________________
૧૦૩
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ વળી, અન્ય પણ દોષ પૂર્વપક્ષીને પ્રાપ્ત થાય છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીના મતાનુસાર તિર્યંચગતિના ભવનું ગ્રહણ અનંતીવાર છે છતાં એકેન્દ્રિય આદિ પાંચ જાતિની અપેક્ષાએ સંકોચ કરીને પંચકૃત્વનું પાંચ વારમાં યોજન કરે અને જમાલિના અનંત ભવોને સમર્થન કરે તેવો બોધ કરાવવા અર્થે ત્રિષષ્ટિમાં અનંત શબ્દની આકાંક્ષા રહે છે. તે પદ વગર પાંચ જાતિના બળથી ૫ ભવો, ૫,૦૦૦ ભવો કે અનંત ભવો થયા છે તેવો નિર્ણય થઈ શકે નહિ. તેથી પૂર્વપક્ષી કહે છે તેવો જ બોધ કરાવવો ત્રિષષ્ટિકારને અભિમત હોત તો ત્રિષષ્ટિમાં “અનંતભવ' વાચક શબ્દ મૂકવો આવશ્યક બને, જે તેઓશ્રીએ મૂક્યો નથી. માટે પૂર્વપક્ષીનું વચન સંગત નથી.
વળી, ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને અન્ય દોષ આપતાં કહે છે કે કોઈ એક જાતિમાં અનંતવાર ભવગ્રહણ સ્વીકાર કરાય છતે તે જાતિના સર્વભવોને એક વારનું ભ્રમણ છે તેમ કહી શકાય નહિ; કેમ કે એક ભવના સ્થાનમાં રહેલ તે ભવની ક્રિયાના વ્યાપારથી યુક્ત જે કાળ છે તે કાળને જ એક વાર કહી શકાય અને બીજા ભવમાં જાય ત્યારે તે વારનો ભેદ પ્રાપ્ત થાય છે. વળી, પંચકૃત્વઃ શબ્દના બળથી તિર્યંચમાં પાંચ વારના ભ્રમણને સ્વીકારવા અર્થે પૂર્વપક્ષી કહે કે એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે બીજા ભવમાં તે ને તે જાતિમાં જાય તે અન્ય વાર નથી, પરંતુ વિજાતીય ભવમાં જાય તો તે અન્ય વાર છે એમ સ્વીકારીને પાંચ વારની સંગતિ કરે તો તિર્યંચગતિમાં જમાલિ અનંતવાર ભમ્યો તેમ કહી શકાય નહિ; કેમ કે તિર્યંચગતિમાં પણ સજાતીય હોવાથી તિર્યંચગતિના સર્વ ભવોને એક વાર જ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ. માટે તિર્યંચગતિમાં અનંતવાર ભમ્યો તેમ કહેવું તે પોતાના વચન સાથે વિરોધ છે.
વળી, પૂર્વપક્ષી જે રીતે જાતિને ગ્રહણ કરીને તે આખી જાતિના ભવને એક વાર સ્વીકારીને પંચકૃત્વની સંગતિ કરે છે તેમ સ્વીકારવામાં આવે તો શાસ્ત્રમાં કેટલેક ઠેકાણે પાઠો છે કે ઘણા જીવો નિત્ય નિગોદમાં અનંતવાર જન્મ-મરણ કરશે. તે સર્વ વચનના વિલોપનો પ્રસંગ આવે; કેમ કે એક જાતિની અપેક્ષાએ તેઓનું એક વાર જ ગ્રહણ થઈ શકે, અનંતવાર ગ્રહણ થાય નહિ. માટે પંચકૃત્વઃ શબ્દને જાતિ અપેક્ષાએ ગ્રહણ કરીને જમાલિના અનંતભવની સંગતિ જે રીતે પૂર્વપક્ષી કરે છે તે રીતે કરી શકાય નહિ.
વળી, ત્રિષષ્ટિનું વચન અને જમાલિના ભવભ્રમણને કહેનારું ભગવતીનું વચન પૂર્વપક્ષી દ્વારા એકવાક્યતાથી અર્થ કરવા માટે અભિપ્રેત છે. આમ કરવાથી વિજાતીય ભવભ્રમણના અંતરિતપણાથી તિર્યંચગતિમાં પાંચ વારથી અનંત ભવની સિદ્ધિ થઈ શકે. આમ સ્વીકારીએ તો સર્વ પ્રત્યેનીકોને પણ જમાલિના જેવું જ સંસારનું પરિભ્રમણ સિદ્ધ થાય, પરંતુ અન્ય પ્રકારના ભવોથી અંતરિત અનંતસંસાર સિદ્ધ થાય નહિ.
કેમ પૂર્વપક્ષીના મતે અન્ય પ્રકારના ભવોથી અંતરિત અનંતસંસાર અન્ય જીવોને થઈ શકે નહિ ? તેમાં સાક્ષીરૂપે ભગવતીસૂત્રના સામાન્યસૂત્રને કહે છે –
જેવું જમાલિના ભવને કહેનારું ભગવતીનું સૂત્ર છે તેવું જ દેવકિલ્બિષિયાના ભવને કહેનારું ભગવતીનું સૂત્ર છે. ફક્ત એક નરકગતિનો પ્રતિષેધ જમાલિના સૂત્રમાં છે અને દેવકિલ્બિષિયાના સૂત્રમાં નરકગતિનું ગ્રહણ છે. તે સિવાય બાકીનો સંસાર સર્વ કિલ્બિષિયાઓને જમાલિ સદશ જ તિર્યંચમાં પાંચ વારથી