________________
૩૭૪
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૫
કારણપણાથી વિષયશુદ્ધાદિ પણ કૃત્યમાં સ્વોત્સાહનો સંભવ છે. અને આ રીતે ભાવવિશિષ્ટ વિષયશુદ્ધાદિ પણ અનુષ્ઠાન અનુમોઘ છે એમ કહ્યું એ રીતે, અપુતબંધકોચિત વિષયશુદ્ધાદિ કૃત્યમાં પણ સાધુને પ્રવૃત્તિની આપત્તિ છે એમ ન કહેવું; કેમ કે સ્વાભિમત તે તે ધર્મના અધિકારીના ઈષ્ટ સાધનપણાથી પ્રતિસંધાન કરાયેલા નીચેના ગુણસ્થાનકવર્તી અનુષ્ઠાનમાં સ્વોત્સાહનો સંભવ હોવા છતાં પણ સ્વાધિકારનો અભાવ હોવાને કારણે ત્યાં=નીચેના ગુણસ્થાનકના અનુષ્ઠાનમાં, અપ્રવૃત્તિ છે સાધુની અપ્રવૃત્તિ છે. આથી જ સાધુને અનુમો એવા પણ વિષય શુદ્ધાદિ અનુષ્ઠાન અધિકાર નહીં હોવાને કારણે કર્તવ્ય નથી આથી જ, ‘આ શોભન છે.' “અવિરત જીવોના જન્મનું આટલું જ ફળ છે.' એ પ્રકારના વચનના લિંગથી ગમ્ય સ્ત્રોત્સાહના વિષય પણ જિનપૂજાધિરૂપ શ્રાવકના આચારમાં સાધુઓની પ્રવૃત્તિ નથી, એ પ્રમાણે જાણવું. અને આ રીતે પૂર્વમાં કહ્યું કે ભાવવિશિષ્ટ વિષયશુદ્ધાદિ અનુષ્ઠાન અનુમોઘ છે એ રીતે, ભાવના અનુરોધથી અપનબંધકાદિથી માંડીને અયોગી કેવલીગુણસ્થાનક સુધી સર્વ પણ અનુષ્ઠાન અનુમોદનીય અને પ્રશંસનીય છે, એ પ્રમાણે સિદ્ધ છે. અને ઉપદેશપદની સૂત્ર અને વૃત્તિમાં કહેવાયું છે –
તે કારણથી આ વીતરાગવચનમાં=ધર્મબીજરૂપ વીતરાગવચનમાં, ઓઘથી વીર પુરુષે બહુમાનરૂપ પ્રયત્ન કરવો જોઈએ. પ્રસંગથી સર્યું.” (ઉપદેશપદ ગાથા-૨૩૪)
“તે કારણથીઉપદેશપદની પૂર્વગાથામાં જે ગ્રંથકારશ્રીએ કહ્યું છે તે કારણથી, આમાં=ધર્મબીજમાં, પ્રયત્ન=ચત્રાતિશય, ધીર પુરુષે કરવો જોઈએ. એ પ્રમાણે ગાથાના ઉત્તરાર્ધ સાથે સંબંધ છે. કેવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ ? એ પ્રકારની આશંકા કરીને કહે છે –
ઓઘથી=સામાન્યથી, વીતરાગના વચનમાં=વીતરાગના આગમમાં કહેવાયેલા, અપુનબંધકની ચેષ્ટાથી માંડીને અયોગીકેવલી સુધીના તે તે ચિત્ર પ્રકારના શુદ્ધ આચારોમાં, ભાવ પ્રતિબંધરૂપ બહુમાન=ક્ષયોપશમના વૈચિત્રથી મૃદુ, મધ્ય અને અધિમાત્રારૂપ ભાવ પ્રતિબંધરૂપ બહુમાન, ધીર પુરુષે બુદ્ધિમાન પુરુષે કરવું જોઈએ. ઉપસંહાર કરતાં–ઉપદેશપદના ઉદ્ધરણમાં ઉપસંહાર કરતાં, કહે છે – પ્રસંગથી પર્યાપ્ત છે=ધર્મબીજ ખ્યાપનરૂપ પ્રસંગથી પર્યાપ્ત છે.”
તિ' શબ્દ ઉપદેશપદની ટીકાની સમાપ્તિ માટે છે. આ કથનથી શું ફલિત થાય છે ? તે કહે છે –
ભાવના અનુરોધથી અનુષ્ઠાનનું અનુમોદન અને પ્રશંસા વિહિત છે. અને ભાવ અપુનબંધકાનુષ્ઠાતમાં નિયત જ છે; કેમ કે અંતથી=અન્ય કોઈ ભાવ ન હોય તો છેવટે મોક્ષાશયનું પણ સત્વ છે=વિષયશુદ્ધ અનુષ્ઠાતમાં મોક્ષાશયનું પણ સત્ય છે. તે ભાવ શુદ્ધ કેમ છે ? તેમાં હેતુ કહે છે –
તેનું પણ=મોક્ષાશયનું પણ, અચરમપુદ્ગલપરાવર્તઅભાવિપણું હોવાને કારણે મોહમલમંદતાનિમિત્તકપણું હોવાથી શુદ્ધપણું છે. તે મોક્ષાશયનું શુદ્ધપણું છે તે, વિંશિકામાં કહેવાયું છે –