SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૧ કેમ જીવઘાતહેતુત્વમાત્રથી યોગોનું અશુભપણું નથી ? તેથી કહે છે – ઉપશાંતગુણસ્થાનક સુધી અપ્રમત્તસાધુઓને ક્યારેક સભૂત જીવઘાતનો સંભવ હોવાથી “ત્યાં જે તે અપ્રમત્તસયતો છે તે આત્મારંભવાળા નથી. પરારંભવાળા નથી, ઉભયારંભવાળા નથી, અનારંભવાળા છે” (ભગવતીસૂત્ર શતક-૧, ઉદ્દેશો-૧) એ પ્રકારના આગમથી પ્રતિપાદિત અનારંભકત્વની અનુપપત્તિની પ્રસક્તિ હોવાથી=અપ્રમત્તસંયતોને ભગવતીમાં અનારંભક કહ્યા છે તેની અનુપપતિની આપતિ હોવાથી, જીવઘાત-હેતુત્વમાત્રથી યોગોનું અશુભપણું નથી, એમ અવય છે; કેમ કે અશુભયોગોના આરંભકત્વની વ્યવસ્થિતિ છેઅશુભયોગો આરંભિકીક્રિયા કરનાર હોય છે. આ કથનથી એ ફલિત થયું કે ફલોપહિતયોગ્યપણાથી ઘાત્યજીવવિષયક આભોગપૂર્વક જીવઘાતના હેતુપણાથી યોગોનું અશુભપણું છે. અહીંયોગોના અશુભપણાનું લક્ષણ બતાવ્યું એમાં, પત્નોપદિતયોતિયા' એ પદ કેવલીના યોગોના અશુભત્વના નિવારણ માટે જ છે; કેમ કે તેઓનું કેવલીના યોગોનું સ્વરૂપ યોગ્યતાથી જ યથોક્ત જીવઘાતનું હેતુપણું છે. પરંતુ ફલોપહિતયોગ્યપણાથી પણ નહીં; કેમ કે કારણોનો અભાવ છે=કેવલીના યોગથી હિંસારૂપ ફળની પ્રાપ્તિ થાય તેના કારણભૂત અજ્ઞાન કે શક્તિના અભાવરૂપ કારણનો અભાવ છે. યોગોતા તે પ્રકારનું અશુભપણું પ્રમત્તયોગવાળાઓને જ છે. વળી, તેનું અભિવ્યંજક=પ્રમત્તયોગવાળાને અશુભયોગ છે તેનું અભિવ્યંજક, પ્રમત્તયોગોનું ફળવાળા શુભાશુભ દ્વારા વૈવિધ્યનું અભિધાયક આગમવચન જ છે. તે આ પ્રમાણે – “ત્યાં જે તે પ્રમત્તસયતો છે તેઓ શુભયોગને આશ્રયીને આત્મારંભવાળા નથી થાવત્ અનારંભવાળા છે અને અશુભ યોગને આશ્રયીને આત્મારંભવાળા પણ છે અનારંભવાળા નથી.” અહીં પણ=પ્રમત્તયોગોનું ફળથી શુભાશુભરૂપ વૈવિધ્યનું કથન કર્યું એમાં પણ, પ્રમત્તસંયતોની સામાન્યથી પ્રમત્તતાની સિદ્ધિ માટે તેઓના યોગોનું પ્રમત્તસાધુના યોગોનું, સ્વરૂપ યોગ્યપણાથી આભોગપૂર્વક જીવઘાત હેતુપણું કહેવું જોઈએ અને ક્યારેક અશુભયોગજન્ય આરંભકત્વની સિદ્ધિ માટે આભોગ પણ=પ્રમતસાધુઓનો હિંસા વિષયક આભોગ પણ, ઘાયજીવ વિષયકપણાથી વ્યક્ત કહેવો જોઈએ; કેમ કે તવાનું જ=ધાત્યજીવ વિષયક હિંસાના ઉપયોગવાળા જ, કોઈક પ્રમત્તસાધુનું સુમંગલસાધુની જેમ અપવાદ અવસ્થામાં પ્રાપ્ત એવા તેઓનું આત્માદિઆરંભકપણું છે. અહીં પ્રશ્ન થાય કે મારા યોગથી આ જીવોની હિંસા થશે તેવું જ્ઞાન હોવા છતાં તેવી પ્રવૃત્તિ કોઈ સાધુ કરે તો તેઓમાં સંયમ અવસ્થિત કઈ રીતે રહી શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – અને અપવાદપદની ઉપાધિવાળા વિરતિ પરિણામના અપાયને કારણે ત્યારે તેમનું સંયતપણું= આભોગપૂર્વક હિંસા કરનારા પ્રમત્તસાધુનું સંતપણું, છે. અને આ રીતે સુમંગલ સાધુની જેમ અપવાદથી કોઈ સાધુ હિંસા કરે એ રીતે, અપ્રમત્તને સંભવતું નથી; કેમ કે તેને અપ્રમત્તસાધુને, અપવાદપદના અધિકારીપણાનો અભાવ હોવાથી આભોગપૂર્વક જીવઘાત હેતુ એવા યોગોનો અભાવ છે. જે વળી અપવાદ પ્રતિષેણાસાહિત્ય અવસ્થામાં પણ અપ્રમત મુનિઓની જેમ સબૂત જીવઘાત
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy