SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ ટીકાર્ય : ગત ... સ્મર્તવ્યમ્ આથી જ=સર્વજ્ઞમત વિકોપકને ચતુર્ગતિ સંસારનું પરિભ્રમણ પ્રાપ્ત થાય છે આથી જ, “શ્રતની વિરાધનાથી ચાતુર્ગતિક સંસારનું પરિભ્રમણ થાય છે” એ પ્રમાણે સ્પષ્ટ જ અન્યત્ર કહેવાયું છે. અને ત્યાં-સ્થાનમાં, જમાલિનું દષ્ટાંત ઉપવ્યસ્ત છે. તે આ પ્રમાણે – આ દ્વાદશાંગી ગણિપિટક અતીતકાળમાં અનંતા જીવો આજ્ઞાથી વિરાધીને ચાર ગતિના અંતવાળા સંસારકાંતારમાં અનુપ્રવેશ પામ્યા. આ દ્વાદશાંગી ગણિપિટક વર્તમાનકાળમાં પરિમિત જીવો આજ્ઞાથી વિરાધના કરીને ચારગતિના અંતવાળા સંસારકાંતારમાં અનુપ્રવેશ કરે છે. આ દ્વાદશાંગી ગણિપિટક અનાગતકાળમાં અનંતા જીવો આજ્ઞાથી વિરાધના કરીને ચારગતિના અંતવાળા સંસારકંતારમાં અનુપ્રવેશ કરશે.” એ પ્રમાણે નંદિસૂત્રમાં છે. આની વૃત્તિ મલયગિરિ મહારાજા કૃત આ પ્રમાણે છે – “આ દ્વાદશાંગ ગણિપિટક અતીતકાળમાં અનંતા જીવો આજ્ઞાથી=જે પ્રમાણે ભગવાને કહ્યું છે તે પ્રમાણે આજ્ઞાના પરિપાલનના અભાવથી, વિરાધીને ચારગતિના પરિભ્રમણના અંતવાળા એવા સંસારરૂપી જંગલમાં=વિવિધ પ્રકારના શારીરિક, માનસ અનેક લાખો દુઃખો રૂપી વૃક્ષોથી દુસ્તાર એવા ભવગહનમાં અનુપ્રવેશ કર્યો=અનુપરાવર્તનવાળા થયા. અહીં=નંદીસૂત્રમાં, દ્વાદશાંગ સૂત્ર, અર્થ, ઉભયના ભેદથી ૩ પ્રકારનું છે. અને દ્વાદશાંગ જ આજ્ઞા છે; કેમ કે “જેના વડે જીવતો સમુદાય હિતપ્રવૃત્તિમાં આજ્ઞાપન કરાય છે તે આજ્ઞા છે એ પ્રમાણે વ્યુત્પત્તિ છે. તેથી તે આજ્ઞા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે – સૂત્રજ્ઞા, અર્થઆજ્ઞા અને તદુભયઆજ્ઞા. હવે આ આજ્ઞાનીeત્રણ પ્રકારની આજ્ઞાની, વિરાધના વિચારાય છે. ત્યાં ત્રણ પ્રકારની આજ્ઞામાં, જ્યારે અભિનિવેશથી અન્યથા સૂત્ર ભણે છે ત્યારે સૂત્રાજ્ઞાની વિરાધના થાય છે. અને તે સૂત્રાજ્ઞાની વિરાધના, જે પ્રમાણે જમાલિ વગેરેને છે. જ્યારે વળી, અભિનિવેશથી દ્વાદશાંગાર્થને અન્યથા પ્રરૂપણા કરે છે ત્યારે અર્થાજ્ઞાની વિરાધના થાય છે. અને તે અર્થાજ્ઞાની વિરાધના, ગોષ્ઠામાહિલ આદિની જેમ જાણવી. જ્યારે વળી અભિનિવેશથી અથવા શ્રદ્ધાવિહીનપણાથી=આ દ્વાદશાંગ જ એકાંતે સર્વકલ્યાણનું કારણ છે તેવી તીવ્ર રુચિરૂ૫ શ્રદ્ધાના વિહીપણાથી, અથવા હાસ્યાદિથી દ્વાદશાંગના સૂત્ર-અર્થને વિકુદૃન કરે છે ત્યારે ઉભયાજ્ઞાની વિરાધના થાય છે અને તે અનેક દીર્ઘ સંસારી જીવોને અને અભવ્યોને જાણવી.” ‘ત્તિ' શબ્દ ત્રણ પ્રકારની આજ્ઞાવિરાધનાની સમાપ્તિમાં છે. અને “આજ્ઞાથી=સૂત્રાજ્ઞાથી અભિનિવેશને કારણે અન્યથા પાઠાદિ લક્ષણ વિરાધનાથી વિરાધના કરીને અતીતકાલીન અનંતા જીવો ચાર અંતવાળા સંસારકાંતારને=નરક, તિર્યંચ, નર, દેવ આત્મક વિવિધ પ્રકારનાં વૃક્ષજાલોથી દુસ્તર એવી ગહન ભવાટવીને, અનુપરાવર્તવાળા જમાલિની જેમ થયા. અર્થાજ્ઞાથી વળી અભિનિવેશને કારણે અન્યથા પ્રરૂપણારૂપ વિરાધના વડે ગોષ્ઠમાહિલની જેમ, ઉભયાજ્ઞાથી પાંચ પ્રકારના આચારના પરિજ્ઞાનના કરણમાં ઉઘત એવા ગુરુઆદેશારિરૂપ ઉભયાજ્ઞાથી ગુરુપ્રત્યેનીક દ્રવ્યલિંગધારી અનેક શ્રમણની જેમ સંસારમાં પરિભ્રમણ પામ્યા, એમ અન્વય છે.” એ પ્રમાણે વળી હરિભદ્રસૂરિ મહારાજાની આવી=નંદીસૂત્રની, વૃત્તિમાં કહેવાયું છે. તે કારણથી ઉપલક્ષણ વ્યાખ્યાનમાં જ યથોક્ત દષ્ટાંતની ઉપપત્તિ છે=અનંતસંસારના પરિભ્રમણમાં જમાલિના દગંતની ઉપપતિ છે, એ પ્રમાણે જાણવું.
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy