SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા- ૬ ટીકાર્ય : વિં તર્દિ. તિ | ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે – તો અનંતસંસારતામાં અનુગત નિયામક શું છે? તેથી કહે છે – તેનું સંસારની અનંતતાનું કારણ ભિન્ન જsઉસૂત્રભાષણ, મૈથુન પ્રતિસેવનાદિ કૃત્યોથી ભિન્ન જીવ અનુગત અધ્યવસાયaઉસૂત્ર ભાષણાદિ સર્વ કૃત્યોમાં અનુસરનારો એવો અધ્યવસાય તીવ્રત્ય સંજ્ઞાવાળો છે. “કેવલીથી નિશ્ચય કરાતો છે" એ અધ્યાહાર છે, જેનું તીવ્રત્વ સંશિત, કેવલી વડે જણાતા એવા અધ્યવસાયનું, સંગ્રહના આદેશથી=સંગ્રહ વયની દૃષ્ટિથી સ્વતંત્રપણા વડે * ઉત્સુત્ર ભાષણાદિ કૃત્યોથી સ્વતંત્રપણા વડે જ, તેમાં અનંત સંસારની પ્રાપ્તિમાં અનુગત હેતુપણું છે. અને વ્યવહારના આદેશથી વ્યવહારનયની દૃષ્ટિથી ક્રિયાવિશેષમાં અનંત સંસારનું કારણ એવી ઉત્સુત્રભાષણાદિ ક્રિયાવિશેષમાં, સહકારીપણું છે અથવા ઘટકપણું છે અનંત સંસારના કારણીભૂત એવા તીવ્ર અધ્યવસાયનું સહકારીપણું છે અથવા ઘટકપણું છે; કેમ કે શબ્દમાત્ર અનુગત તીવ્ર અધ્યવસાયથી સહકૃત એવી અથવા તપૂર્વકની તીવ્ર અધ્યવસાયપૂર્વકની, પાપક્રિયાનું અનંતસંસારના હેતુત્વનો વ્યવહાર છે. અને તે તીવ્ર અધ્યવસાય આભોગવાળા અથવા અનાભોગવાળા શાસનમાલિત્યની નિમિત્ત એવી પ્રવૃત્તિ કરનારા રૌદ્ર અનુબંધવાળા જીવોને થાય. અહીં પ્રશ્ન થાય કે તે તીવ્ર અધ્યવસાય આભોગવાળાને થઈ શકે પણ અનાભોગવાળાને કેમ થાય ? તેમાં હેતુ કહે છે – અનાભોગથી પણ શાસનમાલિની પ્રવૃત્તિમાં મહામિથ્યાત્વના અર્જતનો ઉપદેશ છે. અષ્ટક પ્રકરણમાં, તે કહેવાયું છેઃઅનાભોગથી પણ શાસનમાલિત્યની પ્રવૃત્તિમાં મહામિથ્યાત્વનું અર્જત છે એમ પૂર્વે જે કહ્યું તે કહેવાયું છે. “શાસનના માલિચમાં અનાભોગથી પણ જે પ્રવર્તે છે. તે તત્તેના વડે શાસનમાલિન્ય વડે અન્ય પ્રાણીઓના ધ્રુવ મિથ્યાત્વનું હેતુપણું હોવાથી, પ્રકૃષ્ટ સંસારનું કારણ, વિપાકમાં દારુણ, ઘોર, સર્વ અનર્થનું કારણ એવું અત્યંત તે જમિથ્યાત્વ જ બાંધે પણ છે.” વળી યથાવૃંદ આદિને ઉસૂત્રભાષણથી અનંતસંસાર થઈ શકે છે. તે સ્પષ્ટ કરવા માટે અન્ય યુક્તિ બતાવે છે – અને શાસનમાલિચમાં નિમિત્તની પ્રવૃત્તિ વિહુનવોની જેમ યથાવૃંદાદિને પણ અવિશિષ્ટ જ છે એથી આ શું પક્ષપાત છે? જે નિહ્નવોને અનંતસંસારનો નિયમ જ છે, યથાવૃંદાદિને વળી અનિયમ છે અનંત સંસારનો અનિયમ છે. અર્થાત્ આ પ્રકારનો પક્ષપાત યુક્ત નથી; કેમ કે અનાભોગથી પણ વિષયવિશેષતા દ્રોહનું મહા કલ્યાણના કારણરૂપ એવા ભગવાનના શાસનરૂપ વિષયવિશેષતા દ્રોહતું, વિષમ વિપાકનું હેતુપણું છે. વળી યથાવૃંદાદિને અનંતસંસાર થવાની ઘણી સંભાવના છે એ સ્પષ્ટ કરવા અર્થે અન્ય હેતુ કહે છે –
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy