________________
ધર્મપરીક્ષા ભાગ-૨ ગાથા-૪૦ બેઈન્દ્રિયાદિમાં જાય છે ત્યારે પ્રાપ્ત થતા સ્થાનના ભેદને કારણે, તસ્થાનઅવચ્છિન્ન અધિકૃત ક્રિયાજન્ય વ્યાપારથી ઉપહિત કાલ લક્ષણ વારનો ભેદ છે=પ્રથમ સ્થાનમાં રહેલ તે સ્થાનથી યુક્ત એવી જે અધિકૃત ક્રિયા–તે ભવની ક્રિયા, તેનાથી જન્ય એવો જે તે ભવનો ગમનાગમનરૂપ વ્યાપાર, તે વ્યાપારથી ઉપહિત એવો જે તે ભવનો કાલ, તે રૂપ વારનો અન્ય ભવમાં ભેદ છે.
૧૦૦
-
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે એક વાર ભ્રમણ સ્વીકારી શકાય તેમ સ્થાપન કર્યું. ત્યાં પૂર્વપક્ષી કહે કે બેઇન્દ્રિયાદિ કોઈક જાતિમાંથી અન્ય જાતિમાં ન જાય, પરંતુ તેની તે જાતિમાં ફરી ફરી ઉત્પન્ન થાય તે સર્વને એક વાર ભ્રમણ સ્વીકારીને ચાર-પાંચ તિર્યંચયોનિના ભવો ભગવતીમાં કહ્યા છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – વિજાતીય સ્થાનના ગમનથી અનંતરિત તે જાતીય સ્થાનથી અવચ્છિન્ન એવી ભ્રમણની ક્રિયાજન્ય ભવગ્રહણના વ્યાપારથી ઉપહિત જેટલો કાળ છે, તેટલા કાળને એકવારત્વ સ્વીકાર કરાયે છતે તિર્યંચમાં અનંતવાર ભમ્યો તે પ્રમાણે કહેવું તે વદતો વ્યાઘાત છે=ત્રિષષ્ટિના પાઠનો અર્થ કરતી વખતે જમાલિ તિર્યંચયોનિમાં અનંતીવાર ભમ્યો એમ જે કહ્યું તે વચનનો વ્યાઘાત થાય.
વળી, આ રીતે=એક જ જાતિમાં અનંત ભવ ગ્રહણ થાય તે સર્વને એક વાર ગ્રહણ કરવામાં આવે એ રીતે, ‘ઘણા જીવો નિત્ય નિગોદમાં અનંતવાર જન્મ-મરણ કરે છે.' ઇત્યાદિ અખિલ પ્રવચનના વચનનો વિલોપનો પ્રસંગ છે. તેથી આ=એક જાતિના સર્વ ભ્રમણોને એક વાર સ્વીકારવું એ, અર્થ વગરનું છે. ટીકા ઃ
किञ्च 'च्युत्वा ततः पञ्चकृत्वः' इत्यादिश्लोकैकवाक्यतया हि 'चत्तारि पंच' इत्यादिभगवतीसूत्रं त्वया व्याख्यातुमिष्टं, तथा च तत्र विजातीयभवान्तरिततया तिर्यक्षु पञ्चवारमेवानन्तभवग्रहणसिद्धिरिति सर्वेषामपि प्रत्यनीकानामीदृशमेव संसारपरिभ्रमणं सिध्येत्, न त्वनन्तान्यान्यभवान्तरितभवबहुलं, यतो “देवकिब्बिसिया णं भंते! ताओ देवलोगाओ आउक्खएणं ठिइक्खएणं अनंतरं चयं चइत्ता कहिं गच्छिहिंति ? कहिं उववज्जिहिंति ? गोयमा ! जाव चत्तारि पंचणेरइ अतिरिक्खजोणियमणुस्सदेवभवग्गहणाई संसारं अणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिहिंति, बुज्झिहिंति जाव अंतं काहेंति" त्ति त्वया सामान्यसूत्रमङ्गीक्रियते, ततश्चोक्तस्य "चत्तारि पंच" इत्यादिविशेषसूत्रस्य नारकगतिप्रतिषेधमात्रेणैव विशेषोऽभ्युपगम्यते न त्वधिकः कश्चिदपीति ।
ટીકાર્થ -
किञ्च
"
શ્વિનીતિ । વળી, “ત્યાંથી ચ્યવીને=કિલ્બિષિકમાંથી ચ્યવીને, પાંચ વખત” ઇત્યાદિ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના શ્લોકની સાથે એકવાક્યપણાથી “ચાર-પાંચ” ઇત્યાદિ ભગવતીસૂત્ર તારા વડે વ્યાખ્યાન કરવું ઇષ્ટ છે=પૂર્વપક્ષીને વ્યાખ્યાન કરવું અભિપ્રેત છે. અને તે રીતે=