________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૫
૩૨૩
સ્વમતિવિકલ્પમાં “જે કંઈ આગમાનુપાતી શિષ્ટ સંમત છે તે પ્રમાણ છે. પરંતુ મારા મતાનુસારીપણાથી જ આગમ પ્રમાણ નથી.” આવા પ્રકારનો અભિનિવિષ્ટ વિકલ્પ જ ઉત્તેજક છે. એથી દોષ નથી. દેશારાધક ભાંગાનું સ્પષ્ટીકરણ ગાથા-૧૯થી અત્યાર સુધી કર્યું. તે સર્વ કથનનું નિગમન કરે છે –
તે કારણથી આવા પ્રકારનો અભિતિવિષ્ટ પરિણામવાળો, ગીતાર્થઅનિશ્રિત તપ, ચારિત્રમાં રત અગીતાર્થ અને બાલતપસ્વી શીલવાનું અને અમૃતવા માર્ગાનુસારીપણું હોવાથી દેશારાધક છે. તેથી ઉભયપક્ષમાં અચદર્શનના અને જૈનદર્શનના દશારાધકરૂપ ઉભયપક્ષમાં, અતિવિશેષ નથી=બહુ મોટો ભેદ નથી. રપા. ભાવાર્થ :
ગાથા-૧૮માં ગ્રંથકારશ્રીએ ભગવતીસૂત્રની આરાધકવિરાધકની ચતુર્ભગી બતાવી અને તેમાં દેશારાધક કોણ છે ? તે બતાવતાં અન્યદર્શનવાળા કેવા બોલતપસ્વી દેશારાધક હોય છે ? તેની અત્યાર સુધી સ્પષ્ટતા કરી. હવે કેવા પ્રકારના ગીતાર્થઅનિશ્ચિત અગીતાર્થ સાધુ દેશારાધક હોય છે તેની સ્પષ્ટતા કરે છે –
જે સાધુ સંસારથી ભય પામીને આત્મકલ્યાણાર્થે દીક્ષા ગ્રહણ કર્યા પછી કોઈક કારણથી ગીતાર્થને છોડીને એકાકી વિહરે છે, છતાં અનભિનિવિષ્ટ ચિત્તવાળા છે તેઓ દેશારાધક છે.
અનભિનિવિષ્ટ ચિત્તવાળા તેઓ કેવા પ્રકારના છે ? તે બતાવે છે – પોતાના ઉત્કર્ષમાં અભિનિવિષ્ટ ચિત્તવાળા નથી અર્થાતુ અમે જ સારું સંયમ પાળનારા છીએ એવું માનીને પોતાની માનખ્યાતિ માટે ઉદ્યમ કરનારા નથી, અન્ય કોઈનો દ્રોહ કરનારા નથી, ગુરુ-ગચ્છાદિનો પ્રદ્વેષ કરનારા નથી, પરંતુ તથા પ્રકારની સ્કૂલબુદ્ધિને કારણે ગુરુ, ગચ્છાદિની પાસે નિર્દોષ આચારો પાળવા અશક્ય જણાવાથી નિર્દોષ આચાર પાળવાને માટે એકાકી વિચરનારા છે, પરંતુ ગુરુ=ગચ્છાદિ પ્રત્યે પ્રàષ ધારણ કરનારા નથી, તેથી આત્મોત્કર્ષાદિ જે અસદ્ગતના મૂળ છે તેનાથી અકલંકિત ચિત્તવાળા છે. માટે તેવા અનભિનિવિષ્ટ ચિત્તવાળા જીવોને સ્વારસિક જિનાજ્ઞાભંગનો ભય વર્તતો હોય છે. આમ છતાં એકાંતસૂત્રરુચિવાળા હોવાથી અર્થાત્ સૂત્રના પારમાર્થિક તાત્પર્યને ગ્રહણ કરનારા નહીં હોવાથી એકાકી વિહરે છે.
આશય એ છે કે જો તેઓ સૂત્રના પારમાર્થિક તાત્પર્યને ગ્રહણ કરનાર હોય તો ગીતાર્થ સાધુ પાસે રોજ નવા નવા સૂત્રના અધ્યયન દ્વારા જે સંવેગની વૃદ્ધિ થાય છે તેના દ્વારા પોતાના સંયમના કંડકની જે અંતરંગ વૃદ્ધિ થાય છે તેને ગૌણ કરીને સૂત્રમાં કહેલી બાહ્ય આચરણામાત્રમાં તેઓ રત બને નહીં. તેથી અજ્ઞાનને વશ મહાકલ્યાણકારી એવી ગીતાર્થની નિશ્રાને છોડીને એકાંત સૂત્રાનુસારી બાહ્યક્રિયામાં રુચિવાળા છે, છતાં અનભિનિવિષ્ટ ચિત્તવાળા હોવાથી દેશારાધક છે.
આ પ્રકારે ગાથાનું તાત્પર્ય સ્પષ્ટ કર્યા પછી ટીકાકાર તેનો ભાવ સ્પષ્ટ કરે છે – એકાકી સાધુને પ્રાયઃ ચારિત્રનો સંભવ નથી જ; કેમ કે ગીતાર્થ હોય અને શાસ્ત્રવિધિ અનુસાર વિહરે તો જ ચારિત્ર