________________
ઘર્મપરીક્ષા ભાગ-૨ની
તાવવા
મધ્યસ્થતાપૂર્વક ધર્મની પરીક્ષા કરવાથી માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે છે, જેનાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તથા પ્રગટ થયેલ સમ્યગ્દર્શન નિર્મલ-નિર્મલતર થાય છે. તેથી મધ્યસ્થતાપૂર્વક ભગવાનના વચનોનો બોધ કરાવવા અર્થે ધર્મપરીક્ષા ભાગ-૧માં કઈ રીતે શાસ્ત્રની પરીક્ષા કરવી જોઈએ ? તે બતાવ્યું.
કેટલાક જીવો માને છે કે મિથ્યાદૃષ્ટિ જીવોના ગુણો ગુણરૂપે સ્વીકારાય નહીં. તેનું ગાથા-૩૬માં નિરાકરણ કરીને ગ્રંથકારશ્રી કહે છે કે અન્ય દર્શનમાં પણ જે વચનો જિનવચન સાથે વ્યાઘાત પામતાં ન હોય; પરંતુ તે વચનોને પુષ્ટ કરે તેવા જે વચનો હોય તેની અનુમોદના કરવાથી જ મધ્યસ્થભાવની પ્રાપ્તિ થાય છે. આથી જ અન્ય દર્શનમાં પણ જે કાંઈ મોક્ષમાર્ગને અનુકૂળ યથાર્થ પ્રરૂપણા ઉપલબ્ધ છે તેની અનુમોદના શાસ્ત્રમાં સ્થાને સ્થાને પ્રાપ્ત થાય છે. જેનું વિસ્તારથી વર્ણન ગાથા-૩૭માં ગ્રંથકારશ્રીએ કરેલ છે.
વળી, મિથ્યાષ્ટિઓમાં રહેલ મોક્ષમાર્ગને અનુકૂળ ગુણની અનુમોદના કરવાથી સમ્યક્તના અતિચારની પ્રાપ્તિ નથી તેનું સ્થાપન ગાથા-૩૮માં કરેલ છે.
વળી, સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ મિથ્યાષ્ટિના માર્ગાનુસારી ગુણો હીન હોવાથી ગુણરૂપે નથી એ પ્રકારની કોઈકની શંકાનું સમાધાન ગાથા-૩૯માં કરેલ છે.
વળી, સમ્યગ્દષ્ટિએ અન્ય દર્શનના માર્ગાનુસારી ગુણોની અનુમોદના કરવી જોઈએ નહીં, તે પ્રકારનું વચન ઉસૂત્રરૂપ છે. તેમાં થોડું પણ ઉત્સુત્ર મહાઅનર્થનું કારણ છે તે મરીચિના દૃષ્ટાંતથી ગાથા-૪૦માં સ્પષ્ટ કરેલ છે. જેનાથી ઉસૂત્રભાષણ કઈ રીતે અનર્થની પરંપરાનું કારણ છે ? તેનો પણ સૂક્ષ્મ બોધ થાય છે.
વળી, જમાલીને ઉસૂત્રભાષણથી કેટલા સંસારની પ્રાપ્તિ થઈ છે? તેના વિષયમાં જુદા-જુદા મતોનો સંગ્રહ કરીને શાસ્ત્રવચનને ઉચિત રીતે યોજન કરવું જોઈએ, તેનો બોધ કરવા અર્થે વિસ્તારથી ચર્ચા ગાથા૪૦માં કરેલ છે.
વળી, જેઓ મધ્યસ્થતાથી મોક્ષમાર્ગને અનુકૂળ યથાર્થ ગુણોને ગ્રહણ કરીને તેની અનુમોદના કરે છે. તેઓના હૈયામાં હંમેશાં ભગવાન વસે છે તેઓને યથાતથા બોલવાના વિકલ્પો થતા નથી, પરંતુ જિનવચન અનુસાર જ તત્ત્વનો નિર્ણય કરીને શુદ્ધ માર્ગને જાણવાની અને પ્રરૂપણા કરવાની માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટે છે, તે કથન ગાથા-૪૧-૪૨માં કરેલ છે.