SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૭, ૨૮ વળી, માપતુષ જેવા કેટલાક મહાત્માઓ દ્રવ્યથી અલ્પશ્રુતવાળા હોવા છતાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થયેલો હોવાથી આત્માના શુદ્ધ ભાવોમાં જવા માટે સંયમના અનુષ્ઠાનથી કઈ રીતે ઉદ્યમ કરવો આવશ્યક છે ? તેના પરમાર્થને સ્પર્શનાર હોવાથી ભાવથી શ્રુતજ્ઞાનવાળા છે અને તે શ્રુતથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ કરીને ચારિત્રના કંડકોની વૃદ્ધિ કરનારા છે તેથી શીલવાળા છે. આવા સાધુઓ સર્વારાધક જ છે. IIII અવતરણિકા : विवेचितः प्रथमो भगोऽथ द्वितीयं भगं विवेचयन्नाह - અવતરણિકાર્ચ - પ્રથમ ભાંગો વિવેચન કરાયો. હવે બીજો ભાંગો વિવેચન કરતાં કહે છે – ભાવાર્થ : ગાથા-૧૮માં ભગવતીસૂત્રના વચનને ગ્રહણ કરીને આરાધકવિરાધકની ચતુર્ભગી બતાવેલી. તેમાંથી દેશારાધકરૂપ પ્રથમ ભાંગો ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી વિવેચન કર્યો. હવે દેશવિરાધકરૂપ બીજા ભાંગાનું વિવેચન કરતાં કહે છે – ગાથા : देसस्स भंगओ वा अलाहओ वा विराहगो बीओ। संविग्गपक्खिओ वा सम्मद्दिट्ठी अविरओ वा ।।२८।। છાયા : देशस्य भङ्गतो वाऽलाभतो वा विराधको द्वितीयः । संविग्नपाक्षिको वा सम्यग्दृष्टिरविरतो वा ।।२८।। અન્વયાર્થ :સેક્સ મંગો વા નતાદળો વા=દેશના ભંગથી અથવા અલાભથી દેશની રત્નત્રયીને અનુકૂળ પરિણતિના ભંગથી અથવા અલાભથી, વીઝો બીજો વિરાદો =વિરાધક=દેશવિરાધક, સંવિપવિરામો વા વરગો સદિદ્દી વા=સંવિઝપાક્ષિક અથવા અવિરતસમ્યગ્દષ્ટિ છે. ૨૮ ગાથાર્થ : દેશના ભંગથી અથવા અલાભથી દેશની રત્નત્રયીને અનુકૂળ પરિણતિના ભંગથી અથવા અલાભથી, બીજો દેશવિરાધક સંવિગ્નપાક્ષિક અથવા અવિરતસમ્યગ્દષ્ટિ છે. ર૮II
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy