ હિંસા એ પ્રમાણે તીર્થકર, ગણધરોને સંમત છે. વળી જીવઆબાધાવાળાને તે અશુભ પરિણામ નિમિત્ત નથી. વિદ્યમાન પણ તે જીવઆબાધા તેની સાધુની હિંસા નથી. ૧૭૬૭ના આ જ અર્થને શુભપરિણામવાળા સાધુથી થતી જીવઆબાધા હિસા નથી એ જ અર્થને, દગંતથી દઢ કરે છે – જે પ્રમાણે વીતમોહવાળાને ભાવશુદ્ધિને કારણે શબ્દાદિ વિષયો રતિફલવાળા નથી તે પ્રમાણે શુદ્ધમનવાળાને પણ જીવઆબાધા હિંસા માટે નથી. II૧૭૬૮ જે પ્રમાણે અહીં=સંસારમાં, વીતરાગ-દ્વેષ-મોહવાળા ભગવાનને ઈષ્ટ એવા શબ્દ-રપાદિ ભાવવિશુદ્ધિને કારણે ક્યારેય રતિફલવાળા=રતિના જનક, થતા નથી. અથવા જે પ્રમાણે અહીં=સંસારમાં, રૂપવાળી પણ માતામાં શુદ્ધ આત્માને વિષયનો અભિલાષ થતો નથી તે પ્રમાણે શુદ્ધપરિણામવાળા=યતનાવાળા, સાધુને સત્વનો ઉપઘાત પણ હિંસા માટે થતો નથી. તેથી અશુભ પરિણામજનકપણામાં બાઘનિમિત્ત અનેકાંતિક જ છે. ll૧૭૬૮ તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy