________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪, ૪૫
૧૫૯ હું પ્રયત્ન કરીશ અને તે પ્રયત્નથી આ આ પ્રકારનું કાર્ય થશે; કેમ કે કેવલીને સર્વ કૃત્યોનું પરિપૂર્ણ જ્ઞાન છે. આ પ્રકારે કેવલીના જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યા પછી પૂર્વપક્ષી પ્રશ્ન કરે છે કે વિવક્ષિત જીવરક્ષા માટે જે નિયત કારણસામગ્રી છે તેમાં અંતભૂત કેવલીએ પોતાનો પ્રયત્ન (૧) જોયો છે ? કે (૨) નથી જોયો ? એ પ્રકારના બે વિકલ્પો સંભવી શકે છે. (૧) જો એમ કહેવામાં આવે કે કેવલીએ વિવક્ષિત ગમનકાળમાં જીવરક્ષાના વિષયમાં જે નિયત કારણસામગ્રી છે તેમાં પોતાનો પ્રયત્ન પણ જોયો છે તો તે જીવરક્ષાની સામગ્રી અંતર્ગત એવો પોતાનો પ્રયત્ન કેવલી કરે તો અવશ્ય તેનાથી જીવરક્ષા થવી જોઈએ; કેમ કે કેવલીએ કેવલજ્ઞાનમાં જોયેલું કે આ જીવોની રક્ષા માટે આ આ સામગ્રી આવશ્યક છે અને તે સામગ્રી અંતર્ગત પોતાનો પ્રયત્ન આવશ્યક છે તેથી કેવલીના પ્રયત્નથી અવશ્ય જીવરક્ષા થવી જોઈએ. (૨) જો એમ કહેવામાં આવે કે જે સ્થળમાં જીવરક્ષા માટે જે નિયત સામગ્રી છે તે સામગ્રી અંતર્ગત પોતાનો પ્રયત્ન નથી એ પ્રમાણે કેવલીએ કેવળજ્ઞાનમાં જોયું છે તો કેવલી વિવક્ષિત જીવરક્ષા માટે પ્રયત્ન કરે નહીં, કેમ કે કેવલીએ જોયું છે કે આ જીવોની રક્ષા માટેની જે નિયત કારણસામગ્રી છે તેમાં મારો પ્રયત્ન અંતર્ભત નથી તેથી કેવલીને કેવળજ્ઞાનમાં પોતાનો પ્રયત્ન જીવરક્ષાને અનુકૂળ નથી તેવું જ્ઞાન હોય તો જીવરક્ષાને અનુકૂળ યત્ન કરે નહીં. માટે પ્રયત્ન કરવા છતાં પણ જીવરક્ષા થઈ શકી નહીં એ પ્રકારનું ઓઘનિર્યુક્તિનું વચન છબસ્થ સાધુને આશ્રયીને જ છે, કેવલીને આશ્રયીને નથી, એ પ્રકારે પૂર્વપક્ષી કલ્પના કરીને કેવલીના યોગોથી હિંસા થતી નથી એમ સ્થાપન કરે છે તે કલ્પના અપાત છે; કેમ કે કેવલીને કેવલજ્ઞાનમાં જણાય છે કે આ જીવોની હું રક્ષા કરી શકીશ નહીં, છતાં તે જીવોની રક્ષાને અનુકૂળ ઉચિત વ્યવહારનો વિષય ઉલ્લંઘન-પ્રલંઘનાદિ છે તેના નિયતપણાથી જ કેવલીએ કેવલજ્ઞાનમાં પોતાના પ્રયત્નને જોયો છે તેથી જે સ્થાનમાં કેવલી પોતાના યોગથી થતી હિંસાનો પરિહાર કરી શકતા નથી તે સ્થાનમાં પણ ઉચિત વ્યવહારસ્વરૂપે કેવલી ઉલ્લંઘન-પ્રલંઘનાદિ અવશ્ય કરે છે. આજના અવતરણિકા -
ननु जीवहिंसा गर्हणीयाऽगर्हणीया वा ? अन्त्ये लोकलोकोत्तरव्यवहारबाधः आये च गर्हणीयं कृत्यं भगवतो न भवतीति भगवतस्तदभावसिद्धिः - इत्याशङ्कायामाह - અવતરણિકાર્ય :
જીવહિંસા ગહણીય છે કે અગહણીય છે ? અન્ય વિકલ્પમાં=જીવહિંસા અગહણીય છે એ પ્રકારના વિકલ્પમાં, લોકલોકોતરવ્યવહારનો=લોકવ્યવહાર અને લોકોતરવ્યવહારનો, બાધ છે અને આદ્ય વિકલ્પમાં જીવહિંસા ગહણીય છે એ વિકલ્પમાં, ગહણીય કૃત્ય ભગવાનને હોય નહીં-કેવલીને હોય નહીં, એથી કેવલીને તેના અભાવની સિદ્ધિ છે હિંસાના અભાવની સિદ્ધિ છે, એ પ્રકારની આશંકામાં કહે છે -