________________
૩૦૬
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૪ કારણ છે તેમ, જીવઘત એવા પણ લોકમાં ભાવહિંસામાં દ્રવ્યહિંસાનું અનેકાંતિક કારણ પણું હોવાથી જીવરક્ષા વિષયક પ્રયત્ન વડે જ સાધુતા અંતરતત્વની શુદ્ધિનું અદુષ્ટપણું વિશેષાવશ્યકભાષ્યમાં ઉપપાદન કરાયેલું છે પરંતુ અનાભોગથી જ ઉપપાદન કરાયેલું નથી. અને તે પ્રમાણે સાધુના જીવરક્ષાના પ્રયત્નને કારણે જ ચિત્તની શુદ્ધિ છે એમ પૂર્વમાં કહ્યું તે પ્રમાણે, તેનો ગ્રંથ છે= વિશેષાવશ્યકભાષ્યનો પાઠ છે –
“આ રીતે અહિંસાનો અભાવ છે. જીવઘન છે એથીકલોક જીવથી ઘન છે એથી, અહિંસાનો અભાવ છે એમ અવય છે અને તે નથી=પૂર્વપક્ષીએ પૂર્વમાં કહ્યું તે નથી. જે કારણથી કહેવાયું છે – શસ્ત્રો પહિત અજીવ છે (તેથી સાધુના સંયમનો નિર્વાહ થાય છે.) તો તે કારણથી, જીવઘન છે એથી હિસા નથી=સાધુના યોગથી હિંસા નથી. II૧૭૬રા.
આ રીતે હોતે છતે લોકનું પૃથ્વીકાય આદિ જીવોથી અતિશય ઘનપણું હોવાને કારણે અહિંસાનો અભાવ છે=સંયત એવા સાધુઓ વડે પણ આ રીતે અહિંસાવ્રત નિર્વાહ કરવા માટે અશક્ય છે. એ પ્રકારનો ભાવ છે શંકા કરનારનો ભાવ છે. તે આ નથી=પૂર્વપક્ષી શંકા કરે છે એ નથી, જે કારણથી અમારા વડે અનંતર જ કહેવાયું છે કે શસ્ત્રો પહત પૃથ્વીકાય આદિ અજીવ થાય છે અને તેના અજીવપણામાં અકૃત, અકારિત આદિના પરિભોગથી સાધુના સંયમનો નિર્વાહ છે જ અને ‘જીવઘન લોક છે તેટલામાત્રથી જ હિંસા સંભવતી નથી. II૧૭૬રા
આહથી શંકા કરે છે – જીવાકુલ લોક હોતે છતે અવશ્ય જ જીવઘાત સંભવે છે અને જીવોની હિંસા કરતો સાધુ કેવી રીતે હિંસક ન થાય ? એથી કહે છે –
અને નિશ્ચયનયના મતે ઘાતક છે એથી હિંસક નથી, અઘાતક છે એથી અહિંસક નથી, તે કારણથી વિરલજીવ= ઓછા જીવો, છે એથી અહિંસક નથી અને જીવઘનઘણા જીવો, છે એથી હિંસક નથી. ll૧૭૬all
દુષ્ટાશયને કારણે નહીં હણતો પણ હિંસક કહેવાયો છે, અભિમરની જેમ=ગજાદિઘાતકની જેમ, બાધા કરતો શુદ્ધપરિણામવાળો પણ હિંસક નથી જે પ્રમાણે વૈદ્ય. ૧૭૬૪
ઘાતક છે=જીવનો ઘાતક છે, એટલા માત્રથી હિંસક નથી અને નિશ્ચયનયના મતથી હિસા નહીં કરતો પણ અહિંસક નથી. વળી વિરલજીવ છેઃલોકમાં કોઈક કોઈક સ્થાને જીવો છે, એટલામાત્રથી અહિંસક નથી=લોકમાં પ્રવૃત્તિ કરનાર અહિંસક નથી. વળી જીવઘન છેઃલોક જીવોથી ઘન છે, એટલા માત્રથી હિંસક નથી યતનાપરાયણ સાધુ હિંસક નથી.
તો શું છે ? તેથી કહે છે –
અભિમર=ગજાદિઘાતક, તેની જેમ દુષ્ટ અધ્યવસાયવાળો નહીં નાશ કરતો પણ હિંસક કહેવાયો છે. અને બાધ્યમાન પણ શુદ્ધપરિણામવાળોકજીવોને બાધા કરનારો પણ શુદ્ધપરિણામવાળો સાધુ હિંસક નથી જે પ્રમાણે વૈદ્ય. ૧૭૬૩-૧૭૬૪
હણતો પણ અહિંસક અને નહીં હણતો પણ હિંસક કહેવાયો તે અહીં કેવા પ્રકારનો ગ્રાહ્ય છે ? એથી કહે છે – પાંચ સમિતિવાળો, ત્રણગુપ્તિવાળો જ્ઞાની અહિંસક છે વિપરીત નહીં આનાથી વિપરીત અહિંસક નથી. તેને સાધુ આદિને, જીવના ઉપરોધથી સંપત્તિ થાઓ=હિંસાની પ્રાપ્તિ થાઓ. અથવા ન થાઓ. ૧૭પાા