________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯
૧૮૭ કેમ યતનાવિશિષ્ટ પ્રવૃત્તિથી યુક્ત રાગ-દ્વેષ આરંભિકીક્રિયાના હેતુ નથી ? તે બતાવવા અર્થે કહે છે – તે પણ અનાભોગસહકૃત યતનાવિશિષ્ટ એવા રાગ-દ્વેષમાં યોગોના દુષ્પણિધાનના જતનમાં સામર્થનો અભાવ છે. કેમ યાતના સહકૃત રાગ-દ્વેષ યોગના દુષ્પણિધાનના અજનક છે ? તેમાં હેતુ કહે છે – સમ્યમ્ ઈર્યાપૂર્વકની પ્રવૃત્તિથી રાગ-દ્વેષતા તેવા પ્રકારના સામર્થ્યનો અપહાર છે=યોગ દુષ્મણિધાન જનક એવા સામર્થ્યનો અપહાર છે. અને આ રીતે યોગદુષ્મણિધાન ન કરે એવા રાગ-દ્વેષો અપ્રમતમુનિને થાય છે એ રીતે, પ્રમતોને સંભવ નથી; કેમ કે તેઓના=પ્રમત્તસાધુઓના, અયતનાથી વિશિષ્ટ એવા રાગ-દ્વેષનું યોગોની અશુભતાના જનકપણાથી આરંભિકીક્રિયાનું હેતુપણું છે. આથી જ પ્રમત્તસાધુઓને અપવાદ વગર પ્રમાદસહકૃત અનાભોગજન્ય જીવઘાત આદિ છે.
તે દશવૈકાલિકવૃત્તિમાં કહેવાયું છે=પ્રમત્તસાધુઓને પ્રમાદસહકૃત અનાભોગજન્ય જીવઘાત આદિ છે તે દશવૈકાલિકવૃત્તિના ચોથા અધ્યાયમાં કહેવાયું છે –
અયતનાથી ચરતો પ્રમાદથી અને અનાભોગથી પ્રાણીઓની હિંસા કરે છે.” તેથી સંયત એવા સર્વ જીવોને દ્રવ્યાશ્રવ જ છે. ત્યાં પ્રમત્તસંયતોને અપવાદપદ પ્રતિસેવવાવાળી અવસ્થામાં આવ્યોગમાં પણ જ્ઞાનાદિરશાના અભિપ્રાયથી સંયમના પરિણામો અપાય હોવાથી દ્રવ્યત્વ છેeતેઓથી થતી હિંસામાં દ્રવ્યત્વ છે. વળી અન્ય અવસ્થામાં=અપવાદથી પ્રતિસેવતાના સેવનથી અન્ય અવસ્થામાં, અનાભોગથી દ્રવ્યાશ્રવ છે. વળી અપવાદના અધિકારી એવા અપ્રમત્તસંયતોને ઘાત્યજીવ વિષયક આભોગ અને પ્રમાદનો અભાવ જ છે, એથી અર્થથી અનાભોગસહકૃત અવિશેષિત એવું મોહકીયકર્મ જ જીવઘાતાદિનું કારણ પ્રાપ્ત થયું. એથી તે બેના એકતરના અભાવમાં પણ=અનાભોગ અને મોહનીયકર્મ તે બેમાંથી એકતરના અભાવમાં પણ, અપ્રમત્તસંયતોને દ્રવ્યાશ્રવ થતો નથી જ. તેથી પ્રમત્ત અંત સુધીના=પ્રમતસંયત સુધીના, જીવોને પ્રમાદથી દ્રવ્યાશ્રવતી પરિણતિ છે. વળી અપ્રમત્ત જીવોને મોહનીયકર્મથી અને અનાભોગથી દ્રવ્યાશ્રવની પરિણતિ છે એ પ્રમાણે સિદ્ધ થયું. એથી મોહ વગર સ્વકારણપ્રભવ દ્રવ્યાશ્રવની પરિણતિ કેવલીને સંભળાતી નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે= અથથી અત્યાર સુધી કહ્યું એ પ્રમાણે કહે, ત્યાં પૂર્વપક્ષીના કથનમાં, કહે છે=ગ્રંથકારશ્રી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –
ઈતરથા દ્રવ્યાશ્રવતી પરિણતિના મોહજન્યત્વના નિયમમાં, દ્રવ્યપરિગ્રહથી=વસ્ત્ર, પાત્ર, રજોહરણાદિ લક્ષણ દ્રવ્યપરિગ્રહથી, યુક્ત જિન મોહવાળા થાય; કેમ કે દ્રવ્યહિંસાની જેમ દ્રવ્યપરિગ્રહની પરિગતિનું પણ તારા મતમાં મોહજન્યપણું છે. ધર્મ ઉપકરણનું દ્રવ્યપરિગ્રહપણું અશાસ્ત્રીય છે એ પ્રમાણે શંકા ન કરવી; કેમ કે “દ્રવ્યથી એક પરિગ્રહ છે, ભાવથી નથી. ભાવથી એક પરિગ્રહ છે. દ્રવ્યથી નથી. દ્રવ્યથી અને ભાવથી પણ છે. એક દ્રવ્યથી પણ નથી અને ભાવથી પણ નથી. ત્યાં અરાગ-અદ્વૈષવાળા સાધુનું